Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘શા માટે આટલા હેરાન થાવ છો? મોદીનું નામ આપી દો?’ – અમિત...

    ‘શા માટે આટલા હેરાન થાવ છો? મોદીનું નામ આપી દો?’ – અમિત શાહનો UPA સમયમાં CBIના દુરુપયોગ અંગે ઘટસ્ફોટ; રાહુલ ગાંધીને પણ અવળે હાથે લીધા

    અમિત શાહે સોહરાબુદ્દીન એનકાઉન્ટર વિષે જણાવતા કહ્યું હતું કે, “હું શા માટે કોઈને પણ ફસાવી દઉં? મારી સાથે ગુજરાત પોલીસનાં નિર્દોષ અધિકારીઓને પણ ઘણું બધું સહન કરવાનું આવ્યું હતું.”

    - Advertisement -

    ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે એક રાષ્ટ્રીય ન્યુઝ ચેનલના જાહેર કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ અને UPA કાળમાં CBIનો દુરુપયોગ કેવી રીતે થયો હતો તેનાં વિષે ખૂબ મોટો ઘટસ્ફોટ કર્યો હતો. આ ઉપરાંત અમિત શાહે રાહુલ ગાંધીએ જે રીતે તેમને હાલમાં સુરત કોર્ટે સજા કરી અને ત્યારબાદ તેમનું લોકસભાનું સભ્યપદ ગયું અને હવે તેમનું આધિકારિક ઘર પણ જવાનું છે તે બાબતે કરેલી ફરિયાદોની કલાઈ પણ ખોલી નાખી હતી.

    CBIનો દુરુપયોગ પોતે જ્યારે ગુજરાતનાં ગૃહમંત્રી હતાં ત્યારે કેન્દ્રની UPA સરકારે કેવી રીતે કર્યો હતો તેનાં વિષે અમિત શાહે જણાવ્યું હતું કે, તે સમયે CBIનાં અધિકારીઓએ પૂછપરછ સમયે દરેક પ્રશ્ન બાદ તેમને એક વાત જરૂર કહેતા. તેઓ અમિત શાહને કહેતા, “આટલા હેરાન શા માટે થાવ છો? મોદીનું નામ આપી દો?”

    અમિત શાહે સોહરાબુદ્દીન એનકાઉન્ટર વિષે જણાવતા કહ્યું હતું કે, “હું શા માટે કોઈને પણ ફસાવી દઉં? મારી સાથે ગુજરાત પોલીસનાં નિર્દોષ અધિકારીઓને પણ ઘણું બધું સહન કરવાનું આવ્યું હતું.” અમિત શાહે કહ્યું હતું કે 90 દિવસ બાદ મુંબઈની કોર્ટે, કારણકે સુપ્રિમ કોર્ટે આ કેસ ગુજરાત બહાર ખસેડ્યો હતો, સ્પષ્ટ કહ્યું હતું કે ફરિયાદ કરી શકાય એવો આ કેસ જ નથી.

    - Advertisement -

    ત્યારબાદ અમિત શાહે કહ્યું કે મારી સાથે આટલું બધું થયું પરંતુ ત્યારે તો અમે કાળા કપડાં પહેરીને લોકસભાની કાર્યવાહી રોકી ન હતી? તો આજે શા માટે કોંગ્રેસ આ પ્રમાણે લોકસભાને કામ કરતાં રોકી રહી છે.

    તેમની વિરુદ્ધ CBIનો દુરુપયોગ કેવી રીતે થયો હતો તે મુદ્દે ચર્ચા કર્યા બાદ અમિત શાહે રાહુલ ગાંધી પર નિશાન તાંક્યું હતું. તેમણે ઈતિહાસ યાદ દેવડાવતા જણાવ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવને બચાવવા માટે UPA સરકારે કાયદો બદલતો અધ્યાદેશ લાવ્યો હતો. પરંતુ રાહુલ ગાંધીએ જાતેજ આ અધ્યાદેશ જાહેરમાં ફાડી નાખ્યો હતો. જો એ અધ્યાદેશ પસાર થઇ ગયો હતો તો આજે રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ સુરક્ષિત હોત.

    અમિત શાહે વેધક પ્રશ્ન કરતાં કહ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવ, જે જયલલિતા, રાશીદ અલ્વી જેવા ઘણા લોકોએ એ જ કાયદા હેઠળ પોતપોતાનાં સભ્યપદ ગુમાવ્યા હતાં તો ફક્ત રાહુલ ગાંધી માટે જ કેમ આટલો બધો ઊહાપો કરવામાં આવી રહ્યો છે? હવે પ્રજા જ નક્કી કરશે કે શું બધાં રાજકારણીઓ માટે એક કાયદો અને એક ખાસ કુટુંબ માટે અલગ કાયદો રહેશે?

    રાહુલ ગાંધીનાં લોકસભાના સભ્યપદ ગયા બાદ તેમને ઘર ખાલી કરવાની નોટીસ મળી છે એ અંગે પણ અમિત શાહે કહ્યું હતું કે એમનું ઘર જો જતું રહેશે તો કોઈને શો ફરક પડવાનો છે?

    વીર સાવરકરના અપમાન અંગે અમિત શાહનું કહેવું હતું કે વીર સાવરકરે દેશ માટે ઘણા બલિદાન આપ્યા છે અને એમનું આ પ્રકારે અપમાન થવું ન જોઈએ. સુરત કેસના ચુકાદા બાદ રાહુલ ગાંધી પોતે માફી નહીં જ માંગે એવું બોલી રહ્યાં છે તો પછી ચુકાદો આવ્યાનાં તુરંત બાદ રાહુલ ગાંધીએ શા માટે બેઇલ બોન્ડ ભરી દીધો તેવો પ્રશ્ન પણ અમિત શાહે કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં