Sunday, November 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજસ્થાન: અજમેર દરગાહના ખાદિમના પુત્ર તૌસીફ ચિશ્તીની ધરપકડ, આતંકવાદીને આપ્યો હતો આશ્રય

    રાજસ્થાન: અજમેર દરગાહના ખાદિમના પુત્ર તૌસીફ ચિશ્તીની ધરપકડ, આતંકવાદીને આપ્યો હતો આશ્રય

    અજમેર આવેલી પંજાબ પોલીસની સ્પેશિયલ ટીમે સ્થાનિક પોલીસની મદદથી શુક્રવારે એક કેફેમાં દરોડા પાડીને તૌસીફને ઝડપી લીધો હતો.

    - Advertisement -

    રાજસ્થાનના અજમેરમાંથી પંજાબ પોલીસે અજમેર દરગાહના ખાદિમના પુત્રની ધરપકડ કરી લીધી છે. આરોપીનું નામ તૌસીફ ચિશ્તી હોવાનું જાણવા મળ્યું છે. તેની ઉપર આતંકવાદીને આશ્રય આપવાનો આરોપ લાગ્યો છે. પંજાબ પોલીસ તેને પોતાની સાથે લઇ ગઈ છે, જ્યાં પૂછપરછ કરવામાં આવી રહી છે. 

    ધરપકડ ગત મે મહિનામાં મોહાલી સ્થિત સીઆઈડી હેડક્વાર્ટર પર થયેલ ગોળીબારના કેસમાં કરવામાં આવી છે. પોલીસે આ કેસના મુખ્ય આરોપી અને હુમલાખોર ચરતસિંહની ધરપકડ કરી લીધી હતી. તેની પાસેથી એકે-47 જેવાં હથિયારો પણ મળી આવ્યાં હતાં. ચરતસિંહની ધરપકડ બાદ આ મામલે તૌસીફ ચિશ્તીનું પણ નામ ખુલ્યું હતું. 

    તૌસીફ પર આરોપ છે કે તેણે ચરતસિંહ મોહાલીથી ભાગીને આવ્યા બાદ તેને અજમેરમાં આશ્રય આપ્યો હતો. તેણે તેને હથિયારો અને ડ્રગ્સ પણ ઉપલબ્ધ કરાવ્યાં હોવાનું ખુલ્યું હતું. ચરતસિંહે પૂછપરછમાં તૌસીફનું નામ કહેતાં પંજાબ પોલીસ રાજસ્થાન આવવા માટે નીકળી હતી. 

    - Advertisement -

    અજમેર આવેલી પંજાબ પોલીસની સ્પેશિયલ ટીમે સ્થાનિક પોલીસની મદદથી શુક્રવારે એક કેફેમાં દરોડા પાડીને તૌસીફને ઝડપી લીધો હતો. ત્યારબાદ તેને પંજાબ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. 

    તૌસીફ ચિશ્તીના અબ્બા તારિક ચિશ્તી અજમેર દરગાહના ખાદિમો પૈકીના એક છે. જે ફખર જમાલીનો પિતરાઈ ભાઈ થાય છે, જેની ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ ‘સર તન સે જુદા’ના ભડકાઉ નારા લગાવવા બદલ જુલાઈમાં ધરપકડ કરવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે જે અજમેર દરગાહના ખાદિમના પુત્રની ધરપકડ થઇ તે દરગાહનું કન્હૈયાલાલ હત્યાકાંડ સાથે પણ કનેક્શન છે. જેમને માત્ર સોશિયલ મીડિયા પર નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ બે કટ્ટરપંથી ઇસ્લામીઓ દ્વારા મારી નાંખવામાં આવ્યા હતા. ઘટના બાદ સામે આવ્યું હતું કે, બે હત્યારાઓ પૈકીનો એક અજમેર દરગાહના ખાદિમ ગૌહર ચિશ્તીને મળ્યો હતો. ચિશ્તી હાલ જેલમાં બંધ છે અને તાજેતરમાં જ તેની જામીન અરજી ફગાવાઈ હતી. 

    જે કેસ મામલે તૌસીફની ધરપકડ થઇ તેની વિગતો એવી છે કે પંજાબ ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર હુમલો પાકિસ્તાની ગુપ્ત એજન્સી ISI ના કહેવા પર થયો હતો. જે હુમલો ખાલિસ્તાની આતંકી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલે કરાવ્યો હતો. જેનો માસ્ટરમાઇન્ડ કેનેડામાં રહેતો લખબીરસિંહ લાડા છે. તે પાકિસ્તાનથી ઓપરેટ કરતા ગેંગસ્ટર હરવિન્દર રિંદાનો નજીકનો માણસ છે. હુમલાખોરો પાસેથી પાકિસ્તાનથી મોકલાયેલાં હથિયારો પણ મળી આવ્યાં હતાં. આ મામલે અત્યાર સુધીમાં ચરત અને તૌસીફ સિવાય મોહમ્મદ નસીમ આલમ અને મોહમ્મદ સરફરાઝની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં