Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં પીએમનું અપમાન કરી શકાય નહીં’: અલાહાબાદ હાઇકોર્ટે મુમતાઝ મન્સૂરીની...

    ‘અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં પીએમનું અપમાન કરી શકાય નહીં’: અલાહાબાદ હાઇકોર્ટે મુમતાઝ મન્સૂરીની અરજી ફગાવી, પોલીસને કાર્યવાહી કરવાનો આદેશ

    મુમતાઝ મન્સૂરીએ પોતાના ફેસબુક આઈડી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્ર સરકારના અન્ય મંત્રીઓને લઈને અભદ્ર ટિપ્પણી કરી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશની અલાહાબાદ હાઇકોર્ટે એક અરજી પર સુનાવણી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સરકારના અન્ય મંત્રીઓ અંગે અભદ્ર ટિપ્પણી કરનાર મુમતાઝ મન્સૂરીને રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો અને સાથે નોંધ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના બહાના હેઠળ વડાપ્રધાન કે મંત્રીઓને અપશબ્દો ન કહી શકાય. 

    મુમતાઝ મન્સૂરીએ પોતાના ફેસબુક આઈડી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્ર સરકારના અન્ય મંત્રીઓ અંગે અભદ્ર ટિપ્પણી કરી હતી. જેને લઈને તેની વિરુદ્ધ એક પોલીસ મથકે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

    દાખલ થયેલ એફઆઈઆર વિરુદ્ધ મુમતાઝે અલાહાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને આ એફઆઈઆર રદ કરવા માટેની અપીલ કરી હતી. જે મામલે સુનાવણી કરતાં અલાહાબાદ હાઇકોર્ટની બે જજની ખંડપીઠે કહ્યું હતું કે, દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર મળે છે, પરંતુ તેનો દુરુપયોગ પણ કરી શકાય નહીં. 

    - Advertisement -

    કોર્ટે કહ્યું, “બંધારણ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપે છે. પરંતુ આ અધિકારનો અર્થ એ નથી કે કોઈ નાગરિક વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવે. તે પછી દેશના વડાપ્રધાન કે સરકારના અન્ય મંત્રી પણ કેમ ન હોય. 

    ખંડપીઠે કહ્યું, “એફઆઈઆર સ્પષ્ટપણે જણાવે છે કે સભાનપણે ગુનો આચરવામાં આવ્યો છે. કોર્ટ આ મામલે હસ્તક્ષેપ કરીને એફઆઈઆર રદ કરવા માંગતી નથી. આ મામલે સબંધિત વિભાગોને કાયદા અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાનો પૂરેપૂરો અધિકાર છે. કોર્ટે વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા તેમજ વહેલામાં વહેલી તકે તપાસ પૂર્ણ કરવા માટે નિર્દેશ આપ્યો હતો. 

    એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 2020માં મન્સૂરીએ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન, ગૃહપ્રધાન અને અન્ય મંત્રીઓને લઈને અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. જે બાદ તેની સામે આઇપીસીની કલમ 504 (શાંતિ ભંગ કરવાના ઇરાદે જાણીજોઈને અપમાન કરવું) અને આઇટી એક્ટની કલમ 67 (ઇલેક્ટ્રોનિક રૂપમાં વાંધાજનક સામગ્રી પોસ્ટ કરવી) હેઠળ મીરગંજ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

    આ મામલે એફઆઈઆર રદ કરવા માટે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને વડાપ્રધાન કે કોઈ પણ વ્યક્તિ વિશે આ પ્રકારની અપમાનજનક ટિપ્પણીઓ કરી શકાય નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં