Tuesday, September 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજસ્થાન: ધોરણ 2નાં પુસ્તકમાં અબ્બુ-અમ્મી, બિરયાની જેવા શબ્દો: ઉર્દૂ શબ્દોના ઉપયોગથી વાલીઓમાં...

    રાજસ્થાન: ધોરણ 2નાં પુસ્તકમાં અબ્બુ-અમ્મી, બિરયાની જેવા શબ્દો: ઉર્દૂ શબ્દોના ઉપયોગથી વાલીઓમાં રોષ, કહ્યું- બાળકો ઘરમાં અમ્મી-અબ્બુ કહીને બોલાવે છે

    વાલીઓએ પુસ્તક અંગે સ્થાનિક બજરંગ દળ પ્રતિનિધિઓને ફરિયાદ કરી હતી, જેમણે ત્યારબાદ રાજ્યના શિક્ષણ વિભાગને ફરિયાદ કરી છે.

    - Advertisement -

    રાજસ્થાનમાં અબ્બુ-અમ્મી બિરયાની જેવા ઇસ્લામિક શબ્દો ધોરણ 2ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. કોટામાં એક ખાનગી શાળા ધોરણ 2ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે ઉપયોગમાં લેવાતા પુસ્તકને લઈને વિવાદમાં આવી ગઈ છે. આ વિવાદ સર્જાયો છે એક પુસ્તક અને તેમાં લખવામાં આવેલા ઉર્દુ શબ્દોથી. જણાવવામાં આવ્યું છે કે આ પુસ્તકનો અભ્યાસ મોટાભાગના બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે, છતાં તેમાં વધુ પડતા ઉર્દુ શબ્દો વાપરવામાં આવ્યા છે.

    ટાઈમ્સ નાઉ દ્વારા જાહેર વિગતો મુજબ, અમ્મી અને અબ્બુ જેવા સંદર્ભો સિવાય પુસ્તકમાં વાર્તાના પાત્રો માટે શાનુ, સાનિયા, શિરીન, અમીર અને નસીમ જેવા મુસ્લિમ નામોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના ઉપર વાલીઓએ ફરિયાદ કરી છે કે ખાનગી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણતા તેમના બાળકોએ ઘરમાં પણ અબ્બુ અને અમ્મી જેવા શબ્દોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, અને બિરિયાની ખાવાની માંગણી પણ શરૂ કરી છે. ગુલમહોર નામનું આ પુસ્તક હૈદરાબાદ સ્થિત પ્રકાશકે તૈયાર કર્યું છે.

    વાલીઓએ પુસ્તક અંગે સ્થાનિક બજરંગ દળ પ્રતિનિધિઓને ફરિયાદ કરી હતી, જેમણે ત્યારબાદ રાજ્યના શિક્ષણ વિભાગને ફરિયાદ કરી છે. પુસ્તકને શાળા શિક્ષણના ઈસ્લામીકરણના પ્રયાસ તરીકે ઉપયોગ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. માતા-પિતાએ કહ્યું કે તેમના બાળકોને બળજબરીથી એવા પાઠ ભણાવવામાં આવે છે જેમાં અમ્મી, અબ્બુ, બિરિયાની જેવા શબ્દો વાપવામાં આવ્યા છે અને મુસ્લિમ ધર્મનો પ્રચાર કરવામાં આવ્યો છે. હિંદુ બાળકોના માતા-પિતાએ આ પુસ્તકને તેમના બાળકો અને હિંદુ સંસ્કૃતિ વચ્ચે અંતર બનાવવાનો પ્રયાસ ગણાવ્યો હોવાનું કહ્યું છે. આ પુસ્તકમાં 113 પાના છે અને તેની કિંમત 352 રૂપિયા છે.

    - Advertisement -

    આ પહેલાં ઝારખંડમાં ઉર્દુકરણનો વિવાદ

    ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેનના ગૃહ જિલ્લા દુમકામાં શાળાઓને ઉર્દૂ શાળાઓમાં પરિવર્તિત કરવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં 33થી વધુ શાળાઓ મળી આવી છે જે સરકારી હોવા છતાં રવિવાર નહીં પણ શુક્રવારે એટલે કે જુમ્માની રજાઓ આપતી જોવા મળી હતી. આ પહેલાં ગઢવામાં મુસ્લિમ સમુદાયના કેટલાક સભ્યોએ વર્ષોથી કરવામાં આવતી શાળાની પ્રાર્થના બદલી નાંખી હતી. તેઓએ કહ્યું કે આ વિસ્તારમાં મુસ્લિમ સમુદાયની 75% વસ્તી છે, તેથી પ્રાર્થના ‘તેમના અનુસાર’ હોવી જોઈએ. શાળા પ્રશાસને પણ દબાણને વશ થઈને પ્રાર્થના બદલી નાંખી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં