Sunday, May 5, 2024
More
    હોમપેજગુજરાતઆણંદના ઉમરેઠમાં 17 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ, રાહિલ, ઓવૈસી અને મોમિન...

    આણંદના ઉમરેઠમાં 17 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ, રાહિલ, ઓવૈસી અને મોમિન સામે ગુનો: એકની ધરપકડ, બાકીના બેની શોધખોળ ચાલુ

    સગીરાએ ત્રાસી જઈને માતાપિતાને જાણ કરતાં ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે IPC અને પોક્સોની કલમો હેઠળ કેસ દાખલ કરીને એકની ધરપકડ કરી.

    - Advertisement -

    આણંદના ઉમરેઠમાં એક સગીરા સાથે ત્રણ મુસ્લિમ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું મામલો સામે આવ્યો છે. જેને લઈને ઉમરેઠ પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ કરીને એકની ધરપકડ કરી લીધી હતી, જ્યારે બાકીના બેની શોધખોળ ચાલી રહી છે. પકડાયેલા આરોપીનું નામ રાહુલ અલ્લારખાં વ્હોરા હોવાનું જાણવા મળ્યું છે. 

    ઉમરેઠ રહેતી 17 વર્ષીય વિદ્યાર્થીની આણંદની એક ખાનગી કોલેજમાં અભ્યાસ કરે છે. થોડા સમય પહેલાં તે તેની એક મિત્ર મારફતે રાહિલ અને અન્યોના સંપર્કમાં આવી હતી. અન્ય બે આરોપીઓની ઓળખ મોમિન અને ઓવૈસી તરીકે થઇ છે. થોડા સમય પહેલાં જેણે મિત્રતા કરાવી હતી એ બહેનપણી વિદેશ જતી રહી હતી પરંતુ આ ત્રણેયે પીડિતા સાથે સંપર્ક ચાલુ રાખ્યો હતો અને અવારનવાર મળવા હતા. 

    ત્રણેય આરોપીઓ ઉમરેઠમાં રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. તેઓ સગીરાને ઉમરેઠ બસ સ્ટેન્ડથી રિક્ષામાં બેસાડીને આણંદ ખાતે તેની કોલેજે લઇ જતા અને છૂટતી વેળા ઉમરેઠ લાવતા હતા. આરોપ છે કે આ દરમ્યાન ત્રણેય પીડિતાની ઠઠ્ઠા મશ્કરી કરતા અને ઘણી વખત પ્રપોઝ પણ કર્યું હતું. 

    - Advertisement -

    રાહિલની ધરપકડ બાદ પોલીસે પ્રેસનોટમાં જણાવ્યું હતું કે, તેણે સૌપ્રથમ મિત્રતા કેળવીને સગીરાની એકલતાનો લાભ લઈને રિક્ષામાં અપડાઉન કરતી વખતે ફોટા પાડી લીધા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકીઓ આપી તે બ્લેકમેલ કરવા માંડ્યો હતો. આરોપ છે કે આણંદથી ઉમરેઠ જતાં રિક્ષામાં ત્રણેયે સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું તેમજ રિક્ષામાં અપડાઉન કરવા અને સબંધો જાળવી રાખવા માટે ધાકધમકી આપવામાં આવી હતી. 

    આખરે સગીરાએ ત્રાસીને તેના માતા-પિતાને સમગ્ર બાબતની જાણ કરતાં તેમણે ઉમરેઠ પોલીસ મથકે જઈને ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસે રાહિલ સહિત ત્રણ આરોપીઓ સામે IPCની કલમ 376(2)(j), 376(2)(l), 354(d), 506 તેમજ પોક્સો એક્ટની કલમ 6, 10, 12 હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરવા માટે શોધખોળ શરૂ કરી હતી. જેમાં ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી રાહિલ વ્હોરાને પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે બાકીના બે હાલ ફરાર છે, જેમની શોધખોળ હાલ ચાલી રહી છે. તેમની ધરપકડ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં