Saturday, April 27, 2024
More
    હોમપેજદેશલેખમાં ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનની કરી ટીકા, પત્રકાર અભિજીત મજુમદાર સામે તમિલનાડુમાં FIR:...

    લેખમાં ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનની કરી ટીકા, પત્રકાર અભિજીત મજુમદાર સામે તમિલનાડુમાં FIR: શોધી રહી છે પોલીસ

    લેખમાં તેમણે વિશ્લેષણ કર્યું હતું કે ઉદયનિધિના નિવેદનથી તેમના સમર્થકો ભલે ખુશ થઈ જાય, પરંતુ તેનાથી તેમની વિરુદ્ધ એક મોટા વર્ગનું ધ્રુવીકરણ પણ થશે. તેમણે લખ્યું હતું કે પેરિયાર દ્વારા ઝેરીલા બનાવેલા તમિલનાડુમાં આ પ્રકારનું નિવેદન આશ્ચર્યજનક નથી.

    - Advertisement -

    પત્રકાર અભિજીત મજુમદાર સામે તામિલનાડુ સરકારે FIR દાખલ કરી છે. તેમણે જાણકરી આપી હતી કે જે ટીવી સંસ્થાન માટે તેઓ લખે છે અને ટીવી શો કરે છે, તે સંસ્થાનની ઓફિસે તમિલનાડુ પોલીસના અધિકારીઓ તેમને શોધતા-શોધતા પહોંચ્યા હતા. તમિલનાડુ પોલીસના 4 અધિકારીઓએ ઓફિસે પહોંચીને તેમના વિશે પૂછપરછ કરી હતી. વાસ્તવમાં FirstPostમાં એક લેખ દ્વારા અભિજિતે ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મને ડેન્ગ્યુ-મેલેરિયા કહીને નાબૂદ કરવાના નિવેદનની ટીકા કરી હતી. જે બાદ તમિલનાડુમાં તેમના વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

    ‘Earshot’ નામના પૉડકાસ્ટ પ્લેટફોર્મના સંસ્થાપક પત્રકાર અભિજીત મજુમદારે જણાવ્યું હતું કે તમિલનાડુમાં તેમની સામે FIR નોંધવામાં આવી છે. આ પછી તેમની સામે વકીલો અને હવે પોલીસકર્મીઓને લગાવવામાં આવ્યા છે. આ બાદ તેમણે કટાક્ષ કર્યો કે વડાપ્રધાન મોદીને આવા જ લોકો ફાસીવાદી કહે છે. નોંધનીય છે કે તમિલનાડુના મુખ્યમંત્રી અને DMK ચીફ એમકે સ્ટાલિનના પુત્ર મંત્રી ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન બાદ હિંદુ કાર્યકર્તાઓ, ભાજપ અને અનેક સંગઠનોના સંતોએ પણ એ નિવેદનની ટીકા કરી હતી.

    નોંધવા જેવુ છે કે ફર્સ્ટપોસ્ટ ‘નેટવર્ક 18’ મીડિયા સંસ્થાનો એક ભાગ છે, જેના હેઠળ ‘ન્યૂઝ 18’ ટીવી ચેનલ પણ આવે છે. જે લેખના સંદર્ભમાં આ FIR નોંધવામાં આવી છે તેનું શીર્ષક હતું– “ઉદયનિધિ સ્ટાલિન દ્વારા હિંદુઓનાં નરસંહારની વાત કરવાથી તમિલનાડુમાં ભાજપાને મોટો ફાયદો થયો છે.” આમાં તેમણે વિશ્લેષણ કર્યું હતું કે ઉદયનિધિના નિવેદનથી તેમના સમર્થકો ભલે ખુશ થઈ જાય, પરંતુ તેનાથી તેમની વિરુદ્ધ એક મોટા વર્ગનું ધ્રુવીકરણ પણ થશે. તેમણે લખ્યું હતું કે પેરિયાર દ્વારા ઝેરીલા બનાવેલા તમિલનાડુમાં આ પ્રકારનું નિવેદન આશ્ચર્યજનક નથી.

    - Advertisement -

    આ લેખમાં અભિજીત મજુમદારે યાદ કર્યું હતું કે કેવી રીતે 70ના દાયકામાં પેરિયારની રેલીમાં હિંદુ દેવી-દેવતાઓના ચિત્રો પર જૂતા અને ચપ્પલ મારવામાં આવ્યા હતા અને આ બધુ ‘બ્રાહ્મણો દ્વારા નીચલી જાતિઓ પર અત્યાચાર’ના વિરોધના નામે કરવામાં આવ્યું હતું. તેમણે ધ્યાન દોર્યું કે કઈ રીતે ચોલ, પલ્લવ અને પરાંતકના હિંદુ સામ્રાજ્યના સ્થળ રહેલા તમિલનાડુમાં હવે હિંદુઓ સામે નફરત સામાન્ય થઈ ગઈ છે. તેમણે એ પણ લખ્યું કે હવે સનાતનના પુનર્જાગરણ સાથે તમિલનાડુમાં એક શાંત પરિવર્તન આવી રહ્યું છે અને આ પરિવર્તન ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈની આસપાસ થઈ રહ્યું છે.

    તેમણે તમિલનાડુના વૈદિક ઈતિહાસનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે સનાતન ધર્મ ત્યાં પણ હંમેશાથી વિદ્યમાન રહ્યો છે. અભિજીત મજુમદારે પોતાના લેખમાં એવો સવાલ પણ કર્યો હતો કે શું ઉદયનિધિ સ્ટાલિન ક્યારેય ઈસ્લામિક આક્રમણકારો અને અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા નરસંહાર માટે ઈસ્લામ કે ઈસાઈને ખતમ કરવાની વાત કરી શકે છે? તેમણે આ લેખમાં એમ પણ લખ્યું છે કે પરિયારે તેમની તેમની દત્તક લીધેલી પુત્રી સાથે લગ્ન કરી લીધા, જે તેમનાથી 40 વર્ષ નાની હતી. સાથે જ તેમની પત્નીને ગુંડાઓ પાસે ધમકી અપાવી કે તે મંદિરે ન જાય.

    JNUના પ્રોફેસર અને વૈજ્ઞાનિક આનંદ રંગનાથને પણ અભિજીત મજૂમદારનું સમર્થન કર્યું છે. તેમણે લખ્યું છે કે ઉદયનિધિ સ્ટાલિનનું નિવેદન માત્ર હિંદુ વિરોધી નથી, પરંતુ માતાની હત્યા કરવા જેવુ છે. આનંદ રંગનાથને જણાવ્યું કે અભિજીત મજૂમદારે આ લાઈન તેમના લેખમાં લખી હતી અને હવે તમિલનાડુ પોલીસ તેમની પાછળ પડી છે. તેમણે સુપ્રીમ કોર્ટના મૌન પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તેઓ અભિજીત મજૂમદારની સાથે છે.

    નોંધનીય છે કે બિહારના યુટ્યુબર મનીષ કશ્યપ પર પણ NSA (નેશનલ સિક્યુરિટી એક્ટ) તમિલનાડુ સરકારે જ લગાવ્યો હતો અને તેમને જેલમાં મોકલી દીધા હતા. મનીષ કશ્યપે રાજ્યમાં બિહારી મજૂરો પર અત્યાચાર ગુજારવાના આરોપ સાથે વિડીયો બનાવ્યા હતા. ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન બાદ BJP આઈટી સેલના અધ્યક્ષ અમિત માલવિયા વિરુદ્ધ પણ FIR નોંધવામાં આવી હતી, જેમણે આ નિવેદનની આલોચના કરી હતી. એ જ રીતે પત્રકાર પીયૂષ રાય સામે પણ FIR નોંધવામાં આવી હતી, કારણ કે તેમણે એક સંત દ્વારા ઉદયનિધિ સ્ટાલિનને ચેતવણી આપતા સમાચાર શેર કર્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં