Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારતના પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટનીના પુત્ર અનીલ એન્ટનીએ નરેન્દ્ર મોદીની તરફેણમાં આપ્યું...

    ભારતના પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટનીના પુત્ર અનીલ એન્ટનીએ નરેન્દ્ર મોદીની તરફેણમાં આપ્યું રાજીનામું; BBC ડોક્યુમેન્ટ્રીનો કર્યો હતો વિરોધ

    અનીલ એન્ટનીનું રાજીનામું ત્યારે આવ્યું છે જ્યારે કેરળમાં કોંગ્રેસ અને તેની અન્ય શાખાઓ ભારતમાં પ્રતિબંધિત એવી BBCની ડોક્યુમેન્ટ્રીનું જાહેર પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે.

    - Advertisement -

    દેશનાં પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટનીનાં પુત્ર અનીલ એન્ટનીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. હજી ગઈકાલે જ તેમણે નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરતી BBCની ડોક્યુમેન્ટ્રી વિરુદ્ધ પોતાનાં વિચાર રજુ કર્યા હતાં. એકે એન્ટની દેશના પૂર્વ રક્ષામંત્રી હોવા ઉપરાંત કેરળના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. અનીલ એન્ટનીએ થોડા સમય પહેલાં પોતે કોંગ્રેસમાંથી રાજીનામું કેમ આપ્યું છે તેના કારણો રજુ કરતી ટ્વીટ કરી છે.

    પોતાની ટ્વીટમાં અનીલે જણાવ્યું છે કે તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તેમજ INC કેરળના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે ગઈકાલે BBC ડોક્યુમેન્ટ્રીનો વિરોધ કરતી જે ટ્વીટ કરી હતી તેને હટાવવા માટે કેરળ કોંગ્રેસના કેટલાક નેતાઓએ હુકમ કર્યો હતો. પરંતુ અનીલ એન્ટની પોતાની ટ્વીટ પર કાયમ રહ્યાં હતાં.

    અનીલ એન્ટનીનો આરોપ છે કે તેમને પોતાનાં વિચારો પરત લેવાનો ફક્ત આદેશ જ નહોતો આપવામાં આવ્યો પરંતુ ગઈકાલ સુધી જે લોકો તેમનાં સમર્થનમાં હતાં તેમણે જ પોતાની ફેસબુક પોસ્ટ પર તેમનાં માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.

    - Advertisement -

    એકે એન્ટનીનાં પુત્ર અનીલ આગળ કહે છે કે જે લોકો અભિવ્યક્તિની આઝાદીના લડવૈયા તરીકે પોતાની જાતને ચીતરે છે તે જ લોકો મને મારા સ્વતંત્ર વિચારો બદલ અભદ્ર ભાષા વડે મારું અપમાન કરી રહ્યાં છે. અનીલ એન્ટનીએ આ તમામને દંભ કહ્યો છે.

    અનીલ એન્ટનીનું રાજીનામું ત્યારે આવ્યું છે જ્યારે કેરળમાં કોંગ્રેસ અને તેની અન્ય શાખાઓ ભારતમાં પ્રતિબંધિત એવી BBCની ડોક્યુમેન્ટ્રીનું જાહેર પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. એવા સમયે કોંગ્રેસ અને કોંગ્રેસીઓ હજી પણ બ્રિટીશકાળમાં જીવતાં હોવાનો આરોપ અનીલ એન્ટનીએ મુક્યો હતો. તેમનું કહેવું હતું કે આ પ્રકારની ડોક્યુમેન્ટ્રી એ દેશના સાર્વભૌમત્વ પર પ્રહાર છે જેને ચલાવી ન શકાય.

    અનીલ એન્ટનીનાં રાજીનામાં બાદ ભાજપના પ્રવક્તા શેહઝાદ પુનાવાલાએ પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે અનીલ એન્ટની તેમનાં પ્રિય મિત્ર છે અને તેમણે પણ કોંગ્રેસ મેં જે સંજોગોમાં છોડી હતી એ જ સંજોગોમાં છોડી છે.

    શેહઝાદ પુનાવાલાએ 2017માં રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા અંગે પોતાનાં વિચારો વ્યક્ત કર્યા હતાં. આ સમયે શેહઝાદના ભાઈ તેહસીન અને તેમનાં પત્ની મોનિકા વાડ્રા પુનાવાલાએ શેહઝાદથી દૂર થઇ જવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ શહેઝાદે કોંગ્રેસ છોડી દીધી હતી. શહેઝાદ પુનાવાલાએ દાવો કર્યો હતો કે અનીલ એન્ટનીને કોંગ્રેસ છોડવા માટે મજબુર કરવામાં આવ્યા છે કારણકે કોંગ્રેસીઓ એક ખાસ પરિવાર વિરુદ્ધ નાનાં સરખા વિચાર દર્શાવવા બાબતે એકદમ અસહિષ્ણુ છે.

    પૂનાવાલાએ આગળ જણાવ્યું હતું કે કોંગ્રેસની સ્થિતિ એવી છે કે દિગ્વિજયસિંહ સેના વિરુદ્ધ ગમે તે બોલી શકે પરંતુ અનીલ એન્ટનીને એક ખાસ પ્રોપેગેન્ડાની ટીકા કરવા બદલ પક્ષ છોડવા માટે મજબુર કરાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં