ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બરેલી (Bareilly) જિલ્લામાં પુલ પરથી નદીમાં કાર પડી જવાના પગલે થયેલ અકસ્માતને હજી તો ગણતરીના દિવસો વીત્યા છે, ત્યાં તો ગૂગલ મેપના (Google Map) કારણે આવો બીજો એક અકસ્માત (Car Accident) સર્જાયો હતો. બરેલીમાં જ ગૂગલ મેપ મુજબ જઈ રહેલી એક કાર ત્રણ જણા સાથે કેનાલમાં (Canal) પડી હતી. જોકે કેનાલમાં પાણી ન હોવાના કારણે સદનસીબે બચી ગયા હતા. પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને ત્રણ જણાનું મેડિકલ ચેકઅપ કરાવી તેમને ઘરે પરત મોકલી દીધા હતા.
અહેવાલો મુજબ, આ અકસ્માત બરેલીના ઇજ્જત નગર પોલીસ સ્ટેશન વિસ્તારના પીલીભીત રોડ પર થયો હતો. કાનપુરનો રહેવાસી દિવ્યાંશુ પીલીભીત જિલ્લામાં એક લગ્નમાં હાજરી આપવા માટે મંગળવારે (3 ડિસેમ્બર) સવારે લગભગ 5 વાગ્યે તેના બે મિત્રો સાથે કારમાં જઈ રહ્યો હતો. ગૂગલ મેપ જે રીતે ડિરેક્શન આપે તે અનુસાર તે કાર ચલાવી રહ્યો હતો. ત્યારે તેની કાર કલાપુરની એક કેનાલમાં પડી ગઈ હતી.
Bareilly में गूगल मैप्स के चलते एक और हादसा, नहर में जा गिरी कार; भीतर बैठे तीन लोग बाल-बाल बचे#Bareilly #UPNews #GoogleMaps #Accident #UttarPradesh
— Zee News (@ZeeNews) December 3, 2024
उत्तर प्रदेश के बरेली में एक बड़ा हादसा होते-होते रह गया. गूगल मैप्स से डायरेक्शन लेकर चल रही एक कार नहर में जा गिरी. गनीमत रही… pic.twitter.com/61f6SYUCfn
ઉલ્લેખનીય છે કે, બરકાપુર તિરાહા ગામ પાસે કલાપુર કેનાલ પાસેનો રસ્તો તોડી નાખવામાં આવ્યો છે. સ્થાનિક લોકો અને પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર કેનાલમાં પડી જતાં કાર પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે કેનાલમાં પાણી નહોતું જો કેનાલમાં પાણી હોત તો મોટી હોનારત સર્જાઈ હોત.
પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ હાઇડ્રા મશીન સાથે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. તથા તાત્કાલિક કાર્યવાહી કરીને કારને બહાર કાઢી હતી. જેમાંથી કારમાં સવાર કારચાલક સહિત તેના 2 મિત્રોને બચાવી લેવામાં આવ્યા હતા, તથા તેમનું મેડિકલ ચેકઅપ કરીને પરત મોકલી દેવામાં આવ્યા હતા.
ગૂગલ મેપના કારણે ગુમાવ્યા હતા 3 લોકોએ જીવ
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ તાજેતરમાં જ આવી એક ઘટના બની હતી જેણે લોકોનો ગૂગલ મેપ પરથી વિશ્વાસ ઉઠાડી દીધો હતો. ઉત્તર પ્રદેશના જ બરેલી જિલ્લામાં આવી ઘટના બની હતી જેમાં 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. 24 નવેમ્બરના રોજ ફરીદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૂગલ મેપ દ્વારા અર્ધનિર્મિત બ્રિજ પરથી રસ્તો દર્શાવવાના કારણે એક કાર બરેલી બદાયું બોર્ડર પર રામગંગા નદી પરના પુલ પરથી રામગંગા નદીમાં પડી ગઈ હતી.
આ ઘટનામાં કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ફરુખાબાદના રહેવાસી અજીત ઉર્ફે વિવેક અને નીતિન બંને પિતરાઈ ભાઈઓ મૈનપુરીના રહેવાસી તેમના મિત્ર અમિત સાથે એક લગ્નમાં હાજરી આપવા ગુરુગ્રામથી કારમાં બરેલીના ફરીદપુર આવી રહ્યા હતા. આ દરમિયાન ઘટેલી ઘટનામાં ત્રણેયે પોતાનો જીવ ગુમાવ્યો હતો.