Sunday, September 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજમ્મુ-કાશ્મીરમાં 6 આતંકવાદીઓ ઠાર, કુલગામમાં સેનાનું ઑપરેશન: 2 જવાનો વીરગતિ પામ્યા

    જમ્મુ-કાશ્મીરમાં 6 આતંકવાદીઓ ઠાર, કુલગામમાં સેનાનું ઑપરેશન: 2 જવાનો વીરગતિ પામ્યા

    રવિવારે (7 જુલાઈ) મુદરઘમમાં એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો હતો. તે પહેલાં શનિવારે એક જવાન આતંકીઓ સાથેની અથડામણમાં વીરગતિ પામ્યા હતા. ત્યારબાદ કુલગામના ચિન્નિગમ ફ્રિસલમાં પણ 4 આતંકી ઠાર મરાયા છે. સુરક્ષાદળોને તેના મૃતદેહો પણ મળ્યા છે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં રવિવારે (7 જુલાઈ) સતત બીજા દિવસથી એન્કાઉન્ટર ચાલુ છે. મુદરઘમ અને ચિન્નિગમ ફ્રિસલમાં હમણાં સુધીમાં 6 આતંકી ઠાર થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે જ સેનાના 2 જવાનો પણ વીરગતિ પામ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મુદરઘમમાં બે-ત્રણ આતંકીઓ અને ચિન્નિગમ ફ્રિસલમાં એક આતંકી છુપાયેલો હોવાની સંભાવના છે. સુરક્ષાદળોએ સંયુકત રીતે ઓપરેશન શરૂ કરીને શોધખોળ હાથ ધરી છે. બંને જગ્યાઓ પર ઓપરેશન ચાલી રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે.

    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં 6 આતંકી ઠાર મરાયા છે. રવિવારે (7 જુલાઈ) મુદરઘમમાં એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો હતો. તે પહેલાં શનિવારે (6 જુલાઈ) એક જવાન આતંકીઓ સાથેની અથડામણમાં વીરગતિ પામ્યા હતા. ત્યારબાદ કુલગામના ચિન્નિગમ ફ્રિસલમાં પણ 4 આતંકી ઠાર મરાયા છે. સુરક્ષાદળોને તેના મૃતદેહો પણ મળ્યા છે. તે સાથે જ આ અથડામણમાં વધુ એક જવાન વીરગત થઈ ચૂક્યા છે. આતંકીઓ સાથેની અથડામણમાં હમણાં સુધીમાં 2 જવાન વીરગત થયા છે.

    બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના મંજાકોટ વિસ્તારમાં આતંકીઓએ રવિવારે (7 જુલાઈ) સવારે એક આર્મી કેમ્પ પર હુમલો કર્યો છે. જેમાં એક જવાન ઘાયલ થયો હોવાના સામાચાર સામે આવ્યા છે. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં તમામ આતંકીઓ ગાઢ જંગલમાં નાસી છૂટયા હતા. ત્યારબાદ સેના અને સુરક્ષાદળોએ સાથે મળીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હાલ પણ ઓપરેશન ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે સાથે મળીને ઓપરેશન શરૂ કર્યું છે. 3 આતંકીઓ હજુ પણ તે વિસ્તારમાં છુપાયા હોવાનું જાણવા મળ્યું છે. તેથી સુરક્ષાદળોએ ભારે ફોર્સ સાથે ઓપરેશન શરૂ કર્યું છે.

    - Advertisement -

    નોંધવા જેવું છે કે, છેલ્લા એક મહિનામાં સુરક્ષાદળોએ 10 આતંકીઓને ઠાર કરી દીધા છે. તેમાં ડોડામાં 11-12 જૂનના રોજ સતત બે હુમલા કરનારા આતંકી અને ઉરીમાં ઘૂસણખોરી કરનારા આતંકીઓના એન્કાઉન્ટર સામેલ છે. તાજેતરમાં જ રિયાસીમાં આતંકી હુમલો થયો હતો. જેમાં વૈષ્ણોદેવી જઈ રહેલા હિંદુ શ્રદ્ધાળુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. બસ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેના લીધે બસ ખીણમાં પડી ગઈ હતી અને 9 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ત્યારબાદથી સતત સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં