મીડિયાનો એક મોટો વર્ગ ઈચ્છે છે કે જો કોઈ અપરાધમાં આરોપી મુસ્લિમ હોય, તો તેની ઓળખ છુપાવવામાં આવે. કોઈને તેમના નામ અને મઝહબ વિશે ખબર ન પડવી જોઈએ. એટલે જ તો મુસ્લિમો દ્વારા કરવામાં આવેલી હિંસા બાદ અપરાધીઓને ‘બિચારા’ સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તે આ બધું કરવા માટે ‘મજબૂર’ થયો જ કેમ? આ જ વર્ગની એક સભ્ય છે આરફા ખાનમ શેરવાની, જે સમોસામાં કોન્ડોમ નાંખવા અને હત્યા જેવા મુદ્દાઓ પર મુસ્લિમ આરોપીઓના નામ છૂપાવવા માંગે છે.
આગળ વધતા પહેલા 2 ઘટનાઓ પર એક નજર મારીએ. પ્રથમ ઘટના છે મહારાષ્ટ્રના પુણેની. જ્યાં રહીમ શેખ, અઝહર શેખ, મઝહર શેખ, ફિરોઝ શેખ અને વિક્કી શેખ નામના લોકોએ સમોસામાં કોન્ડોમ, ગુટખા અને પથ્થર જેવી વસ્તુઓ ભરીને લોકોને ખવડાવી દીધા. વાસ્તવમાં એક કંપનીમાં સમોસા સપ્લાય કરવાનો કોન્ટ્રકટ છીનવાઈ જવાથી અને તે કોન્ટ્રાક્ટ કોઈ બીજાને મળી જવાથી તેઓ અકળાઈ ઉઠ્યા અને આવી હરકત કરી. વાસ્તવમાં આમ કરવા પાછળ તેઓ જે-તે કંપનીને બદનામ કરવા માંગતા હતા. તેમણે નવી કંપનીમાં પોતાનો જ એક માણસ પ્લાન્ટ કરીને ઘટનાને અંજામ આપ્યો હતો.
બીજી ઘટના છે પંજાબના મોહાલીની, જ્યાં મુરાદાબાદના રહેવાસી અનસ કુરેશીએ પોતાની હિંદુ સ્ત્રી મિત્ર એકતાની ગળું કાપીને હત્યા કરી નાંખી. બંને 4 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. પડોશીઓએ ઘરે આવીને જોયું તો એકતાની લશ પલંગ નીચે લોહીલુહાણ હાલતમાં પડી હતી. CCTVમાં જોઈ શકાય છે કે અનસ કુરેશી રાત્રે અઢી વાગ્યે ઘરમાં ઘૂસે છે અને સવારે 5 વાગ્યે ત્યાંથી નીકળી જાય છે. એકતાનો પરિવાર તે સમયે જાગરણમાં ગયો હતો. કોઈ ધારદાર હથિયારથી ગરદનની ડાબી તરફ ઘા મારીને એકતાની હત્યા કરવામાં આવી હતી.
હવે આપ જ જણાવો. પ્રથમ ઘટનામાં શેખોના નામ અને બીજી ઘટનામાં કુરેશીનું નામ કોઈ મીડિયા સંસ્થાન પોતાના સમાચારોમાં લખે, તો તેમાં ખોટું શું છે? અપરાધ જો અબ્દુલે કર્યો હોય, તો તેનું નામ બદલીને ‘રમેશ’ કરી દેવું જોઈએ એમ? આમ પણ નામ બદલીને હિંદુ યુવતીઓને ફસાવવા અને પછી હત્યા કરવાવાળા ‘લવ જેહાદીઓ’ની સંખ્યા કાંઈ ઓછી નથી. આખરે મુસ્લિમ અપરાધીઓ પ્રત્યે આટલી દયાભાવના રાખવાની અપેક્ષા શા માટે રાખવામાં આવે છે?
હવે સીનમાં એન્ટ્રી થાય છે આરફા ખાનમ શેરવાનીની. ‘The Wire’માં તે સિનીયર એડિટર છે અને તેના પરથી જ અંદાજો મારો કે તે કેટલી વિશ્વસનીય હશે. તેમને અવારનવાર પોતાના ફોટોશોપ કરેલા ફોટા શેર કરવા માટે પણ ઓળખવામાં આવે છે. ખેર, આરફા ખાનમ શેરવાનીએ ઉરોક્ત બન્ને સમાચારોનો સ્ક્રિનશોટ શેર કરીને લખ્યું, “ભારતના 2 મુખ્ય સમાચાર પત્રકો TOI (ટાઈમ્સ ઓફ ઇન્ડીયા) અને HTએ (હિન્દુસ્તાન ટાઈમ્સ) કેવી રીતે 2 અલગ-અલગ અપરાધોમાં બેશરમીથી મુસ્લિમોને ટાર્ગેટ કરીને કવર કર્યું છે.”
આરફા ખાનમ શેરવાનીએ આગળ લખ્યું છે કે, ભારતની મેઈન સ્ટ્રીમ મીડિયા જ અહીંયાની ‘રવાંડા રેડિયો’ છે, દક્ષિણપંથી કચરો નહીં. ‘રવાંડા રેડિયો’ ત્યાની સરકારી મીડિયા એજન્સી છે, જેના પર અનેક વાર ખોટા સમાચાર અને ઘૃણા પ્રચાર કરવાના આરોપ લગતા આવ્યા છે. ‘ન્યુઝલોન્ડ્રી’એ પણ જૂન 2020માં એક લાંબો-લચક લેખ લખીને ભારતીય મીડિયાની તુલના ‘રવાંડા રેડિયો’ સાથે કરી હતી. મતલબ, ભારત જ્યાં સેંકડો મીડિયા સંસ્થાન છે, તે આવા ગણ્યા-ગાંઠ્યા લોકોની મનમરજીથી ખબરો ચલાવે તેવી તેમની ઈચ્છા છે.
Below is the sample of how India’s two major national newspapers – TOI and HT have covered two different crime related cases with blatant targeting of Muslims.
— Arfa Khanum Sherwani (@khanumarfa) April 9, 2024
India’s new Rawanda radio isn’t the Right Wing rags but the so called mainstream media. @timesofindia @htTweets pic.twitter.com/Lcb29vh0h7
તમે જ જુઓ, આરફા ખાનમ શેરવાનીને તકલીફ અપરાધ કરવાવાળાઓથી નથી, તકલીફ તે છે કે મીડિયા તે અપરાધને કવર કેમ કરી રહ્યું છે. આરફા ખાનમ શેરવાની આ દરમિયાન ગુજરાતના વડોદરાની એક ઘટનાનો ઉલ્લેખ કરવાનું ભૂલી ગયા, જે ઉપરની ઘટના સાથે મેળ ખાય છે. વડોદરામાં પ્રખ્યાત હુસેની સમોસાવાળો યુસુફ શેખ સમોસામાં ગૌમાંસ ભરીને વેચતો હતો. આ કેસમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ મામલે પણ આરફા ખાનમ શેરવાનીએ લખી નાંખવાની જરૂર હતી કે યુસુફ શેખનું નામ ન લો, તેનું નામ ‘રામપ્રસાદ’ લખો.
એકતા નામની જે હિંદુ યુવતીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી, આરફાને તેના પ્રત્યે કોઈ જ સહાનુભૂતિ નથી. આ હત્યાકાંડથી તેને કોઈ જ તકલીફ નથી, તેને તકલીફ તે છે કે હત્યારાનું નામ શા માટે લખ્યું. લોકોને ખબર કેમ પડી ગઈ કે આ ‘લવ જેહાદ’ છે અને હત્યારો મુસ્લિમ છે. મીડિયામાં પહેલા આ લોકોનું જ વર્ચસ્વ હતું, જે સમયે મોટા-મોટા છાપાં પણ મુસ્લિમોના અપરાધને ‘સમુદાય વિશેષ’ લખી-લખીને ઢાંકપીછોડો કરતા હતા. હિંદુઓના મામલામાં આવું ક્યારેય નથી થયું.
આમ તો આરફા ખાનમ શેરવાનીનું ‘ધ વાયર’ પ્રથમ ખબરને આ રીતે કવર કરી શકે કે- “હિંદુઓએ સમોસામાં કોન્ડોમ, પથ્થર અને ગુટખા ભરીને ખાધા, બાદમાં તાનાશાહી ભાજપ સરકારે મુસ્લિમનોની ધરપકડ કરી.” બીજી ખબરની હેડલાઈન કઈક આવી થઇ શકે, “મહિલાની લાશ મળી, તેના પ્રેમીની ધરપકડ કરી લેવામાં આવી- મોદીના ભારતમાં પ્રેમીઓનું ગળું ઘોંટવામાં આવી રહ્યું છે.” અને હા, આ એ જ આરફા ખાનામ શેરવાની છે, જે દિવસમાં દસ વાર હિંદુઓને ગાળો ન આપે ત્યાં સુધી તેને ખાવાનું પચતું નથી.
વિચારો, આરફા ખાનમ શેરવાનીએ પેલા CAAને ‘હિંદુત્વ નાગરિકતા’ કહેવડાવવાનું સમર્થન કર્યું હતું, જે અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનીસ્તાનના પીડિત અલ્પસંખ્યકોને ભારતમાં શરણ અને નાગરિકા મળી રહી છે. કોઈ તેમને પૂછે કે આમાં હિંદુત્વ ક્યાંથી આવી ગયું? ત્યારે તેમણે કહ્યું હતું કે કંગના રણૌત જેવી સેલિબ્રિટીને ‘હિંદુત્વ હીરોઝ’ના રૂપમાં પ્રચારિત કરવામાં આવી રહ્યા છે. તે PM નરેન્દ્ર મોદીએ ‘હિંદુત્વ રાજનીતિ’થી જોડી દેવામાં આવ્યા છે. અયોધ્યામાં બાબરી ધ્વંસ કરવાવાળાને તે ‘હિંદુત્વ ભીડ’ કહીને સંબોધી ચૂકી છે.
આટલામાં આરફા ખાનમ શેરવાનીનું જ્ઞાન ક્યાંથી સમજાય? એ જયારે કોઈ ઇફતાર પાર્ટીમાં ભાગ લે ત્યારે પણ હિંદુત્વને ગાળો આપે છે. તે હિંદુ ધર્મની તુલના તાલિબાન સાથે પણ કરી ચૂકી છે. ગાયના હત્યારાઓ પર NSA લગાવવા બદલ પણ તે હિંદુત્વને ગાળો આપી ચૂકી છે. વામપંથી ઈતિહાસકારોની પોલ ખોલવાવાળાને તે ‘હિંદુત્વ ઈતિહાસકાર’ કહી ચૂકી છે. આરફા ભલે મુસ્લિમ હોય, પણ હિંદુઓને હિંદુત્વનો ભેદ સમજાવે છે. અરે તે હિંદુઓને ફાંસીવાદી પણ કહી ચૂકી છે.
મતલબ, આરફા ખાનમ શેરવાની વગર કોઈ વાતે 100 વાર હિંદુ ધર્મને ગાળો ભાંડે તેનું કશું જ નહીં, પણ સમોસામાં કોન્ડોમ, પથ્થર અને ગુટખા નાંખીને ખવડાવવાવાળા કે પછી હિંદુ યુવતીની બર્બરતા પૂર્વક હત્યા કરવાવાળાનું નામ સમાચારોમાં લખાય તો તેના પેટમાં તેલ રેડાય છે. તેને મરચા લાગે કે મુસ્લિમ આરોપીઓની ઇસ્લામી છબી કેમ જાહેર કરવામાં આવે છે. 110 કરોડ હિંદુઓના દેશમાં હિંદુ ધર્મને ગાળો આપીને આરફા ખાનમ શેરવાની સુરક્ષિત છે, પણ તે છતાં તેની નજરમાં ગુંડા તો હિંદુઓ જ છે.