Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમેરિકી ગાયક મેરી મિલબેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણસ્પર્શ કર્યા, ભારતનું રાષ્ટ્રગીત ગાયું,...

    અમેરિકી ગાયક મેરી મિલબેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણસ્પર્શ કર્યા, ભારતનું રાષ્ટ્રગીત ગાયું, કહ્યું- તેમની મુલાકાતનો ભાગ બનવું મારા માટે ગર્વની વાત

    ગાયક મેરી મિલબેને પોતાના અવાજમાં ‘જન..ગણ…મન..’ ગાયા બાદ નજીક આવીને વડાપ્રધાન મોદીના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) ઐતિહાસિક અમેરિકા યાત્રાના અંતિમ તબક્કામાં તેમણે વોશિંગ્ટન ડીસીના રોનાલ્ડ રીગન સેન્ટરમાં ભારતીય અમેરિકન સમુદાયને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન પુરસ્કાર વિજેતા આંતરરાષ્ટ્રીય ગાયક મેરી મિલબેને (Mary Millben) ભારતનું રાષ્ટ્રગીત ‘જન..ગણ..મન…’ ગાયું હતું. ત્યારબાદ તેણે પીએમ મોદીના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ ક્ષણો કેમેરામાં કેદ થઇ ગઈ હતી. 

    ગાયક મેરી મિલબેને પોતાના અવાજમાં ‘જન..ગણ…મન..’ ગાયા બાદ નજીક આવીને વડાપ્રધાન મોદીના ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. ટ્વિટર પર આ નાનકડી ક્લિપ ઘણી શૅર થઇ રહી છે અને લોકો અમેરિકન ગાયકની પ્રશંસા કરી રહ્યા છે. 

    મેરી મિલબેને પીએમ મોદી વિશે કહ્યું કે, “અહીં હાજર રહેવું મારા માટે સન્માનની વાત છે. વડાપ્રધાન ખરેખર અદભૂત વ્યક્તિ છે. તેમની રાજકીય મુલાકાતનો ભાગ બનવું મારા માટે ગર્વની વાત છે. લોકોનું રાષ્ટ્રગીત ગાવું મને ખૂબ પસંદ આવ્યું. તમે તેમના અવાજમાં એક પ્રકારનો જુસ્સો જોઈ શકો છો. આજે અહીં ઉપસ્થિત રહેવું ખરેખર ગર્વપૂર્ણ બાબત છે.”

    - Advertisement -

    અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટાપુ દેશ પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાતે ગયા હતા, જ્યાંના વડાપ્રધાન જેમ્સ મારાપેએ પણ પીએમ મોદીનું ચરણસ્પર્શ કરીને સ્વાગત કર્યું હતું. પાપુઆ ન્યૂ ગિનીમાં સૂર્યાસ્ત પછી આવતા નેતાઓનું ઔપચારિક સ્વાગત કરવામાં આવતું નથી પરંતુ તેમણે આ વર્ષો જૂની પરંપરા તોડીને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું તેમજ સ્વયં વડાપ્રધાન એરપોર્ટ પર પીએમ મોદીને આવકારવા માટે આવ્યા હતા. 

    ભારતીય સમુદાયને સંબોધતાં પીએમ મોદીએ કહ્યું કે, આ ત્રણ દિવસમાં ભારત અને અમેરિકાના સબંધોની એક નવી અને ગૌરવશાળી યાત્રાનો આરંભ થયો છે. આ નવી યાત્રા વૈશ્વિક મુદ્દાઓ પર આપણા કન્વર્જન્સની છે, આ નવી યાત્રા ‘મેક ઈન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ’ને લઈને આપણા કૉ-ઓપરેશનની છે. ટેક્નોલોજી ટ્રાન્સફર અને ઉત્પાદનમાં આપણો સહયોગ હોય કે ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય ચેનમાં વધતો તાલમેલ, બંને દેશ એક ઉજ્જવળ ભવિષ્ય તરફ મજબૂત પગલાં ઉઠાવી રહ્યા છે. 

    વડાપ્રધાને કહ્યું કે, “ભારતમાં થઇ રહેલી આ અભૂતપૂર્વ પ્રગતિનું કારણ 140 કરોડ ભારતવાસીઓનો આત્મવિશ્વાસ છે. એકલા મોદી કંઈ કરી શકતા નથી. સેંકડો વર્ષોથી ગુલામીએ આપણી પાસેથી આત્મવિશ્વાસ છીનવી લીધો હતો, જે પુનર્સ્થાપિત થઇ રહ્યો છે.” તેમણે ઉમેર્યું કે, ભારત અને અમેરિકાની ભાગીદારી 21મી સદીની દુનિયાને ફરીથી વધુ સારી બનાવવા માટે છે. આ ભાગીદારીમાં તમારા સૌની (ભારતીય સમુદાય) ભૂમિકા બહુ મોટી છે અને મને વિશ્વાસ છે આ ભૂમિકા નિભાવવામાં તમે કોઈ કસર નહીં છોડશો. તમારો આ વિશ્વાસ મારા હૃદયમાં પહેલાં પણ હતો અને અકબંધ રહેશે.” 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં