Monday, November 25, 2024
More
    હોમપેજદેશ'હિંદુઓ સુરક્ષિત તો દેશ સુરક્ષિત': હિંસાપીડિત બાંગ્લાદેશી હિંદુઓ માટે આગળ આવ્યા ચારેય...

    ‘હિંદુઓ સુરક્ષિત તો દેશ સુરક્ષિત’: હિંસાપીડિત બાંગ્લાદેશી હિંદુઓ માટે આગળ આવ્યા ચારેય શંકરાચાર્ય, કહ્યું- સરકાર જમીન-સુરક્ષા આપે, ભોજનની વ્યવસ્થા અમે કરીશું

    સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ બાંગ્લાદેશમાં ઇસ્લામવાદીઓના હુમલાનો ભોગ બની રહેલા હિંદુઓને બચાવવા માટે પગલાં લેવા ભારત સરકારને વિનંતી કરી હતી. બાંગ્લાદેશી હિંદુઓ પ્રત્યે લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, કોઇ પણ દેશમાં અત્યાચારનો સામનો કરી રહેલા હિંદુઓનું હિંદુઓની ભૂમિ ભારતમાં સ્વાગત થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.

    - Advertisement -

    કથિત વિદ્યાર્થી આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરી લેતાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી. ત્યારે ભારતના ચાર મઠોના શંકરાચાર્યોએ બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને સાથે સરકારને મદદ કરવા માટે અપીલ કરીને પોતે પણ હાથ લંબાવ્યા છે. તમામ સંતોએ કહ્યું કે, તાત્કાલિક આ હુમલા બંધ થવા જોઈએ અને હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવવી જોઈએ.

    જ્યોતિર્મઠના શંકરાચાર્યએ સરકારને પગલાં લેવા કરી વિનંતી

    જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ બાંગ્લાદેશમાં ઇસ્લામવાદીઓના હુમલાનો ભોગ બની રહેલા હિંદુઓને બચાવવા માટે પગલાં લેવા ભારત સરકારને વિનંતી કરી હતી. બાંગ્લાદેશી હિંદુઓ પ્રત્યે લાગણી વ્યક્ત કરતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઇ પણ દેશમાં અત્યાચારનો સામનો કરી રહેલા હિંદુઓનું હિંદુઓની ભૂમિ ભારતમાં સ્વાગત થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. ઉપરાંત તેમણે કહ્યું હતું કે “બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. બાંગ્લાદેશ સરકારે એ ન ભૂલવું જોઈએ કે હજારો બાંગ્લાદેશીઓ ભારતમાં રહે છે. અમે ભારત સરકારને બાંગલાદેશમાં પીડિત હિંદુઓને ભારતમાં જમીન અને સુરક્ષા આપવા કરવા વિનંતી કરીએ છીએ. તેમના ખોરાક અને અન્ય જરૂરિયાતોનું ધ્યાન અમે રાખીશું, સરકાર પર તેનો કોઇ બોજ નહીં પડે.”

    ગોવર્ધન પીઠના શંકરાચાર્યએ હિંસાને ગણાવી ચીનનું ષડયંત્ર

    પુરી ગોવર્ધન પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ સમગ્ર મામલને ચીનનું ષડયંત્ર ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે “શાંતિ દ્વારા દરેક સમસ્યાનો ઉકેલ આવે છે. હિંદુઓ શાંતિપ્રિય લોકો છે. જો હિંદુઓ સુરક્ષિત હશે તો દેશ સુરક્ષિત રહેશે. બાંગ્લાદેશમાં આવી હિંસા એ ચીનનું ષડયંત્ર છે. ચીનમાં મસ્જિદોનો નાશ કરવામાં આવી રહ્યો છે અને મુસ્લિમોને દેશમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. હવે ચીન ભારતને અસ્થિર કરવા માટે બાંગ્લાદેશનો ઉપયોગ કરી રહ્યું છે. જો બાંગ્લાદેશ આને સમજવામાં નિષ્ફળ જશે, તો આવનારા દિવસોમાં તેનું અસ્તિત્વ ખતમ થઈ જશે.”

    - Advertisement -

    શારદા મઠના શંકરાચાર્યે બંને દેશની સરકારોને વાતચીત કરવા કહ્યું

    આ મામલે દ્વારકામાં આવેલા શારદા મઠના શંકરાચાર્યએ પણ અવાજ ઉઠાવ્યો હતો. શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, “ભારત અને બાંગ્લાદેશની સરકારોએ મળીને હિંદુઓની દુર્દશા અંગે ચર્ચા કરવી જોઈએ. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ ખૂબ ખરાબ છે. છેલ્લાં 50 વર્ષથી હિંદુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે તે યોગ્ય નથી. તેમનો શું વાંક? શા માટે તેમને પસંદગીપૂર્વક મારવામાં આવે છે? શા માટે તેમનાં મંદિરો ધ્વસ્ત કરવામાં આવે છે? આ સમસ્યાનો ઉકેલ જલ્દીથી શોધવો જોઈએ. જો આમ કરવામાં નહીં આવે તો આ સામાન્ય બાબત બની જશે અને પછી જ્યારે-જ્યારે વિશ્વમાં ક્યાંય પણ હિંદુઓના માથે જોખમ સર્જાય ત્યારે તેમની મદદે કોઇ પણ નહીં આવે.”

    કાંચીના શંકરાચાર્યે કરી શાંતિ માટે પ્રાર્થના

    કાંચીના શંકરાચાર્ય શંકર વિજયેન્દ્ર સરસ્વતી બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલા બાદ બાંગ્લાદેશમાં શાંતિ અને સામાન્ય સ્થિતિની પુનઃસ્થાપના માટે પ્રાર્થના કરી રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. તેમણે બાંગ્લાદેશમાં શાંતિ, સલામતી અને સ્થિરતા માટે આહવાન કર્યું હતું, જેમાં હિંદુઓની નોંધપાત્ર વસ્તી અને શક્તિપીઠ ઢાકેશ્વરી મંદિર સહિત વિવિધ ઐતિહાસિક હિંદુ મંદિરોના અસ્તિત્વ પર ભાર મૂક્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં