Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરામયાત્રા મસ્જિદ પાસે પહોંચતાં મુસ્લિમોનાં ટોળાં નીકળી આવ્યાં, લગાવ્યા અલ્લાહુ અકબરના નારા:...

    રામયાત્રા મસ્જિદ પાસે પહોંચતાં મુસ્લિમોનાં ટોળાં નીકળી આવ્યાં, લગાવ્યા અલ્લાહુ અકબરના નારા: બારડોલીનો મામલો, પોલીસે માંડ-માંડ પરિસ્થિતિ કાબૂમાં લીધી

    ભગવાન રામની શોભાયાત્રા મસ્જિદ નજીક પહોંચતાં જ ત્યાં પહેલેથી હાજર મુસ્લિમ યુવાનોએ ઘરોની છત પર ચડીને ‘નારા-એ-તકબીર, અલ્લાહુ અકબર’ના નારા લગાવવાના શરૂ કરી દીધા હતા.

    - Advertisement -

    સુરત જિલ્લાના બારડોલીમાં રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રા સામે અલ્લાહુ અકબરના નારા લગાવવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાના અમુક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 

    ગુરુવારે (30 માર્ચ, 2023) રામનવમી નિમિત્તે બારડોલી શહેરનાં હિંદુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા રામજી મંદિરેથી નીકળીને સરદાર ચોક થઈને શહેરના મુસ્લિમ વિસ્તારમાં આવેલી મિનારા મસ્જિદ પાસે પહોંચતાં અંદરથી મુસ્લિમોનાં ટોળાં બહાર નીકળી આવ્યાં હતાં અને જોરજોરથી અલ્લાહુ અકબરના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.

    ઘટનાથી પરિચિત સૂત્રોએ જણાવ્યું કે, ભગવાન રામની શોભાયાત્રા મસ્જિદ નજીક પહોંચતાં જ ત્યાં પહેલેથી હાજર મુસ્લિમ યુવાનોએ ઘરોની છત પર ચડીને ‘નારા-એ-તકબીર, અલ્લાહુ અકબર’ના નારા લગાવવાના શરૂ કરી દીધા હતા. આ નારાબાજી બાદ યાત્રામાં સામેલ હિંદુ યુવાનોએ પણ ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા અને બંને જૂથો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.

    - Advertisement -

    મીડિયા અહેવાલો પ્રમાણે લગભગ એકાદ કલાક સુધી આ નારાબાજી ચાલી હતી. પછીથી મામલો વધુ બિચકતાં પોલીસે સ્થળ પર પહોંચીને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. જોકે, રિપોર્ટ અનુસાર એક સમયે મુસ્લિમ ટોળાએ પોલીસને પણ ઘેરી લીધા હતા, જેના કારણે માહોલ વધુ ગરમાયો હતો. જોકે, પછીથી અધિકારીઓએ સંયમ રાખીને નારાબાજી કરનારાઓને સમજાવીને મોકલી આપ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે બારડોલીમાં મિનારા મસ્જિદનો વિસ્તાર મુસ્લિમ બહુમતી વિસ્તાર છે અને સંવેદનશીલ ગણવામાં આવે છે. 

    વડોદરામાં રામનવમીની શોભાયાત્રાઓ પર હુમલો 

    વડોદરા શહેરમાં રામનવમી નિમિત્તે આયોજિત બે શોભાયાત્રાઓ ઉપર મુસ્લિમ વિસ્તારોમાં હુમલા કરવામાં આવ્યા હતા અને પથ્થર ફેંકવામાં આવ્યા હતા. 

    સવારે શહેરના ફતેપુરાના પાંજરીગર મહોલ્લા ખાતેથી પસાર થતી રામયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારા પહેલાં એક ઈસમે બાઈક લાવીને શોભાયાત્રામાં સામેલ એક ગાડી સાથે અથડાવી દીધી હતી અને ત્યારબાદ બોલાચાલી કરવા માંડ્યો હતો અને બીજી તરફ ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. 

    ત્યારબાદ સાંજના સમયે પણ શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી પસાર થતી ભગવાનની શોભાયાત્રા ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પંદરેક મિનિટ સુધી પથ્થરો ફેંકાતા રહ્યા હતા. આ ઘટનાઓના વિડીયો-ફોટો પણ સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. 

    આ હુમલાની ઘટનાઓ બાદ રાજ્ય સરકારે કડક તપાસ અને કાર્યવાહીના આદેશ આપ્યા છે અને જેના આધારે વડોદરા પોલીસે અનેક ઉપદ્રવીઓની ઓળખ કરીને તેમની અટકાયત કરી લીધી છે. હજુ કાર્યવાહી ચાલી રહી છે. વડોદરામાં રામનવમી શોભાયાત્રા પર થયેલા હુમલાઓની વિગતો આપતો વિસ્તૃત રિપોર્ટ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં