દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનોએ જે નવી શરૂ કરેલી અગ્નિપથ યોજનાને ઢાંકી દીધી છે, તેના માટે વૈજ્ઞાનિક અને રાજકીય વિવેચક આનંદ રંગનાથન સમજદારીના અવાજ તરીકે ઉભરી આવ્યા છે. ગુરુવારે (16 જૂન) ટાઈમ્સ નાઉ પરની ચર્ચા દરમિયાન, આનંદ રંગનાથને સૈન્ય ભરતી યોજનાને સમર્થન આપવાના 7 કારણોની યાદી આપી હતી. ખૂબ જ શરૂઆતમાં, તેમણે ધ્યાન દોર્યું હતું કે અગ્નિપથ યોજનાને ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખના વડાઓનું સ્પષ્ટ સમર્થન છે.
“દશકો અને અનેક સરકારો દરમિયાન, હું એક પણ ઉદાહરણ વિશે વિચારી શકતો નથી કે જ્યારે આપણા આર્મી વડાઓએ જાની જોઈને એવો એક પીએન નિર્ણય લીધો હોય જે સશસ્ત્ર દળો અથવા રાષ્ટ્રના હિતમાં ન હોય. જો તેઓ આ યોજનાને સમર્થન આપતા હોય, તો પછી, તેઓએ આ યોજના પર એકસાથે વિચારવિમર્શ, અધ્યયન કર્યું હશે અને તમામ સંભવિત અવરોધોને દૂર કર્યા હશે,” તેમણે ટિપ્પણી કરી.
Seven reasons why I support Agniveer. pic.twitter.com/wWR01CUFxj
— Anand Ranganathan (@ARanganathan72) June 16, 2022
સ્વર્ગસ્થ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને ટાંકીને આનંદ રંગનાથને ભારપૂર્વક જણાવ્યું હતું કે સશસ્ત્ર દળો રોજગાર યોજનાઓ નથી. તેમણે કહ્યું, “તેઓ મનરેગા નથી. હું દિલગીર છું. વાસ્તવમાં, તેઓ પ્રવેશ મેળવવા માટે સૌથી મુશ્કેલ દળો અને સ્થાનોમાંથી એક હોવા જોઈએ અને છે પણ.”
“માત્ર શ્રેષ્ઠની પસંદગી કરવી જોઈએ અને એકવાર તેઓ (પસંદ થયા પછી), તેઓનું નિયમિત પરીક્ષણ થવું જોઈએ જેથી તેઓ શ્રેષ્ઠ રહે. જો આપણા સૈન્યને લાગે છે કે મેરિટ-આધારિત સ્પર્ધાઓના બહુવિધ રાઉન્ડ હોવા જોઈએ, તો દરેક રીતે, તેને આવી નીતિ લાગુ કરવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ.” તેમણે વધુમાં ઉમેર્યું.
ત્રીજે મુદ્દામાં, આનંદ રંગનાથને ધ્યાન દોર્યું કે આવી ભરતી યોજનાઓ ચીન, રશિયા, ફ્રાન્સ અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત અન્ય દેશોમાં પણ પ્રચલિત છે. “ભારત અપવાદ નથી,” તેમણે કહ્યું હતું.
આનંદ રંગનાથને અગ્નિપથ યોજનાના લાભો પર પ્રકાશ પાડ્યો
વિદેશી આક્રમણની સ્થિતિમાં રાષ્ટ્રનું ભાવિ તેના સશસ્ત્ર દળો પર નિર્ભર છે તે જોતાં, તેમણે એક યુવાન અને યોગ્ય સૈન્યની જરૂરિયાત પર ભાર મૂક્યો. “UPSC અને IIT માં બહુ-સ્તરીય પસંદગી પ્રક્રિયા હોય છે. તો સૈન્ય દળો કેમ નહીં,” આનંદ રંગનાથને પૂછ્યું.
રાજકીય વિવેચકે પછી અગ્નિપથ યોજનાની યોગ્યતાઓમાં ઊંડા ઉતર્યા હતા. “તમારી પાસે મેરિટ-આધારિત સમાવેશ છે, જે પછી તમને 4 વર્ષ માટે તાલીમ આપવામાં આવે છે. તેના અંતે, તમે 10 લાખથી વધુ એકઠા કરો છો અને પછી તમને સંરક્ષણ દળોમાં પદ માટે વધુ સ્પર્ધા કરવાની તક મળે છે.” તેમણે કહ્યું.
આનંદ રંગનાથને ઉમેર્યું, “જે લોકો આ બીજા પગલામાં સફળ થતા નથી, તેઓ ડિગ્રી, 10 લાખ, આટલી નાની ઉંમરે દેશની સેવા કરવા અને શિસ્ત અને રાષ્ટ્ર સેવાના મૂલ્યો કેળવવાના ઝળહળતા પ્રમાણપત્ર સાથે બહાર આવે છે.”.
તેમણે ધ્યાન દોર્યું કે કેટલાંય રાજ્યો હવે અગ્નિવીરોને પોલીસ દળો, અર્ધલશ્કરી સેવાઓ અને અન્ય એજન્સીઓમાં સામેલ કરવા વિશે વિચારી રહ્યાં છે. “હું 21 વર્ષના યુવાનના આનાથી સારા બાયોડેટા વિશે વિચારી શકતો નથી, શું તમે વિચારી શકો?” તેમણે પૂછ્યું.
ત્રાસવાદી સંગઠનોમાં અગ્નિવીરોની નિમણૂક અને ભરતીના દાવાઓને ફગાવી દીધા
છઠ્ઠા મુદ્દામાં, રાજકીય વિવેચકે એવા દાવાઓ અને ધારણાઓને નકારી કાઢી હતી કે અગ્નિવીરોને ભારતીય સશસ્ત્ર દળો સાથેનો તેમનો કાર્યકાળ પૂરો થવા પર અંડરવર્લ્ડ અને આતંકવાદી સંગઠનો દ્વારા ભરતી કરવામાં આવશે.
“મને માફ કરજો પણ આ હાસ્યાસ્પદ છે. આ કહેવું એટલું જ હાસ્યાસ્પદ છે કે એકવાર ઓલિમ્પિક બોક્સિંગ અથવા શોટ પુટ માટે રાષ્ટ્રીય ટીમ માટે નકારવામાં આવે તો, હજારો બોક્સર અને શોટ પુટરને પથ્થરબાજો અને ઠગ દ્વારા ભરતી કરવામાં આવશે,” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
આનંદ રંગનાથને તેમના પ્રેક્ષકોને આંધળી રીતે એ લોકોનો ભસોસો ન કરવા વિનંતી કરી, જેઓ ભારતીય વડા પ્રધાન પ્રત્યેની તિરસ્કારના કારણે ગરીબો માટે શૌચાલય સુદ્ધાંનો વિરોધ કરે છે. તેમણે તેના દર્શકો માટે સાવચેતીનો એક શબ્દ પણ ઉમેર્યો.
“અમે જોયું છે કે કેવી રીતે આ સરકાર વારંવાર અગત્યની યોજનાઓ અને નીતિઓ લાવે છે પરંતુ વિપક્ષના ઉશ્કેરણી અને શેરી હિંસાની પ્રતિક્રિયામાં, ઉતાવળે પીછેહઠ કરે છે. કૃષિ કાયદા, માત્ર એક ઝળહળતું ઉદાહરણ છે. કોણ જાણે છે કે આ સરકાર આ યોજનાને પણ પાછી લઈ શકે છે, જે દયાજનક વાત હશે,” તેમણે તારણ કાઢ્યું.
વિદ્યાર્થીઓની માંગણીઓ અને હિંસક વિરોધ
સશસ્ત્ર દળના ઉમેદવારોની એક ફરિયાદ એ છે કે નવી યોજના હેઠળ ભરતી કરાયેલા માત્ર 25% અગ્નિવીરોને સંપૂર્ણ મુદત માટે ચાલુ રાખવાની તક મળશે. ઘણા લોકો પેન્શનરી લાભોના અભાવને લઈને પણ રડ્યા કરે છે.
કેટલાક વિદ્યાર્થીઓએ એવી પણ ફરિયાદ કરી છે કે કોરોનાવાયરસ ફાટી નીકળવાના કારણે ભારતીય સેનામાં ભરતી 2 વર્ષના સમયગાળા માટે રોકી દેવામાં આવી હતી. તેઓ દાવો કરે છે કે નવી યોજનાના અમલીકરણ સાથે તેમનું ભવિષ્ય અંધકારમાં ઘેરાઈ જશે.
“ભારતીય સૈન્ય પરીક્ષાઓની તૈયારી કરવામાં અમને 3 વર્ષ લાગે છે. અમે 3 વર્ષ માટે તૈયારી કરીએ છીએ અને માત્ર 4 વર્ષ જ સેવા આપીએ છીએ. અમે નિવૃત્ત થયા પછી અમારા માટે શું છે? સરકાર કહી રહી છે કે અમે આઈટી સેક્ટરમાં જોડાઈશું. હું શું કરીશ? સુરક્ષા ગાર્ડ બનીશ. શું હું તેની તૈયારી કરી રહ્યો છું?” ન્યૂઝ 24 પર એક વિરોધકર્તાએ જણાવ્યું હતું.
રાજ્યને ખંડણીરૂપે થોભાવી દેવા અને સરકારને અગ્નિપથ યોજના પાછી ખેંચવા દબાણ કરવા માટે, વિદ્યાર્થીઓએ હિંસા અને તોડફોડનો આશરો લીધો હતો. બિહાર, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં ખાનગી અને જાહેર સંપત્તિને નુકસાન અને મોટા પાયે આગચંપીના હુમલા જોવા મળ્યા હતા.
સશસ્ત્ર દળોના ઉમેદવારો દ્વારા સર્જાયેલી વિકટ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિએ ભૂતપૂર્વ આર્મી જનરલ વી.કે. સિંહને એવો નિયમ બનાવવા દબાણ કર્યું કે તેઓ ભારતીય સેનાનો ભાગ બનવા માટે અયોગ્ય છે.