Wednesday, May 8, 2024
More
    હોમપેજક્રાઈમમહંમદ અર્શે ઘરે બોલાવીને બળાત્કાર કર્યો, જાનથી મારી નાંખવાની અને બદનામ કરવાની...

    મહંમદ અર્શે ઘરે બોલાવીને બળાત્કાર કર્યો, જાનથી મારી નાંખવાની અને બદનામ કરવાની ધમકી આપી: આણંદમાં વધુ એક હિંદુ યુવતી બની શિકાર, કેસ દાખલ

    સાથે ભણતા મહંમદ અર્શ મકસુદ વ્હોરા નામના યુવકે તેની સાથે મિત્રતા કેળવી હતી. મિત્રતા થયા બાદ બંને અવારનવાર ફોન પર વાતો કરતા આ દરમિયાન મહંમદ અર્શે પીડિતાને વિશ્વાસમાં લઇ પોતાના ઘરે બોલાવી હતી. ઘરે બોલાવ્યા બાદ આરોપીએ લગ્નની લાલચ આપી પીડિતા પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો.

    - Advertisement -

    વિદ્યાનું ધામ ગણાતા આણંદમાં ફરી એક વાર હિંદુ યુવતી બળાત્કારનો ભોગ બની છે. આણંદમાં મહંમદ અર્શે હિંદુ યુવતીને ફ્લેટ પર લઈ જઈ બળાત્કાર કર્યો અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી. મુસ્લિમ યુવકે સાથે ભણતી હિંદુ યુવતી સાથે મિત્રતા કેળવીને પહેલા પોતાની વાતોમાં ફસાવી હતી, જે બાદ મોકો જોઈ તેને 100 ફૂટ રોડ પર આવેલી લક્ષ્મીવિલા ફ્લેટમાં લઈ જઈ હવસનો શિકાર બનાવી હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    મળતી માહિતી અનુસાર આણંદથી નજીક આવેલા એક ગામમાં રહેતી હિંદુ યુવતી આણંદમાં આવેલી ખાનગી કોલેજમાં અભ્યાસ કરે છે. તેવામાં તેની સાથે ભણતા મહંમદ અર્શ મકસુદ વ્હોરા નામના યુવકે તેની સાથે મિત્રતા કેળવી હતી. મિત્રતા થયા બાદ બંને અવારનવાર ફોન પર વાતો કરતા આ દરમિયાન મહંમદ અર્શે પીડિતાને વિશ્વાસમાં લઇ પોતાના ઘરે બોલાવી હતી. ઘરે બોલાવ્યા બાદ આરોપીએ લગ્નની લાલચ આપી પીડિતા પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો.

    આણંદમાં હિંદુ યુવતીને બળાત્કાર કર્યા બાદ પણ મહંમદ અર્શને સંતોષ નહોતો થયો. તે વારંવાર પીડિતાને સંબંધો જાહેર કરવાની અને કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતો રહેતો હતો. ધમકીઓથી ત્રાસેલી પીડિતાએ આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં મહંમદ અર્શ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી મહંમદ અર્શ મકસુદ વ્હોરાની તેના ઘરેથી ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસે આરોપીના રિમાન્ડ મેળ‌‌વવાની કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -

    આ પહેલા સાહિલ વ્હોરાએ હિંદુ પરિણીતાને પીંખી હતી

    ઉલ્લેખનીય છે કે આણંદમાં આ પહેલી ઘટના નથી જેમાં હિંદુ યુવતી ધાકધમકીથી બળાત્કારનો ભોગ બની હોય. આ પહેલા એક 25 વર્ષીય હિંદુ પરિણીતાએ એક મુસ્લિમ યુવક સામે પ્રેમજાળમાં ફસાવીને ચેટ વાયરલ કરીને બરબાદ કરી દેવાની ધમકી આપી અઢી વર્ષ સુધી રેપ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

    યુવતીએ ફરિયાદમાં યુવક સામે તેનો પીછો કરીને નંબર મેળવી લીધો હતો. જે બાદ ચેટિંગ કરી તે વાયરલ કરીને જીવન બરબાદ કરી નાંખવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ આવી ધમકીઓ આપીને તેના પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ મામલે દુષ્કર્મની કલમ હેઠળ આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં