Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ધ કાશ્મીર ફાઇલ્સ - એક પ્રોપગેંડા અને અશ્લિલ ફિલ્મ': ઇઝરાયેલના વામપંથી ફિલ્મ...

    ‘ધ કાશ્મીર ફાઇલ્સ – એક પ્રોપગેંડા અને અશ્લિલ ફિલ્મ’: ઇઝરાયેલના વામપંથી ફિલ્મ નિર્માતાએ IFFI ખાતે ‘હિંદુ નરસંહાર’ પર પ્રશ્નો ઉઠાવ્યા; કોંગ્રેસના નેતાઓએ કર્યું સમર્થન

    ભારતમાં ઇઝરાયેલના રાજદૂત કોબી શોશાની તેમના દેશના ફિલ્મ નિર્માતા નાદવ સાથે અસંમત હતા. કોબીએ કહ્યું કે તેની વિચારસરણી નાદવ લેપિડ કરતાં અલગ છે અને તે ફિલ્મના નિર્માતાઓને મળી ચૂક્યા છે.

    - Advertisement -

    ગોવામાં ચાલી રહેલા 53મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા એટલે કેIFFIના સમાપન સમયે ઈઝરાયેલી ફિલ્મ નિર્માતા નાદવ લેપિડને ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર નકારાત્મક ટિપ્પણી કરી હતી. ડાબેરી વિચારધારાના ઈઝરાયેલ નાદાવ લેપિડે આ ફિલ્મને એક ‘દુષ્પ્રચાર’ કરતી ફિલ્મ ગણાવી છે. તેમની આ ટિપ્પણી બાદ તેમને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ખુદ ઈઝરાયેલના રાજદૂત પણ તેમના દેશના ફિલ્મ નિર્માતા સાથે અસંમત હતા. પણ જે ઇઝરાયેલના વામપંથી ફિલ્મ નિર્માતાએ કશ્મીર ફાઈલ્સને અશ્લિલ ફિલ્મ કહી તેને સમર્થન આપવા કોંગ્રેસ મેદાને પડી છે.

    મીડિયા અહેવાલો અનુસાર, કાશ્મીરી હિંદુઓના નરસંહાર પર આધારિત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ 22 નવેમ્બર 2022 ના રોજ IFFI (International Film Festival of India)માં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ફેસ્ટિવલના આયોજકોએ હેડ જ્યુરી તરીકે ઇઝરાયેલથી નાદવ લેપિડને આમંત્રણ આપ્યું હતું. ફિલ્મ જોયા બાદ ઇઝરાયેલના વામપંથી ફિલ્મ નિર્માતાએ કશ્મીર ફાઈલ્સને નીચ ફિલ્મ કહી હતી. નદવે કહ્યું કે તે ધ કાશ્મીર ફાઇલ્સ જોયા બાદ માત્ર આશ્ચર્યચકિત જ નથી પરંતુ અપસેટ પણ છે. નદવે વધુમાં કહ્યું કે તેમને આ ફિલ્મ પ્રોપગેંડા લાગી જે આવા ફેસ્ટિવલમાં બતાવવાને લાયક ન હતી.

    જો કે, ભારતમાં ઇઝરાયેલના રાજદૂત કોબી શોશાની તેમના દેશના ફિલ્મ નિર્માતા નાદવ સાથે અસંમત હતા. કોબીએ કહ્યું કે તેની વિચારસરણી નાદવ લેપિડ કરતાં અલગ છે અને તે ફિલ્મના નિર્માતાઓને મળી ચૂક્યા છે. કોબીએ વધુમાં જણાવ્યું કે તેણે નદવને પણ તેમના અભિપ્રાય વિશે જાણ કરી છે.

    - Advertisement -

    નદવના નિવેદનનો ભારે વિરોધ

    ઈઝરાયેલના વામપંથી ફિલ્મ નિર્માતા નદાવ લેપિડના આ નિવેદનનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. ધ કાશ્મીર ફાઇલ્સના લીડ એક્ટર અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે, “જુઠ્ઠું ગમે તેટલું ઊંચું કેમ ન હોય. સત્યની સરખામણીમાં તે હંમેશા નાનું જ હોય છે.”

    બીજી તરફ, અન્ય એક ફિલ્મ નિર્માતા અશોક પંડિતે નદવને પેલેસ્ટાઈનનો સહાનુભૂતિ વાળા ગણાવતા માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે જેમણે લેપિડને જ્યુરીના વડા તરીકે નિયુક્ત કર્યા હતા.

    સાભાર ऑपइंडिया

    ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અભિનવ પ્રકાશે નદવને હિંદુ વિરોધી ગણાવ્યા છે.

    નાદવને કોંગ્રેસ અને શિવસેના ઉદ્ધવ જૂથનું સમર્થન

    શિવસેનાના ઉદ્ધવ જૂથના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ઈઝરાયેલના ફિલ્મ નિર્માતાનું સમર્થન કર્યું છે. પ્રિયંકાએ કાશ્મીર ફાઇલ્સ માટે નદવ દ્વારા ઉપયોગમાં લેવાયેલા પ્રોપગેંડા શબ્દને યોગ્ય ઠેરવ્યો છે.

    કોંગ્રેસ પાર્ટીના સોશિયલ મીડિયા ચેરપર્સન સુપ્રિયા શ્રીનાતે કાશ્મીર ફાઇલ્સ પર નાદવ લેપિડના નિવેદનને સમર્થન આપ્યું છે. તેમણે ભાજપ સરકાર પર દક્ષિણપંથીને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ લગાવ્યો. સુપ્રિયાએ કહ્યું કે કાશ્મીર ફાઈલ્સને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાએ નકારી કાઢી છે.

    કર્ણાટકના કોંગ્રેસના નેતા શ્રીનિવાસે પણ નદવની ક્લિપ શેર કરી હતી અને ફિલ્મને પ્રોપગેન્ડા ગણાવી હતી.

    કાશ્મીરી હિંદુઓ રડી પડ્યા હતા

    નોંધનીય રીતે ધ કાશ્મીર ફાઇલ્સ 11 માર્ચ 2022 ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓને કાશ્મીરમાં હિંદુઓની કત્લેઆમ કરતા બતાવવામાં આવ્યા હતા. 90ના દાયકામાં કાશ્મીર છોડીને ભાગી ગયેલા હિંદુઓએ આ ફિલ્મ જોયા પછી તેને સંપૂર્ણ સાચી અને પોતાની સાથે ઘટેલી દુર્ઘટના કહી હતી. ફિલ્મ દરમિયાન જ સિનેમા હોલમાં રડતા હોય ઘણા દર્શકોના વીડિયો વાયરલ થયા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં