Thursday, July 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ'ભારતની કાશ્મીર નીતિ ફાસીવાદી': ટીકાઓ પછી પણ નાદાવ લેપિડે અકડ દેખાડી, અનુપમ...

  ‘ભારતની કાશ્મીર નીતિ ફાસીવાદી’: ટીકાઓ પછી પણ નાદાવ લેપિડે અકડ દેખાડી, અનુપમ ખેરે આપ્યો વળતો જવાબ

  અભિનેતા અનુપમ ખેરે કહ્યું હતું કે, “લોકોને સત્ય જેવું હોય છે તે જ રીતે જોવા અને રજૂ કરવાની આદત નથી હોતી. તેઓ તેમની મનપસંદ સુગંધ, તેમના મનપસંદ સ્વાદ, તેમના મનપસંદ રંગ કોટેડ, તેના પર શણગારીને જોવાની આદત હોય છે.

  - Advertisement -

  ગોવામાં આયોજિત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ના જ્યુરી હેડ અને ઈઝરાયલના ફિલ્મ નિર્માતા નાદવ લેપિડે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને વલ્ગર અને પ્રોપેગન્ડા ફિલ્મ ગણાવ્યા બાદ વિવાદ વધુ ઘેરો બન્યો છે. ઘણા ભારતીય અને ઇઝરાયેલ અધિકારીઓએ આ મુદ્દે નાદાવની સખત નિંદા કરી હતી અને તેમને માફી માંગવા કહ્યું હતું. તેમની સામે ફરિયાદ પણ નોંધાઈ હતી. મામલો વણસ્યા બાદ લેપિડે સમજાવવાની નિરર્થક કોશિશ કરી છે કે તેમણે શા માટે કાશ્મીર ફાઇલ્સ વિશે આવું નિવેદન આપ્યું હતું. બીજી તરફ, કાશ્મીર ફાઈલ્સ પર વિવાદિત નિવેદન બાદ લેપિડ પર અનુપમ ખેર આકરા પાણીએ જોવા મળ્યા હતા

  નાદાવ લેપિડને લઈને અનુપમ ખેરે કહ્યું કે, કેટલાક લોકો ‘કાશ્મીર ફાઇલ્સ’નું સત્ય પચાવી શકતા નથી.

  કાશ્મીર ફાઈલ્સમાં કામ કરી ચૂકેલા અભિનેતા અનુપમ ખેરે કહ્યું હતું કે, “લોકોને સત્ય જેવું હોય છે તે જ રીતે જોવા અને રજૂ કરવાની આદત નથી હોતી. તેઓ તેમની મનપસંદ સુગંધ, તેમના મનપસંદ સ્વાદ, તેમના મનપસંદ રંગ કોટેડ, તેના પર શણગારીને જોવાની આદત હોય છે. તેઓ કાશ્મીરનું સત્ય પચાવી શકતા નથી. તેઓ ઇચ્છે છે કે તેને કેટલાક રંગીન અને ખુશનુમા ચશ્મા દ્વારા જોવા અને બતાવવામાં આવે. છેલ્લા 25-30 વર્ષથી તેઓ આ જ કરી રહ્યા છે. આજે જ્યારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એ સત્યને જેવું છે તેવું રજૂ કર્યું છે, ત્યારે તેમને પીડા થાય છે.”

  - Advertisement -

  તેમણે એમ પણ કહ્યું કે, “જો તમે આ ભયાનક સત્ય ન જોઈ શકતા હોવ તો તમારું મોં અને આંખો બંધ કરી દો, પણ તેની મજાક ઉડાવવાનું બંધ કરો. અમે આ સત્યના ભોગ બન્યા છીએ. ભારત અને ઈઝરાયેલ સારા મિત્રો છે. બંને આતંકવાદનો ભોગ બન્યા છે. એક સામાન્ય ઇઝરાયલી કાશ્મીરી હિંદુઓની પીડાને સમજે છે. દરેક દેશમાં, તેના પોતાના જ દેશના દુશ્મનો હોય છે. આ પણ એક હકીકત છે.”

  બીજી તરફ, ઇઝરાયેલી ફિલ્મમેકરે કહ્યું કે, કાશ્મીરમાં ભારતીય નીતિને યોગ્ય ઠેરવતી ફિલ્મથી તેઓ આશ્ચર્યચકિત થયા છે. એવો પણ આરોપ છે કે તેમાં ફાસીવાદી વિશેષતાઓ છે અને આ ફિલ્મ 90ના દાયકામાં કાશ્મીરી હિંદુઓની હિજરત પર આધારિત છે. નાદાવે કહ્યું હતું કે આગામી વર્ષોમાં ઈઝરાયેલમાં પણ આવી ફિલ્મ બને તો તેમને નવાઈ લાગશે.

  સ્થાનિક મીડિયા Ynet સાથે વાત કરતાં તેમણે કહ્યું, “આ રીતે બોલવું અને રાજકીય નિવેદનો આપવાનું સરળ નહોતું. મને ખબર હતી કે આ એક એવી ઘટના છે, જે દેશ સાથે જોડાયેલી છે. અહીં દરેક લોકો સરકારના વખાણ કરે છે. તે સરળ પરિસ્થિતિ નથી, કારણ કે તમે અહીં મહેમાન તરીકે છો.”

  લેપિડે આગળ કહ્યું, “મને જ્યુરીના વડા તરીકે અહીં આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીં તમારી સાથે ખૂબ સારી રીતે વ્યવહાર કરવામાં આવે છે. આ ફંકશનમાં આવી રીતે પ્રતિક્રિયા આપવી એક આશંકા હતી. એક અસ્વસ્થતા હતી. મને ખબર ન હતી કે તેનું શું પરિણામ આવશે. તેથી મેં થોડી આશંકા વ્યક્ત કરી. હા, મેં આખો દિવસ ચિંતામાં પસાર કર્યો. ચાલો તેને આ રીતે યાદ રાખીએ કે હવે હું એરપોર્ટ પર જવાના માર્ગમાં ખુશ છું.”

  ઉલ્લેખનીય છે કે IFFI નો 53મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 20 નવેમ્બરથી 28 નવેમ્બર દરમિયાન ગોવામાં યોજાયો હતો. ફેસ્ટિવલના આયોજકોએ હેડ જ્યુરી તરીકે ઇઝરાયેલથી નાદાવ લેપિડને આમંત્રણ આપ્યું હતું. ફિલ્મ જોયા બાદ નાદાવે કહ્યું હતું કે તે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોઈને માત્ર આશ્ચર્યચકિત જ નથી પરંતુ પરેશાન પણ છે. નાદવ લેપિડે વધુમાં જણાવ્યું હતું કે તેમને આ ફિલ્મ દુષ્પ્રચાર લાગી, જે આ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવાને લાયક ન હતી.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં