Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબરેલવી ઉલેમા મૌલાના શાહબુદ્દીનની અખિલેશને ખુલ્લી ચેતવણી; સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુસ્લિમને...

    બરેલવી ઉલેમા મૌલાના શાહબુદ્દીનની અખિલેશને ખુલ્લી ચેતવણી; સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુસ્લિમને બનાવો

    બરેલવી ઉલેમા મૌલાના શહાબુદ્દીનનું કહેવું છે કે આ વખતે સમાજવાદી પાર્ટીએ કોઈ મુસ્લિમને પોતાનો રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવો જોઈએ. તેમણે અખિલેશ યાદવને ખુલ્લી ચીમકી આપતા કહ્યું છે કે જો આમ કરવામાં નહીં આવે તો મુસ્લિમો માટે અન્ય વિકલ્પો ખુલ્લા છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ માટે કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, વાત એમ છે કે બરેલવી ઉલેમાની અખિલેશની સમાજવાદી પક્ષના ભવિષ્ય અંગે મોટી ચેતવણી આપી છે, મૌલાના શહાબુદ્દીને પક્ષમાં યાદવો અલ્પસંખ્યક અને મુસ્લિમ વસ્તી વધુ હોવાના કારણે એક મુસ્લિમ નેતાને સમાજવાદી પાર્ટી (SP)નો રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માગણી કરી છે. આ માંગ કરનારા મૌલાના ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે.

    અલ હઝરત સાથે જોડાયેલા બરેલવી ઉલેમા મૌલાના શહાબુદ્દીનનું કહેવું છે કે આ વખતે સમાજવાદી પાર્ટીએ કોઈ મુસ્લિમને પોતાનો રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવો જોઈએ. તેમણે અખિલેશ યાદવને ખુલ્લી ચીમકી આપતા કહ્યું છે કે જો આમ કરવામાં નહીં આવે તો મુસ્લિમો માટે અન્ય વિકલ્પો ખુલ્લા છે.મૌલાના શહાબુદ્દીને આ વાત 28, 29ના રોજ યોજાનાર સપાના રાષ્ટ્રીય અધિવેશન પહેલા કરી છે. તેમણે સપાના મુસ્લિમ પ્રેમને માત્ર ઢોંગ ગણાવ્યો છે. તેણે મંગળવારે (27 સપ્ટેમ્બર 2022) આ વાત કહી હતી.

    પોતાના વીડિયો સંદેશની શરૂઆતમાં મૌલાના શહાબુદ્દીને લખનૌમાં 28-29 સપ્ટેમ્બર 2022ના રોજ યોજાનાર સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનનો ઉલ્લેખ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંમેલનમાં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી કરવામાં આવશે . મૌલાના શહાબુદ્દીનના મતે અખિલેશ યાદવ રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે તે લગભગ નિશ્ચિત છે.

    - Advertisement -

    પોતાના વીડિયોમાં મૌલાના શહાબુદ્દીને આગળ કહ્યું છે કે આ વખતે કોઈ મુસ્લિમને સમાજવાદી પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવો જોઈએ, કારણ કે મુસ્લિમોએ મુલાયમ અને અખિલેશ બંનેને મુખ્યમંત્રી બનાવ્યા છે. તેમણે કહ્યું હતું કે જે સપા પહેલા હતી તે હવે નથી રહી. હવે સપા વેરવિખેર થઇ ગઈ છે. અખિલેશ યાદવ મુસ્લિમોના મુદ્દાઓને નજરઅંદાજ કરે છે.

    વધુમાં મૌલાનાએ કહ્યું છે કે સમગ્ર ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવના સમુદાયના લોકો એટલે કે યાદવોની વસ્તી માત્ર 7% છે. રાજ્યમાં મુસ્લિમોની સંખ્યા 22 થી 25% છે. આ મુસલમાનોનો અધિકાર છે કે આ વખતે સમાજવાદી પાર્ટીના તમામ મોટા પદો તેમના દ્વારા નક્કી કરવામાં આવે. તેમણે કહ્યું કે અખિલેશ યાદવે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ મુસ્લિમો માટે બલિદાન આપવું પડશે. જો અખિલેશ યાદવ આ બલિદાન ન આપી શકે તો આવનારી ચૂંટણીમાં મુસ્લિમો પાસે અન્ય વિકલ્પો પણ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં