Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસોશિયલ મીડિયા પર મિત્રતા કરી, ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારાફરતી દુષ્કર્મ...

    સોશિયલ મીડિયા પર મિત્રતા કરી, ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારાફરતી દુષ્કર્મ કર્યું: 15 વર્ષીય સગીરાની ફરિયાદ પર ફરહાન અને અમાનની ધરપકડ- આણંદનો મામલો

    સગીરાના પરિવારે આણંદમાં આવેલા ખંભોળજ પોલીસ મથકે બંને મોહંમદ ફરહાન સાહિદ વ્હોરા અને અમાન શકીલ વ્હોરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતાં પોલીસે ગુનો દાખલ કરીને બંને યુવકોની ધરપકડ કરી લીધી હતી.

    - Advertisement -

    સોશિયલ મીડિયાનો દુરૂપયોગ કરી મુસ્લિમ યુવકો દ્વારા સગીરાઓને પ્રેમજાળમાં ફસાવવાના કેસો અવારનવાર સામે આવતા રહ્યા છે. આવી જ એક ઘટના આણંદમાં પણ સામે આવી છે. અહીં ખંભોળજમાં 15 વર્ષીય સગીરા સાથે મિત્રતા કરી દુષ્કર્મ આચરવા મામલે 2 મુસ્લિમ યુવકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમની ઓળખ ફરહાન વ્હોરા અને અમાન વ્હોરા તરીકે થઇ છે. તેમની ઉપર સગીરાના ફોટા પાડીને બ્લેકમેલિંગ કરી દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે. પરિવારની ફરિયાદના આધારે ખંભોળજ પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, સગીર વિદ્યાર્થીની અને ફરહાન વ્હોરા બંને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ બન્યા હતા. ત્યારપછી બંનેને રૂબરૂ પણ મળવાનું થયું હતું. પરિચય આગળ વધતાં ફરહાને સગીરાના કેટલાક ફોટાઓ પણ લીધા હતા. આ ફોટાના આધારે બ્લેકમેલ કરીને આરોપી સગીરાને આણંદ બોલાવી દુષ્કૃત્યો કરતો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ફરહાને સગીરાને તેના ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી હતી. થોડા સમય બાદ સગીરાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અમાન વ્હોરા નામના એક યુવકની રિકવેસ્ટ આવી હતી, જોકે તેણે સ્વીકારી ન હતી. પરંતુ ફરહાને તેને ફોન કરી ધમકાવીને અમાનની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવા દબાણ કર્યું હતું.

    ત્યારબાદ સગીરા અને અમાન વ્હોરા વચ્ચે સોશિયલ મીડિયા પર મિત્રતા થઇ હતી. જોકે, આગાઉ ફરહાન સાથે મિત્રતા રાખીને ત્રાસ પામી ગયેલી પીડિતા અમાનને મળવાની ના પાડતી રહેતી હતી. તેમ છતાં એક દિવસ અમાન વ્હોરા સગીરાને મનાવી ફોસલાવીને સિનેમાઘરમાં ફિલ્મ જોવાના બહાને ત્યાં લઇ ગયો હતો. જ્યાં તેણે શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ છે.

    - Advertisement -

    મુસ્લિમ યુવકથી કંટાળેલી સગીરાએ આખરે પરિવારના સભ્યોને જાણ કરી હતી. સગીરાના પરિવારે આણંદમાં આવેલા ખંભોળજ પોલીસ મથકે બંને મોહંમદ ફરહાન સાહિદ વ્હોરા અને અમાન શકીલ વ્હોરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતાં પોલીસે ગુનો દાખલ કરીને બંને યુવકોની ધરપકડ કરી લીધી હતી.

    અગાઉ પણ આવી ઘટના સામે આવી હતી

    આણંદના જ ઉમરેઠમાં તાજેતરમાં આવો એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં ત્રણ મુસ્લિમ યુવકો પર એક 17 વર્ષીય સગીરાના શોષણનો આરોપ લાગ્યો હતો. વિદ્યાર્થીની તેની મિત્ર મારફતે રાહિલ, ઓવૈસી અને અન્યોના સંપર્કમાં આવી હતી. આ ત્રણેય આરોપી ઉમરેઠમાં રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેઓ વિદ્યાર્થીનીને ઉમરેઠ બસ સ્ટેન્ડથી રીક્ષામાં બેસાડી કોલેજ લઇ જતા હતા અને છૂટતી વખતે સગીરાને કોલેજથી ઉમરેઠ લાવતા હતા. આ દરમિયાન આ ત્રણેય પીડિતાની ઠઠ્ઠા મશ્કરી કરી ઘણી વખત પ્રપોઝ પણ કર્યું હતું.

    સગીરાને કોલેજથી ઉમરેઠ લઇ જતી વખતે મુસ્લિમ યુવકોએ તેના ફોટા પાડી લીધા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર બ્લેકમેલ કરતા હતા. આ ત્રણેય મુસ્લિમ યુવકોએ સગીરાને ઉમરેઠ લાવતી વખતે સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. તેમજ કોલેજ અપડાઉન કરવા અને સંબંધ જાળવી રાખવા પણ ધમકી આપી હતી. ત્યારબાદ સગીરાએ આખો મામલો તેના પરિવારને જાણ કરતાં તેમણે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ પર IPC અને પોક્સો સહિતના ગુનાઓ નોંધી ધરપકડ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં