Monday, April 29, 2024
More
    હોમપેજદેશAMUએ જે પ્રોફેસર અફીફુલ્લાહને વિદ્યાર્થીનીના યૌન શોષણ મામલે આપી હતી કલીનચિટ, તે...

    AMUએ જે પ્રોફેસર અફીફુલ્લાહને વિદ્યાર્થીનીના યૌન શોષણ મામલે આપી હતી કલીનચિટ, તે પોલીસ તપાસમાં દોષી નીકળ્યો: ચાર્જશીટ દાખલ

    ચાર્જશીટમાં અલીગઢ પોલીસે કોર્ટમાં એ સ્વીકાર્યું છે કે વિદ્યાર્થિનીએ વોટ્સએપ અને અન્ય કેટલાક એલેક્ટ્રોનિક્સ પુરાવા એકત્રિત કર્યા છે. જેનાથી પ્રથમ દ્રષ્ટિએ જ યૌન ઉત્પીડનના આરોપો પ્રમાણિત થાય છે.

    - Advertisement -

    અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ના પ્રોફેસર અફીફુલ્લાહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેના પર એક PHDની વિદ્યાથીનીએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. પોલીસે તેમની તપાસમાં અફીફુલ્લાહને દોષી જાહેર કર્યો છે. નોંધનીય છે કે AMUએ પ્રશાસને તેની આંતરિક તપાસમાં આ પ્રોફેસરને કલીનચિટ આપી હતી.

    3 ઓકટોબર, 2023ના રોજ અલીગઢના જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટે ચાર્જશીટ સ્વીકારી પોલીસને પ્રોફેસર વિરુદ્ધ કેસ નોંધવાની મંજૂરી આપી છે. પીડિત વિદ્યાર્થિનીએ ઑપઇન્ડિયા સાથે વાત કરતી વખતે નિષ્પક્ષ તપાસ માટે યોગી સરકાર અને યુપી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ AMU પ્રશાસન પર આરોપી પ્રોફેસરની કરતૂતોને છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

    અલીગઢ પોલીસે પીડિતાને 1 સપ્ટેમ્બર 2023ના રોજ જ IGRSના માધ્યમથી માંગવામાં આવેલી સૂચના પર ચાર્જશીટ દાખલ થયાની જાણકારી આપી હતી. ચાર્જશીટમાં અલીગઢ પોલીસે કોર્ટમાં એ સ્વીકાર્યું છે કે વિદ્યાર્થિનીએ વોટ્સએપ અને અન્ય કેટલાક એલેક્ટ્રોનિક્સ પુરાવા એકત્રિત કર્યા છે. જેનાથી પ્રથમ દ્રષ્ટિએ જ યૌન ઉત્પીડનના આરોપો પ્રમાણિત થાય છે.

    - Advertisement -

    કોર્ટે ચાર્જશીટની લીધી નોંધ

    3 ઓકટોબર, 2023ના રોજ અલીગઢની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં આ ચાર્જશીટ પર સંજ્ઞાન લેવામાં આવ્યું હતું. કોર્ટે કેસ નોંધાવવાની સૂચના આપી છે. હવે પ્રોફેસર અફીફુલ્લાહે ટ્રાયલનો સામનો કરવો પડશે. અફીફુલ્લાહ વિરુદ્ધ IPCની કલમ 354(ક) (જાતીય સતામણી) હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. દોષી જાહેર થયા બાદ આ કેસમાં વધુમાં વધુ 3 વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે.

    પરવાનગી વગર દેશ નહીં છોડી શકે અફીફુલ્લાહ

    તેમની સામે નોંધાયેલી FIRમાં પ્રોફેસર અફીફુલ્લાહને 28 જૂન, 2023ના રોજ અલીગઢ સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન લેવા પડ્યા હતા. પોતાના આવેદનમાં અફીફુલ્લાહે પીડિતાને દોષી ઠેરવવાનો પ્રયાસ કર્યો અને પોતાને નિર્દોષ ગણાવ્યો હતો. આ અરજી પર સેશન્સ કોર્ટે અફીફુલ્લાહને શરતી જામીન આપ્યા હતા. જામીનની શરતોમાં પોલીસને તપાસમાં સહકાર આપવો, પીડિતા કે અન્ય સાક્ષીઓને નતો ધમકાવવા કે ન દબાણ ઊભું કરવું, પરવાનગી વિના દેશ છોડવો નહીં વેગેરેનો સમાવેશ થાય છે. જોકે, પોલીસે અફીફુલ્લાહના આગોતરા જામીનનો વિરોધ કર્યો હતો.

    અફીફુલ્લાહના આગોતરા જામીનમાં રિવોલ્વર

    અફીફુલ્લાહને 1 લાખ રૂપિયાના બોન્ડ પર આગોતરા જામીન મળ્યા છે. આમાં જામીન તરીકે અબરાર અહમદ ખાન છે. અબરાર અહમદ ખાને તેની લાયસન્સવાળી રિવોલ્વર જામીન તરીકે મૂકી છે.

    AMU પ્રશાસને આપી હતી કલીનચિટ

    આરોપી પ્રોફેસર અફીફુલ્લાહ AMUના વાઈલ્ડ લાઈફ વિજ્ઞાન વિભાગમાં અધ્યક્ષ તરીકે કામ કરે છે. પીડિતાએ 2 મે, 2023ના રોજ ઈમેઈલ દ્વારા AMU પ્રશાસનને અફીફુલ્લાહની કરતૂતોની ફરિયાદ કરી હતી. ફરિયાદમાં વિદ્યાર્થિનીએ અફીફુલ્લાહ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો, સાથે જ છેલ્લાં 5 વર્ષથી ગંદી ઓફર આપવા, અશ્લીલ હરકતો કરવા, ખરાબ માંગણીઓ કરવા અને લિપસ્ટિક અને કપડાં પર વાંધાજનક ટિપ્પણી કરવા જેવા આરોપો પણ લગાવ્યા હતા. આ ફરિયાદ પર AMUએ અફીફુલ્લાહને લગતી તપાસ કરવા માટે 8 સભ્યોની આંતરિક સમિતિની રચના કરી હતી.

    આ સમિતિમાં સીમા હાકિમ, સંગીતા સિંઘલ, ફાઝિલા શાહનવાઝ, સુબૂહી અફઝલ, આદિલા સુલ્તાના, અલવિયા ફરહીન, મારિયા શાહિદ અને જાવેદ સઈદનો સમાવેશ થાય છે. આ તમામે 26 મે, 2023ના રોજ તેમના તપાસ રિપોર્ટમાં પ્રોફેસર અફીફુલ્લાહને સારું ચરિત્ર ધરાવનાર બતાવ્યો હતો. રિપોર્ટમાં પીડિતા પર અંગ્રેજીમાં નબળી હોવાનો આરોપ લગાવી દેવામાં આવ્યો હતો. તપાસ ટીમે આ વિવાદના મૂળમાં 25 હજારની લેવડદેવડ હોવાનું જણાવ્યું હતું. AMU પ્રશાસનના જોઈન્ટ રજિસ્ટ્રાર મોહમ્મદ ઈમરાને 1 ઓગસ્ટના રોજ બીજો પત્ર જારી કર્યો હતો અને 26 મેના રોજ અફીફુલ્લાહને આપવામાં આવેલી કલીનચિટને યોગ્ય ઠેરવી હતી.

    AMUની કલીનચિટ તો પોલીસને ફરિયાદ

    26 મે, 2023ના રોજ AMU વહીવટતંત્રએ પ્રોફેસર અફીફુલ્લાહને કલીનચિટ આપ્યા પછી, પીડિતાએ અલીગઢ પોલીસમાં FIR નોંધાવી. આ FIR આઈપીસીની કલમ 354 હેઠળ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. મહિલા પોલીસ ઇન્સ્પેકટર સરિતા દ્વિવેદીની લગભગ 5 મહિનાની તપાસ બાદ આખરે અફીફુલ્લાહ વિરુદ્ધ IPCની કલમ 354 (ક) હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

    યોગી આદિત્યનાથ અને યુપી પોલીસનો માન્યો આભાર

    ઑપઇન્ડિયા સાથે વાત કરતી વખતે પીડિતાએ યોગી આદિત્યનાથ અને UP પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે અમને જણાવ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ માત્ર તેમની સાથે જ નહીં પણ અન્ય પણ ઘણી યુવતીઓ સાથે થયેલી ઉત્પીડનની ઘટનાઓને દબાવવાનો પ્રયાસ કર્યો છે. પીડિતાના જણાવ્યા અનુસાર યુનિવર્સિટી પ્રશાસન અફીફુલ્લાહ જેવા લોકોને એટલા માટે બચાવે છે કારણ કે ત્યાં તેવી જ વિચારધારાવાળા લોકોની ભરમાર છે. એક પર કાર્યવાહી થયા બાદ અન્ય પર પણ કાર્યવાહી કરવી પડશે.

    પીડિતાએ અમારી સાથે વાત કરતાં એ પણ જણાવ્યું કે તેનો અભ્યાસ દાવ પર લાગેલો છે. AMU પ્રશાસન વારંવાર વિનંતી કરવા છતાં તેમને PHD પૂર્ણ કરવા માટે મહિલા પ્રોફેસર ગાઈડ નથી આપી રહ્યું. પીડિતાનું એવું પણ કહેવું છે કે જ્યારે AMUમાં આતંકીઓનું સમર્થન કરવામાં આવે છે ત્યારે ત્યાંનું પ્રશાસન ચૂપ રહે છે. પરંતુ પોતાના ન્યાય માટે લડતી એક યુવતી વિરુદ્ધ દરેક લોકો ઊભા થઈ જાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં