Saturday, May 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પોતાના દેશ વિશે સતત નકારાત્મક બોલ્યા કરતા નેતાનું સમર્થન કરવું કઠિન’: રાહુલ...

    ‘પોતાના દેશ વિશે સતત નકારાત્મક બોલ્યા કરતા નેતાનું સમર્થન કરવું કઠિન’: રાહુલ ગાંધી વિશે બોલ્યાં અમેરિકી ગાયક, કહ્યું- પીએમ મોદી દેશને મહત્વ આપે છે એટલે આજે વિશ્વભરમાં સન્માન મળે છે

    સાચો નેતા હંમેશા તેના દેશનાં મૂલ્યો અને વારસાની કદર કરે. એ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં સન્માન મળી રહ્યું છે: મેરી

    - Advertisement -

    ગત મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની રાજકીય મુલાકાતે ગયા હતા, જ્યાં ભારતીય સમુદાય માટે યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતનું રાષ્ટ્રગીત ગાઈને તેમજ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણસ્પર્શ કરીને ચર્ચામાં આવેલ અમેરિકી ગાયક મેરી મિલબેને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરી હતી. 

    મેરી મિલબેને મીડિયા સંસ્થા ‘ધ ન્યૂ ઇન્ડિયન’ના એડિટર રોહન દુઆને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં તેમને રાહુલ ગાંધી વિશે પૂછવામાં આવતાં કહ્યું કે, તેઓ તેમના વિશે બહુ જાણતાં નથી પરંતુ જે નેતા પોતાના જ દેશ વિશે નકારાત્મક બાબતો કહ્યા કરતો હોય તેને સમર્થન આપવું અઘરું છે. સાથે તેમણે આ જ બાબતને લઈને પીએમ મોદીની પ્રશંસા પણ કરી. 

    મિલબેને કહ્યું, “પ્રણામિકતાથી કહું તો હું તેમને (રાહુલ ગાંધીને) વ્યક્તિગત રીતે ઓળખતી નથી જેથી કોઈ અયોગ્ય ટિપ્પણી નહીં કરું. પરંતુ મેં તેમનાં અમુક ભાષણો અને વિચારો થોડાંઘણાં સાંભળ્યાં છે અને મને લાગે છે કે કોઈ પણ દેશ માટે જો કોઈ નેતા તે દેશ માટે સારી વાતો ન કહેતો હોય તો તેને સમર્થન કરવું અઘરું બની જાય છે અને આ મહાશય ઘણી એવી વાતો કરતા હોય છે જે નકારાત્મક લાગે છે.”

    - Advertisement -

    આગળ તેમણે કહ્યું કે, “સાચો નેતા હંમેશા તેના દેશનાં મૂલ્યો અને વારસાની કદર કરે. એ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં સન્માન મળી રહ્યું છે.”

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાહુલ ગાંધી પણ અમેરિકાની યાત્રાએ ગયા હતા અને જ્યાં તેમણે અનેક વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી તો ઘણાં જુઠ્ઠાણાં પણ ફેલાવ્યાં હતાં. 

    અગાઉ પીએમ મોદીના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) ઐતિહાસિક અમેરિકા યાત્રાના અંતિમ તબક્કામાં તેમણે વોશિંગ્ટન ડીસીના રોનાલ્ડ રીગન સેન્ટરમાં ભારતીય અમેરિકન સમુદાયને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન પુરસ્કાર વિજેતા આંતરરાષ્ટ્રીય ગાયક મેરી મિલબેને (Mary Millben) ભારતનું રાષ્ટ્રગીત ‘જન..ગણ..મન…’ ગાયું હતું. ત્યારબાદ તેણે પીએમ મોદીના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ ક્ષણો કેમેરામાં કેદ થઇ ગઈ હતી. 

    મેરી મિલબેને પીએમ મોદી વિશે કહ્યું કે, “અહીં હાજર રહેવું મારા માટે સન્માનની વાત છે. વડાપ્રધાન ખરેખર અદભૂત વ્યક્તિ છે. તેમની રાજકીય મુલાકાતનો ભાગ બનવું મારા માટે ગર્વની વાત છે. લોકોનું રાષ્ટ્રગીત ગાવું મને ખૂબ પસંદ આવ્યું. તમે તેમના અવાજમાં એક પ્રકારનો જુસ્સો જોઈ શકો છો. આજે અહીં ઉપસ્થિત રહેવું ખરેખર ગર્વપૂર્ણ બાબત છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં