Wednesday, June 25, 2025
More
    હોમપેજગુજરાતઇન્સ્ટાગ્રામ પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ, પાકિસ્તાનમાં સેનાના ઑપરેશનને ગણાવ્યું 'આતંકવાદ': આણંદમાં નિહાર અહમદની...

    ઇન્સ્ટાગ્રામ પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ, પાકિસ્તાનમાં સેનાના ઑપરેશનને ગણાવ્યું ‘આતંકવાદ’: આણંદમાં નિહાર અહમદની ધરપકડ, ફોનમાં મળી આવી- ‘ફ્રી પેલેસ્ટાઇન’ની પોસ્ટો

    આરોપી નિહારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી અને પાકિસ્તાનમાં ચાલી રહેલી ભારતીય સેનાની કાર્યવાહીને 'આતંકવાદ' ગણાવી હતી. પોલીસને તેની પોસ્ટ વિશે જાણ થતાં જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.

    - Advertisement -

    આણંદ પોલીસે (Anand Police) નિહાર અહમદ સિંધી (Nihar Ahmed Sindhi) નામના એક શખ્સની ધરપકડ કરી છે. આરોપ છે કે, તેણે ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે રાષ્ટ્રવિરોધી અને પાકિસ્તાન સમર્થિત પોસ્ટ કરી હતી તથા ભારતીય સેનાના ‘ઑપરેશન સિંદૂર‘ને ‘આતંકવાદ’ ગણાવી દીધું હતું. આણંદ LCBએ તેની ધરપકડ કરીને ગુનો નોંધ્યો હોવાનું સામે આવ્યું છે. આ પહેલાં જ રાજ્ય પોલીસે નિર્દેશ આપ્યા હતા કે, સોશિયલ મીડિયા પર એવી સામગ્રી કે પોસ્ટ ન કરવી, જેથી પાકિસ્તાન સાથે સંઘર્ષ કરી રહેલા ભારતીય સશસ્ત્રબળોનું મનોબળ તૂટે.

    માહિતી અનુસાર, નિહાર અહમદ સિંધી મૂળ કચ્છ જિલ્લાના ભુજનો રહેવાસી છે અને આણંદમાં ADIT કોલેજમાં કમ્યુટર સાયન્સ એન્ડ ડિઝાઇનના અંતિમ વર્ષનો વિદ્યાર્થી છે. હાલ તે પુષ્પકમલ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો. તાજેતરમાં જ ભારતીય સેનાએ ‘ઑપરેશન સિંદૂર’ લૉન્ચ કરીને પાકિસ્તાન સ્થિત આતંકી ઠેકાણાંઓને ધ્વસ્ત કર્યા હતા. આ ઘટનાને લઈને આરોપી નિહારે સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી.

    ભારતીય સેનાની કાર્યવાહીને ગણાવી ‘આતંકવાદ’

    આરોપી નિહારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી અને પાકિસ્તાનમાં ચાલી રહેલી ભારતીય સેનાની કાર્યવાહીને ‘આતંકવાદ’ ગણાવી હતી. પોલીસને તેની પોસ્ટ વિશે જાણ થતાં જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. LCB તેની ધરપકડ કરીને શહીદ ચોકથી પુષ્પકમલ હોસ્ટેલ સુધી તેને ચાલીને લઈ ગઈ હતી. વધુમાં પોલીસે તેના સોશિયલ મીડિયા હેન્ડલની તપાસ કરી હતી અને બધી જ ગતિવિધિઓ વિશે પૂછપરછ પણ કરી હતી.

    - Advertisement -

    આરોપીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘ફ્રી પેલેસ્ટાઇન’ના મેસેજની સાથે-સાથે ઉર્દૂમાં એક લાઈન પણ લખેલી જોવા મળી હતી. તે લાઈનના શબ્દો હતા – ‘અલ્લાહ સિવાય કોઈ ઈશ્વર નથી. મુહમ્મદ અલ્લાહના રસૂલ છે.” આ સાથે જ તેની ઘણી પોસ્ટ અને સ્ટોરીમાં પણ પેલેસ્ટાઇન સંબંધિત ઘણા ફોટા અને મીમ્સ જોવા મળ્યા હતા.

    નોંધનીય છે કે, આણંદ સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે આરોપી નિહાર અહમદ વિરુદ્ધ BNSની કલમ 353(1)(b) અને 197(1)(d) હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ આરોપીની ધરપકડ કરીને તપાસ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. વધુમાં આ કેસમાં રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડિતતાને જોખમમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આરોપીનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને ભૂતકાળમાં રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરી છે કે કેમ તે વિશે પણ તપાસ હાથ ધરાઈ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં