Friday, October 18, 2024
More
    હોમપેજરાજકારણ‘પંથ અને પરિવારમાંથી પંથ પહેલાં...’: માતાએ કહ્યું હતું- તે ખાલિસ્તાની નથી, અમૃતપાલ...

    ‘પંથ અને પરિવારમાંથી પંથ પહેલાં…’: માતાએ કહ્યું હતું- તે ખાલિસ્તાની નથી, અમૃતપાલ સિંઘે નિવેદન નકારીને પોતાના જ પરિવારને આપી દીધી ચેતવણી

    અમૃતપાલે લખ્યું કે, "હું મારા પરિવારને સલાહ આપું છું કે, શીખ રાજ્ય પર સમાધાન વિશે વિચારવું પણ અસ્વીકાર્ય છે. આશા છે કે, ભવિષ્યમાં આ ભૂલનું પુનરાવર્તન નહીં થાય. તે કહેવું ઘણી દૂરની વાત છે કે, ભવિષ્યમાં વિચારતી વખતે આવી ભૂલ ન કરવી જોઈએ."

    - Advertisement -

    પંજાબની ખંડૂર સાહિબ લોકસભા બેઠકથી ચૂંટણી જીતનાર ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘે શુક્રવાર (5 જુલાઈ, 2024)ના રોજ સંસદ સભ્ય તરીકે શપથ લીધા હતા. અમૃતપાલ સેફ હાઉસમાં લગભગ 50 મિનિટ સુધી તેના પિતા અને કાકાને મળ્યો હતો. આ પછી તેને આસામની દિબ્રુગઢ જેલમાં લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન અમૃતપાલનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે પોતાને ખાલસા પંથનો પુત્ર ગણાવ્યો અને ખાલસા રાજ્યની માંગને પણ વ્યાજબી ગણાવી છે. તેનું આ નિવેદન તેની માતાના એક બયાન બાદ આવ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે અમૃતપાલ સિંઘ ખાલિસ્તાની નથી.

    ‘વારિસ પંજાબ દે’ નામના ખાલિસ્તાન સમર્થક સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંઘે પોતાને પોતાની માતાના નિવેદનથી પણ વિરુદ્ધ ગણાવી દીધો છે. અમૃતપાલની માતાએ કહ્યું હતું કે, પંજાબના યુવાનોના પક્ષમાં બોલવાથી અમૃતપાલ ‘ખાલિસ્તાન સમર્થક’ નથી બની જતો. તે ખાલિસ્તાન સમર્થક નથી. તેમણે કહ્યું, “અમૃતપાલે બંધારણના દાયરામાં રહીને ચૂંટણી લડી હતી અને હવે તેને ખાલિસ્તાન સમર્થક ન કહેવો જોઈએ.”

    માતાના આ નિવેદન બાદ શનિવારે (6 જુલાઈ 2024) અમૃતપાલની સોશિયલ મીડિયા સાઇટ X પરથી એક પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “જ્યારે મને માતાજી દ્વારા આપવામાં આવેલા નિવેદન વિશે ખબર પડી ત્યારે મને ખૂબ જ દુઃખ થયું. મને વિશ્વાસ છે કે, તેમણે અજાણતાં આ નિવેદન આપ્યું હશે, તેમ છતાં મારા પરિવાર કે મને સમર્થન આપનાર કોઈપણ વ્યક્તિ તરફથી આવું નિવેદન આવવું જોઈએ નહીં.”

    - Advertisement -

    અમૃતપાલના X હેન્ડલ પર આગળ લખવામાં આવ્યું કે, “ખાલસા રાજ્યનું સ્વપ્ન જોવું એ કોઈ ગુનો નથી, તે ગર્વની વાત છે. જે માર્ગ માટે લાખો શીખોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે, તે માર્ગથી પીછેહઠ કરવાનું અમે સપનું પણ નથી જોઈ શકતા. મેં સ્ટેજ પરથી બોલતી વખતે ઘણી વાર કહ્યું છે કે, જો મારે પંથ અને કુટુંબ વચ્ચે પસંદગી કરવી હોય તો હું હંમેશા પંથને પસંદ કરીશ.”

    વધુમાં કહેવામાં આવ્યું કે, “ઇતિહાસનું વાક્ય આ સંદર્ભમાં ખૂબ જ સચોટ છે જ્યાં બંદા સિંઘ બહાદુરનો 14 વર્ષનો યુવાન સાથીદાર આ સિદ્ધાંતનું મુખ્ય ઉદાહરણ છે. જ્યારે માતાએ તેના પુત્રને બચાવવા માટે શીખ હોવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે કિશોરે કહ્યું કે, જો તે શીખ નથી તો તે તેની માતા પણ નથી. આ ઘટના માટે આ ઉદાહરણ ખૂબ સટીક છે, પરંતુ સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણથી તે સમજી શકાય તેવું છે.” તે આગળ લખે છે કે, “આ માટે હું મારા પરિવારને સલાહ આપું છું કે, શીખ રાજ્ય પર સમાધાન વિશે વિચારવું પણ અસ્વીકાર્ય છે. આશા છે કે, ભવિષ્યમાં આ ભૂલનું પુનરાવર્તન નહીં થાય. તે કહેવું ઘણી દૂરની વાત છે કે, ભવિષ્યમાં વિચારતી વખતે આવી ભૂલ ન કરવી જોઈએ. પોસ્ટમાં છેલ્લે લખ્યું છે કે, “ગુરુ પંથ કા ગુલામ અમૃતપાલ સિંઘ બાંદી ડિબ્રુગઢ જેલ આસામ.”

    અમૃતપાલ સિંઘે ખંડૂર સાહિબ લોકસભા બેઠક પર 1,97,120 મતોથી જીત મેળવી છે. તેને કુલ 4,04,430 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના કુલબીર સિંઘ ઝીરાને કુલ 2,07,310 મત મળ્યા હતા. વર્ષ 2019માં અહીંથી કોંગ્રેસના જસબીર સિંઘ ગિલ જીત્યા હતા. અમૃતપાલ હાલમાં NSA હેઠળ આસામની જેલમાં બંધ છે. જેલમાં રહીને તે ચૂંટણી લડ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં