Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅક્ષય કુમારે કહ્યું પૃથ્વીરાજ ચૌહાણ પર માત્ર ત્રણ લીટી, વિદેશી આક્રમણખોરો પર...

    અક્ષય કુમારે કહ્યું પૃથ્વીરાજ ચૌહાણ પર માત્ર ત્રણ લીટી, વિદેશી આક્રમણખોરો પર આખે આખા ચોપડાના થોથા? ઇતિહાસના ભણતર પર ઉઠાવ્યા સવાલો

    અક્ષય કુમારે દુખ વ્યક્ત કરતાં કહ્યું કે ઇતિહાસકારોએ ઘણા મહાન રાજાઑ સાથે અન્યાય કર્યો છે તેમના વિષે વધુ લખ્યું જ નથી.

    - Advertisement -

    અક્ષય કુમારે કહ્યું પૃથ્વીરાજ ચૌહાણ અને બીજા મહાન ભારતીય રાજાઓના ઈતિહાસને ભણતરથી અળગા રાખવામાં આવ્યા છે, એક ઇન્ટરવ્યુંમાં અક્ષય કુમારે કહ્યું પૃથ્વીરાજ ચૌહાણ અને બીજા ભારતીય રાજાઓને ઇતિહાસમાં ઉલ્લેખાયા નથી, આવનારી પેઢીઓએ એમના વિષે જાણવું જોઈએ.

    બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણને લઈને કાશી પહોંચ્યા હતા. તેમણે ભારત સરકારને ઈતિહાસના પુસ્તકો ફરીથી લખવાની અપીલ કરી છે. અભિનેતાએ કહ્યું કે ભારતના રાજાઓ મહાન હોવા છતાં ઇતિહાસના પુસ્તકોમાં તેમનો ઉલ્લેખ સુદ્ધા નથી કરાયો. દેશના બાળકોને મહારાણા પ્રતાપ અને પૃથ્વીરાજ ચૌહાણ વિશે જાણવું જોઈએ.

    ANI ને આપેલા ઈન્ટરવ્યુમાં અક્ષય કુમારે પુસ્તકોમાંથી ગાયબ થયેલા બહાદુર રાજાઓની ગાથા પર કહ્યું હતું કે, “આપણા ઈતિહાસના પુસ્તકોમાં આવું લખી શકે તેવું કોઈ નહોતું. આપણે તેના વિશે જાણવું જોઈએ. તમારા (એન્કરને કહ્યું) બાળકો પણ ભણ્યા નહીં હોય. અભિનેતાએ ભારતના શિક્ષણ મંત્રીને આ બાબતે ધ્યાન આપવાની અપીલ કરી હતી. જેથી આ માહિતીને સંતુલિત કરી શકાય.

    - Advertisement -

    અભિનેતાએ કહ્યું, “હું એમ નથી કહેતો કે આપણે મુઘલો વિશે ન જાણવું જોઈએ, પરંતુ આપણા ભારતીય રાજાઓ વિશે પણ જાણવું જોઈએ, કારણ કે તેઓ પણ મહાન હતા. આપણા બાળકોને પણ મહારાણા પ્રતાપ અને પૃથ્વીરાજ ચૌહાણ વિશે જાણવું જોઈએ. હું મારા બાળકની જ વાત કરું છું, તે અંગ્રેજો અને મુઘલો વિશે જાણે છે. પરંતુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ વિશે તે કશું નથી જાણતો કારણ કે તેણે તેમના વિષે ભણાવવામાં આવ્યુંજ નથી.

    ANI એડિટર સ્મિતા પ્રકાશ સાથે વાત કરતાં અક્ષય કુમારે ખેદ વ્યક્ત કરતા કહ્યું હતું કે, “હું સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ વિશે વધુ જાણવા માંગતો હતો. મેં તેમની (નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદી) પાસેથી ઘણી વાર્તાઓ સાંભળી હતી, પરંતુ કમનસીબે આપણા ઈતિહાસના પુસ્તકોમાં તેમના વિશે માત્ર 2 કે 3 લીટીઓ જ લખાઈ છે. આ સિવાય પણ બીજું ઘણું બધું પુસ્તકોમાં છે, આક્રમણકારો વિશે ઘણી બધી વિગતો છે, પરંતુ આપણી સંસ્કૃતિ અને આપણા મહારાજાઓનો ભાગ્યે જ કોઈ ઉલ્લેખ છે.

    અક્ષયે કહ્યું હતું કે તે સન્માન આપવા કશી આવ્યા હતા. હાથ જોડીને ફિલ્મ ચલાવવા પ્રાર્થના કરવા નહોતા ગયા, આ સાથે અભિનેતાએ એમ પણ કહ્યું કે ફિલ્મ કરતા પહેલા દિગ્દર્શક ચંદ્ર પ્રકાશ દ્વિવેદીએ તેમને કહ્યું હતું કે ગુજરાતમાં સોમનાથ મંદિર અને કાશી બંને મંદિર પૃથ્વીરાજ ચૌહાણ સાથે કેવી રીતે સંબંધિત છે.

    હિન્દુ રાષ્ટ્રવાદ નહીં,સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ : ચંદ્ર પ્રકાશ દ્વિવેદી, પૃથ્વીરાજના દિગ્દર્શક

    કાશીની તેમની મુલાકાતને હિંદુ રાષ્ટ્રવાદ સાથે જોડવા અંગે નિર્દેશક ચંદ્ર પ્રકાશ દ્વિવેદીએ કહ્યું હતું કે, “જે હિંદુ રાષ્ટ્રવાદ કહેવાય છે, હું તેને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ કહીશ. કારણ કે, આ દેશની પ્રકૃતિ હિંદુ છે અને જ્યારે હું હિંદુ કહું છું તો તેનો અર્થ સંસ્કૃતિ છે. ભારતની સાંસ્કૃતિક અને ધાર્મિક રાજધાની વારાણસી છે. ગંગા અને હિમાલય એ લાગણીનો વિષય છે. ગંગાએ ક્યારેય કશું લખ્યું નથી. પરંતુ, આપણે બધાને આ લાગણીઓ છે કે આ પ્રવાહ વહે છે, જેણે આ ઇતિહાસ જોયો છે.

    જ્ઞાનવાપીના મુદ્દે દેશમાં ચાલી રહેલી ચર્ચા પર નિવેદન આપતાં દ્વિવેદી કહે છે, “ભગવાન કાશી વિશ્વનાથનું મંદિર તોડનાર સૌપ્રથમ કુતુબુદ્દીન ઐબક હતો. કુતુબુદ્દીન ઐબક મુહમ્મદ ઘોરીનો નોકર હતો. અમારી ફિલ્મમાં પણ સોમનાથ મંદિરનો ઉલ્લેખ છે. સોમનાથ અનેકવાર તોડવામાં આવ્યું હતું. આ દેશ સામે એક મોટો પ્રશ્ન હતો કે જે કંઈ નષ્ટ થઈ ગયું હતું તેને આમ જ છોડી દો.1947માં દેશ આઝાદ થયા પછી સરદાર પટેલ, કે.એન.મુનશી, મોહન ઝા વગેરેએ સાથે મળીને નક્કી કર્યું કે આપણી ઉર્જાનું કેન્દ્ર સોમનાથ મંદિર છે. આ આપણા સાંસ્કૃતિક પુનરુત્થાન વિશે છે. 1500 થી વધુ વર્ષોથી (1192), આપણા પર ઘણી રીતે હુમલો કરવામાં આવ્યો છે. પરંતુ હવે સ્વતંત્ર ભારતમાં આપણી પાસે તક છે. આ પછી 1948માં સોમનાથનું મંદિર ફરી ખોલવામાં આવ્યું.

    મંદિરોમાં ચઢાવો ચડાવવા પર અક્ષય કુમારનું નિવેદન

    મંદિરોમાં ચઢાવો કે પ્રશાદ ચઢાવવાના પ્રશ્ન પર અક્ષય કુમારે કહ્યું કે તે તાજેતરમાંજ સોમનાથ મંદિરમાં ગયા હતા. ત્યાં તેમણે દૂધ ચઢાવવાનું હતું, પરંતુ તેણે દૂધ ચઢાવવાને બદલે મંદિર ટ્રસ્ટને આપ્યું અને જરૂરિયાતમંદોને આપવા વિનંતી કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં