Sunday, November 24, 2024
More
    હોમપેજરાજકારણ'મારા બ્લાઉઝ વિશે વાતો કરતા હતા કોંગ્રેસના મોટા નેતાઓ': આસામના પૂર્વ મહિલા...

    ‘મારા બ્લાઉઝ વિશે વાતો કરતા હતા કોંગ્રેસના મોટા નેતાઓ’: આસામના પૂર્વ મહિલા મંત્રીએ વર્ણવી રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ વખતની આપવીતી, પાર્ટી છોડી

    આસામની અન્ય એક મહિલા નેતા, અંગકિતા દત્તાએ પણ યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બીવી પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી કોંગ્રેસે ડો.અંગકિતા દત્તાને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બહાર કરી હતી.

    - Advertisement -

    આસામમાં કોંગ્રેસની એક મહિલા નેતાએ પોતાની જ પાર્ટીમાં મહિલાઓ સાથે થતા દુર્વ્યવહાર સામે અવાજ ઉઠાવ્યો છે. કલિયાબોરના ખુમતઈના ભૂતપૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય બિસ્મિતા ગોગોઈએ કહ્યું કે, જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન તેમના બ્લાઉઝ પર ટિપ્પણી કરી, ત્યારે તેની તેમના જીવન પર ખુબ નકારાત્મક અસર થઇ. આસામના મહિલા નેતા બિસ્મિતા ગોગોઈ હવે ભાજપામાં જોડાઈ ગયા છે. તેઓએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે તેમને કમળના ફૂલની ડિઝાઈનવાળું બ્લાઉઝ પહેર્યું હતું.

    આ ઘટના અંગે તેમણે કહ્યું , “મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે, મારા બ્લાઉઝની ડિઝાઇન કમળના ફૂલની છે. આ ડિઝાઇનના બ્લાઉઝ પહેરવા ખુબ સામાન્ય બાબત છે. મને અહીં જાહેરમાં બ્લાઉઝ વિશે વાત કરવી પણ મુશ્કેલ લાગે છે. આ ઘટના ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન બની હતી, જ્યારે તે ખુમતાઈમાં યોજાઈ હતી. તે દરમિયાન મેં આ ડ્રેસ પહેર્યો હતો. આ જોઈને કોંગ્રેસના નેતાઓએ વિચાર્યું કે હું ભાજપામાં જોડાવાની છું.”

    બિસ્મિતા ગોગોઈએ તો ત્યાં સુધી કહ્યું કે, કોંગ્રેસ હાઈકમાન્ડ પણ ‘રાજીવ ભવનમાં’ આ જ મુદ્દા પર વાત કરી રહ્યા હતા. આસામ સરકારમાં મંત્રી રહી ચૂકેલા બિસ્મિતા ગોગોઈએ કહ્યું કે, આ ઘટના તેમના માટે ખૂબ જ અપમાનજનક હતી, જ્યારે તેમને આ વિશે ખબર પડી તો તેઓ રડી પડ્યા. બિસ્મિતા ગોગોઈએ કહ્યું કે, તેઓને ન માત્ર માનસિક રીતે જ હેરાન કરવામાં આવ્યા, પરંતુ પાર્ટીની આંતરિક બેઠકોથી પણ દૂર રાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, “આ એક મહિલાનું અપમાન છે. જેનાથી મને ખરેખર ખુબ ઠેસ પહોચી છે.”

    - Advertisement -

    બિસ્મિતા ગોગોઈએ કહ્યું કે, તે દિવસે તેમની પ્રતિષ્ઠા ખરડી દેવામાં આવી હતી. તેમણે પૂછ્યું કે જ્યાં મહિલા વિરોધી વાતો થાય છે, તે પાર્ટીમાં લોકો કેવી રીતે રોકાય શકે? તેઓએ આરોપ લગાવ્યો કે તેમને દરેક રીતે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. બિસ્મિતા ગોગોઈએ કહ્યું કે કોંગ્રેસ નહતી ઈચ્છતી કે તેઓ તેમના કામમાં સામેલ થાય. આ ઉપરાંત મહત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે પણ તેમને દુર રાખવામાં આવ્યા હતા. રવિવારે (28 જાન્યુઆરી, 2024) કોંગ્રેસ અને ‘ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (AASU)’ના 150થી વધુ નેતાઓ ભાજપમાં જોડાયા હતા.

    આસામની અન્ય એક મહિલા નેતા, અંગકિતા દત્તાએ પણ યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બીવી પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી કોંગ્રેસે ડો.અંગકિતા દત્તાને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બહાર કરી હતી. ફરિયાદમાં તેમણે કહ્યું હતું કે , “શ્રીનિવાસ છેલ્લા છ મહિનાથી તેમને હેરાન કરી રહ્યો છે અને ત્રાસ આપી રહ્યો છે. જાતીય ટિપ્પણીઓ કરે છે. અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરે છે. આ અંગે પક્ષના વરિષ્ઠ અધિકારીઓને ફરિયાદ કરતા તેઓ પણ તેમને ગંભીર પરિણામોની ધમકી આપી રહ્યા છે”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં