Wednesday, November 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરમીઝુલ ઇસ્લામે 'મુન્ના ગોગોઈ' નામથી ફેસબુક આઈડી બનાવીને હિંદુ યુવતીને ફસાવી, પોલીસે...

    રમીઝુલ ઇસ્લામે ‘મુન્ના ગોગોઈ’ નામથી ફેસબુક આઈડી બનાવીને હિંદુ યુવતીને ફસાવી, પોલીસે કરી ધરપકડ

    રમીઝુલ ઈસ્લામ નામના વ્યક્તિએ મુન્ના ગોગોઈ નામથી ફેસબુક આઈડી બનાવીને યુવતીને ફસાવી હતી.

    - Advertisement -

    નામ બદલીને હિંદુ યુવતીને ભગાડી જવાનો વધુ એક કિસ્સો આસામના નાગાંવથી સામે આવ્યો છે. જ્યાં રમીઝુલ ઈસ્લામ નામનો  વ્યક્તિ મુન્ના ગોગોઈ બનીને હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હતો. જો કે રમીઝુલ ઈસ્લામ પહેલાથી પરણિત છે અને ત્રણ બાળકોનો પિતા છે. આ મુસ્લિમ યુવકે પોતાનું નામ બદલીને હિંદુ નામથી ફેસબુક આઈડી બનાવીને યુવતીને ફસાવી હતી. 

    એક મીડિયા રીપોર્ટ અનુસાર, આ આખી ઘટના બે મહિના જૂની છે. રમીઝુલ ઈસ્લામ નામના વ્યક્તિએ પોતાનું નામ બદલીને એક ફેસબુક આઈડી બનાવી હતી. જેમાં તેને પોતાનું નામ મુન્ના ગોગોઈ રાખ્યું હતું. આ દરમિયાન તેણે તે જ ગામની એક પૂજા નામની હિંદુ યુવતીને પોતાની વાતમાં ફસાવી હતી. તેની સાથે પ્રેમપૂર્વક વાત કરીને લગ્ન કરવાની લાલચ આપી, પૂજાને ભગાવી ગયો હતો. 

    યુવતીની ભાળ ન મળતા તેની માતાએ પોલીસ ફરિયાદ નોધાવી હતી. પોલીસે તપાસ કરતા  રમીઝુલ ઈસ્લામને કેરળના એર્નાકુલમ જિલ્લાથી પકડ્યો હતો. જ્યાં તે ચિકન વેચવાનું કામ કરતો હતો અને તે પોતાના પરિવાર સાથે રહેતો હતો. જેમાં ત્રણ બાળકો પણ છે. પોલીસે તેની ધરપકડ કરીને યુવતીને પણ પોતાના કબ્જામાં લઈને તેની માતાને સોપી હતી. 

    - Advertisement -

    યુવતીએ પણ આરોપ મુક્યો હતો કે રમીઝુલ ઈસ્લામે પોતાનથી તેનો ધર્મ છુપાવ્યો હતો. તે મને મુન્ના ગોગોઈ નામ જણાવીને મળ્યો હતો. જો કે આ બાબતે રમીઝુલે કહ્યું હતું કે પૂજાને પહેલાથી જ ખબર છે કે હું મુસ્લિમ છું. 

    પોલીસે ગત 4 માર્ચના રોજ રમીઝુલને કોર્ટમાં રજુ કર્યો હતો, આ દરમિયાન તેણે કોર્ટ પરિસર કુદાવીને પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે ઘાયલ થયો હતો. પોલીસે તેને ફરીથી પકડીને જેલમાં મુક્યો હતો. 

    આ પહેલી ઘટના નથી કે કોઈ મુસ્લિમ યુવકે કોઈ હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોય, આ અગાઉ ઘણા કિસ્સાઓ એવા બન્યા છે. આજે જ એક સુરતથી લવ જિહાદનો (Surat Love Jihad) કિસ્સો સામે આવ્યો છે. જેમાં વસીમ  નામના એક વ્યક્તિએ વાસુ બનીને એક હિંદુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. આ વાતની ખુલાસો યુવતીએ પોતે જ કર્યો હતો. તેને પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે યુવકની ધરપકડ કરી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં