પંજાબના (Punjab) ફરીદકોટ જિલ્લાના હરી નવ ગામમાં શીખ એક્ટિવિસ્ટ ગુરપ્રીત સિંઘની હત્યાના (Gurpreet Singh Murder Case) કેસમાં પોલીસને સાંસદ અમૃતપાલ સિંઘ (Khalistani MP Amritpal Singh) પણ સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે વારિસ પંજાબ દે પ્રમુખ અને ખુડૂર સાહિબ સીટથી સાંસદ અમૃતપાલ સિંઘ સહિતના આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. અમૃતપાલ સિંઘ હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ છે.
નોંધનીય છે કે 23 ઓક્ટોબરના રોજ, કોટકપુરા પોલીસે FIRમાં BNSની કલમ 111 પણ ઉમેરી હતી. અમૃતપાલ સિંઘ અને તેના નવ સાથીઓ પહેલાથી જ NSA હેઠળ ડિબ્રુગઢ જેલમાં બંધ છે. હવે, પંજાબ પોલીસે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરતા પહેલા UAPAની કલમો પણ ઉમેરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસને 90 દિવસના નિર્ધારિત સમયગાળામાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં મુશ્કેલી પડી રહી હતી.
Trouble mounts for K-thug #AmritpalSingh
— Mirror Now (@MirrorNow) January 9, 2025
– Terror act, UAPA, invoked against #KhadoorSahib MP
– Amritpal currently in Assam jail
– Amritpal: Accused in youtuber's murder
Times Network's @priyanktripathi shares details | @nivedhanapradhu pic.twitter.com/iTo6pkos0P
અહેવાલ અનુસાર પોલીસને ચાર્જશીટ રજૂ કરવામાં મુશ્કેલી પડી રહી હોવાના કારણે આરોપીઓને ડિફોલ્ટ જામીન મેળવવાથી રોકવા માટે UAPAનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર, “આ હત્યા અશાંતિ ફેલાવવા અને રાષ્ટ્રની સુરક્ષાને નબળી પાડવાનું એક સુનિયોજિત કાવતરું હતું. અમારી પાસે તમામ આરોપીઓને આયોજિત રીતે અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડતા મજબૂત પુરાવા છે, તેથી જ અમે UAPA લાગુ કર્યો છે.”
શું હતી સમગ્ર ઘટના
ગત વર્ષે 9 ઓક્ટોબરના રોજ મોટરસાઇકલ પર સવાર શૂટરોએ વ્યવસાયે વકીલ ગુરપ્રીત સિંઘની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેઓ ભારતીય રાષ્ટ્રીય લોકદળ સાથે સંકળાયેલા હતા અને તેના કાર્યકર્તા તરીકે કામ કરતા હતા. જે સમયે ગુરપ્રીત સિંઘ પર હુમલો થયો હતો, તે સમયે તેઓ ગુરુદ્વારાથી પરત ફરી રહ્યા હતા.
આ કેસની તપાસ કરી રહેલી પંજાબ પોલીસની SITની તપાસમાં કેટલાક તથ્યો બહાર આવ્યા હતા. આ તથ્યોના આધારે સાંસદ અમૃતપાલ સિંઘ ખાલસા અને આતંકવાદી અર્શ ડલ્લા વિરુદ્ધ પણ કેસ નોધવામાં આવ્યો હતો. આ કેસમાં, હત્યા કરનાર બંને શૂટર્સ, અન્ય ત્રણ આરોપીઓ અને તેમને મદદ કરનાર આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. વર્તમાનમાં આ બધા આરોપીઓ ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં છે. હવે SIT એ આ કેસમાં UAPAની કલમ પણ લગાવી છે, જેના વિશે કોર્ટને લેખિતમાં જાણ કરવામાં આવી છે.