Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપૂછપરછ માટે તેડું આવ્યા બાદ કેજરીવાલે કહ્યું- ED અને CBIના અધિકારીઓ સામે...

    પૂછપરછ માટે તેડું આવ્યા બાદ કેજરીવાલે કહ્યું- ED અને CBIના અધિકારીઓ સામે કેસ કરી દઈશ, લોકોએ અમેરિકાની સુપ્રીમ કોર્ટ અને યુએનમાં જવાની સલાહ આપી

    કેજરીવાલના આ ટ્વિટ બાદ લોકોએ તેમને ગંભીરતાથી ઓછા અને મજાકમાં વધારે લઇ લીધા હતા.

    - Advertisement -

    દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સીબીઆઈએ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે તેડું મોકલ્યા બાદ આમ આદમી પાર્ટી સતત હોબાળો મચાવી રહી છે. સ્વયં કેજરીવાલ પણ પ્રેસ કોન્ફરન્સ-ટ્વિટ્સ વગેરે કરી રહ્યા છે. દરમિયાન તેમણે એક ટ્વિટમાં કહ્યું કે તેઓ CBI અને EDના અધિકારીઓ સામે કેસ દાખલ કરશે. 

    અરવિંદ કેજરીવાલ ટ્વિટ કરીને લખે છે, ‘ખોટી જુબાની આપવા અને કોર્ટમાં ખોટા પુરાવા રજૂ કરવા માટે અમે CBI અને ઇડીના અધિકારીઓ સામે કેસ દાખલ કરીશું.’

    ઉલ્લેખનીય છે કે આ જ કેસમાં આમ આદમી પાર્ટી નેતા અને અરવિંદ કેજરીવાલના નજીકના સાથી, દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા જેલમાં બંધ છે. હવે કેજરીવાલને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી સતત આ આરોપો નકારતી રહી છે અને ઉપરથી કેન્દ્ર સરકાર પર એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતી રહે છે. 

    - Advertisement -

    આ જ ક્રમમાં અરવિંદ કેજરીવાલે તપાસ કરતી એજન્સીઓ પર જ સીધું નિશાન સાધી દીધું હતું અને કહ્યું કે, તેઓ તેમની સામે કેસ કરશે. તેમના આ ટ્વિટ બાદ લોકોએ તેમને ગંભીરતાથી ઓછા અને મજાકમાં વધારે લઇ લીધા હતા. કોઈકે તેમને યુએસની સુપ્રીમ કોર્ટમાં જવાની સલાહ આપી તો કોઈકે પૂછ્યું કે તેઓ ક્યાં કેસ દાખલ કરશે? યુએનમાં કે ICJમાં?

    ઘણા લોકોએ કેજરીવાલના ટ્વિટ નીચે તેમનું જ એક મીમ શૅર કર્યું હતું, જેમાં તેઓ ‘તો કર ના..’ કહેતા જોવા મળે છે. 

    મનિષ નામના એક યુઝરે કટાક્ષમાં કહ્યું કે, આ બહુ મહાન વિચાર છે. કેજરીવાલને સંબોધીને લખ્યું કે, તમે રાજકારણ જ નહીં પણ આખો દેશ બદલી નાંખ્યો, કારણ કે પહેલાં CBI ગુનેગારો પર કેસ કરતી હતી હવે આરોપી ઇડી અને CBI સામે કેસ કરશે. તેમણે કટાક્ષમાં આને ‘માસ્ટરસ્ટ્રોક’ પણ કહ્યો હતો. 

    એક યુઝરે લખ્યું કે કેજરીવાલે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં કેસ કરવો જોઈએ. 

    વિકાસ ગુપ્તાએ કેજરીવાલનાં આવાં ગતકડાંને તેમની બૌખલાહટ ગણાવી હતી. 

    સંદીપ સિંઘે લખ્યું કે, ED અને CBI જ કેમ? હું તો કહું કે તમારે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સામે પણ કેસ કરવો જોઈએ. સાથે તેમણે એમ પણ લખ્યું કે તેમ છતાં ઘીનો હિસાબ તો આપવો જ પડશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જેલમાં બંધ ઠગ સુકેશે એક પત્ર લખીને ઘટસ્ફોટ કર્યો હતો કે કેજરીવાલે પૈસા માટે કોડવર્ડ ‘15 કિલો ઘી’ વાપર્યો હતો. 

    એક વ્યક્તિએ કટાક્ષ કરીને કહ્યું કે, સુપ્રીમ કોર્ટ પણ જો તમારી અને તમારી પાર્ટીના સભ્યો સામે ચુકાદો આપે તો તેની સામે પણ કેસ કરજો. 

    અન્ય એક યુઝરે પણ પૂછ્યું હતું કે શું કેજરીવાલ યુએનમાં કેસ દાખલ કરવા માટે જશે? 

    એક યુઝરે કહ્યું કે, કેજરીવાલ કેસ ક્યાં દાખલ કરશે? FBI સમક્ષ કે પછી યુએનમાં? 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં