Saturday, October 5, 2024
More
    હોમપેજક્રાઈમગેંગરેપ-હત્યાના ગુનેગારો ઝુલ્ફીકાર, ઇઝરાયેલ અને દિલશાદને થયેલી ફાંસીની સજા અલ્હાબાદ હાઈકોર્ટે 25...

    ગેંગરેપ-હત્યાના ગુનેગારો ઝુલ્ફીકાર, ઇઝરાયેલ અને દિલશાદને થયેલી ફાંસીની સજા અલ્હાબાદ હાઈકોર્ટે 25 વર્ષના કારાવાસમાં બદલી, કહ્યું- આ ‘રેરેસ્ટ ઑફ રેર’ કેસ નહીં

    અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, આ કેસ 'રેરેસ્ટ ઑફ ધ રેર'ની શ્રેણીમાં નથી આવતો, તેથી ત્રણેય દોષિતોને ફાંસીની સજા આપી શકાય નહીં. કોર્ટે ત્રણેય દોષિતોને 25 વર્ષની કેસની સજા સંભળાવી છે, જેમાં માફીની કોઈ તક આપવામાં આવશે નહીં.

    - Advertisement -

    બુલંદશહર ગેંગરેપ-હત્યાના (Bulandshahr Gangrape-Murder) કેસ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે (Alhabad High Court) શુક્રવારે (4 ઑક્ટોબર) ત્રણેય દોષિતોની ફાંસીની સજાને ઘટાડીને 25 વર્ષની કારવાસની સજા કરી દીધી છે. કોર્ટે આ મામલાને ‘રેરેસ્ટ ઑફ ધ રેર’ કેસ ન ગણીને દોષિયોના પુનર્વાસ અને સુધારની શક્યતાઓ પર ભાર મૂક્યો હતો. નોંધવા જેવું છે કે, આ ઘટના વર્ષ 2018માં સામે આવી હતી, તે સમયે બુલંદશહર જિલ્લામાં એક 17 વર્ષની સગીરાનું અપહરણ કરીને ચાલતી કારમાં તેના પર સામૂહિક બળાત્કાર આચરવામાં આવ્યો હતો અને બાદમાં તેની હત્યા કરી નાખવામાં આવી હતી. સગીરાનો મૃતદેહ પણ કેનાલમાંથી મળી આવ્યો હતો.

    બુલંદશહર ગેંગરેપ-હત્યાના ત્રણ દોષિતો ઝુલ્ફીકાર, ઇઝરાયેલ અને દિલશાદને POCSO કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી હતી. જે હવે અલ્હાબાદ હાઈકોર્ટે 25 વર્ષની કેદમાં ફેરવી નાખી છે. લાઈવ લૉના રિપોર્ટ અનુસાર, અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ અરવિંદ સિંઘ સાંગવાન અને જસ્ટિસ મોહમ્મદ અઝહર હુસૈન ઇદરીસીની ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી. દરમિયાન પીઠે કહ્યું હતું કે, આ કેસ ‘રેરેસ્ટ ઑફ ધ રેર’ની શ્રેણીમાં નથી આવતો, તેથી ત્રણેય દોષિતોને ફાંસીની સજા આપી શકાય નહીં. કોર્ટે ત્રણેય દોષિતોને 25 વર્ષની કેસની સજા સંભળાવી છે, જેમાં માફીની કોઈ તક આપવામાં આવશે નહીં.

    ફરિયાદી પક્ષ અનુસાર, 2 જાન્યુઆરી, 2018ની સાંજે ગુનેગારોએ પીડિતાને સાયકલ પર આવતા જોઈ હતી અને મોજ-મસ્તીના ઈરાદે તેનું અપહરણ કરી લીધું હતું. તેઓ સગીરાને પોતાની કારમી ખેંચી ગયા હતા અને ચાલતી કારમાં એક પછી એક ગુનેગારોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે પીડિતાએ બૂમાબૂમ કરી તો ગુનેગારોએ દુપટ્ટા વડે તેનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી અને મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો.

    - Advertisement -

    આ કેસની સુનાવણી દરમિયાન બુલંદશહરની પોક્સો (POCSO) કોર્ટે માર્ચ 2021માં ત્રણેય દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે કહ્યું હતું, કે આ ઘટનાથી સમાજમાં ભયનું વાતાવરણ સર્જાયું છે અને લોકો, ખાસ કરીને માતા-પિતા તેમની દીકરીઓને શાળાએ મોકલવા માટે ચિંતિત બન્યા છે. અપરાધીઓને ભારતીય દંડ સંહિતાની (IPC) કલમ 364 (અપહરણ), 376D (સામુહિક બળાત્કાર), 302/34 (હત્યા), 201 (પુરાવાઓનો નાશ કરવો) અને 404 (સંપત્તિ છીનવી) તથા POCSO એક્ટ હેઠળ ગુનેગાર ઠેરવવામાં આવ્યા હતા.

    હાઈકોર્ટે રિવ્યુ પિટિશન પર કરી સુનાવણી

    POCSO કોર્ટમાં ફાંસીની સજા મેળવેલા ત્રણેય દોષિતોએ કોર્ટના આ નિર્ણય સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. હાઈકોર્ટે આ કેસમાં નીચલી અદાલતના નિર્ણયની ફરીથી સમીક્ષા કરી અને જાણવા મળ્યું કે, તે ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેસની શ્રેણીમાં નથી આવતો. કોર્ટે કહ્યું કે, નીચલી કોર્ટે ફાંસીની સજા શા માટે આપવી જોઈએ તે માટે ચોક્કસ કારણો જણાવ્યાં નથી.

    હાઈકોર્ટે કહ્યું કે, ગુનેગારોનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી અને તેમના પરિવારો પણ તેમને સહયોગ આપી રહ્યા છે. તે સિવાય દોષિતોની ઉંમર 24 વર્ષની આસપાસ હતી, અને તેમાંથી એકને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ હતી. આ સંજોગોને ધ્યાનમાં રાખીને કોર્ટે કહ્યું કે, દોષિતોનો સુધાર અને પુનર્વાસ શક્ય છે, તેથી ફાંસીની સજાને બદલે 25 વર્ષની જેલની સજા યોગ્ય રહેશે. કોર્ટે કહ્યું કે, ટ્રાયલ કોર્ટે પણ એવી કોઈ ગંભીર પરિસ્થિતિ નોંધી નથી, જે સજા ઓછી કરવાના નિર્ણય પર ભારે પડી શકે.

    સુપ્રીમ કોર્ટના નવાસ ઉર્ફે મુલાનવાસ કેસને ટાંકીને હાઈકોર્ટે કહ્યું હતું કે, ફાંસી સજા ફક્ત ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેસમાં જ આપી શકાય છે અને આવા કેસમાં પણ એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે, કોઈ અસાધારણ પરિસ્થિતિ હોય, જેનાથી સજાને પલટાવી ન શકાય. કોર્ટે આ કેસમાં કહ્યું હતું કે, નીચલી અદાલતે એવી કોઈ અસાધારણ સ્થિતિનો ઉલ્લેખ કર્યો નથી જે માત્ર ફાંસીની સજાને જ યોગ્ય ઠેરવી શકે.

    શું હતો સમગ્ર કેસ?

    નોંધનીય છે કે, આ કેસ જાન્યુઆરી 2018 માં બનેલી એક ઘટના સાથે સંબંધિત છે. ઘટના મુજબ, બુલંદશહર જિલ્લામાં આ ઘટના બની હતી. 17 વર્ષની પીડિતા કોચિંગ સેન્ટરથી પરત ફરી રહી હતી, દરમિયાન એક કારમાં રહેલા ત્રણ શખ્સોએ તેનું અપહરણ કરી લીધું હતું અને ચાલતી કારમાં તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને બાદમાં તેની હત્યા પણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. 4 જાન્યુઆરી 2018ના રોજ પીડિતાનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. પરિવારજનોએ ઈઝરાયેલ, ઝુલ્ફીકાર અને દિલશાદ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો અને ત્યારથી આ કેસની શરૂઆત થઈ હતી.

    ત્યારબાદ માર્ચ 2021માં બુલંદશહરની પોક્સો (POCSO) કોર્ટે આ કેસમાં દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે કહ્યું હતું કે, આ ગુનો એટલો ગંભીર અને વિકરાળ હતો કે તેનાથી સમાજમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું અને લોકો પોતાની દીકરીઓની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા હતા. કોર્ટે ગુનેગારોને ભારતીય દંડ સંહિતાની (IPC) વિવિધ કલમો અને POCSO એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યા હતા. જોકે, હવે અલ્હાબાદ હાઈકોર્ટે ફાંસીની સજાને ઘટાડીને 25 વર્ષની કેદની સજા કરી દીધી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં