Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહવે વીર મહિપાલસિંહ વાળાના નામ પરથી ઓળખાશે અમદાવાદની આ સ્કૂલ: અન્ય એક...

    હવે વીર મહિપાલસિંહ વાળાના નામ પરથી ઓળખાશે અમદાવાદની આ સ્કૂલ: અન્ય એક અંગ્રેજી શાળાને વીર શશિપ્રભાકર રાજપૂતનું નામ અપાયું

    શાળાઓમાં લીલાનગર ગુજરાતી સ્કૂલ નંબર-2 અને લીલાનગર ઇંગ્લિશ પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે. બંનેને ક્રમશઃ મહિપાલસિંહવાળા અને શશિપ્રભાકર રાજપૂતનાં નામ અપાયાં છે.

    - Advertisement -

    તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં વીરગતિ પામેલા જવાન મહિપાલસિંહ વાળાના નામ પરથી અમદાવાદના લીલાનગરની સરકારી શાળા નંબર-2નું નામકરણ કરવામાં આવ્યું છે. સાથે જ અન્ય એક શાળાને અન્ય બલિદાની જવાન શશીપ્રભાકર વીરેન્દ્રસિંહ રાજપૂતનું નામ અપાયું છે. 

    શનિવારે (19 ઓગસ્ટ, 2023) અમદાવાદના વિરાટનગરમાં એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં બંને શાળાનું નામકરણ કરવામાં આવ્યું. શાળાઓમાં લીલાનગરની ગુજરાતી શાળા નંબર-2 અને લીલાનગર ઇંગ્લિશ પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે. બંનેને ક્રમશઃ મહિપાલસિંહ વાળા અને શશિપ્રભાકર રાજપૂતનાં નામ અપાયાં છે. કાર્યક્રમમાં બંને વીર હુતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શાળાઓનું નામાભિધાન કરવામાં આવ્યું હતું. દરમ્યાન બંને વીરવરના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

    મળતી માહિતી પ્રમાણે, આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ, અમદાવાદના મેયર કિરીટ પરમાર, સાંસદ હસમુખ પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પોતાના વક્તવ્ય દરમિયાન મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું કે, “આ શહીદોની વીરતા અને તેમના સાહસને આવનારી પેઢી યાદ રાખે તે માટે કોર્પોરેશન સાથે મળીને આ સ્કૂલનાં નામ રાખવામાં આવ્યાં છે. જ્યારે મુખ્યમંત્રી અંતિમ સંસ્કારમાં આવ્યા ત્યારે સૂચન કર્યું હતું કે, આ શહીદને આવનારી પેઢી યાદ રાખે તે માટે વિશેષ કાર્યક્રમ રાખવો.”

    - Advertisement -

    આતંકવાદીઓ સામે લડતાં-લડતાં વીરગતિ પામ્યા હતા જવાનો

    ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ગત 4 ઓગસ્ટ, 2023ના રોજ એક સૈન્ય ઓપરેશન દરમિયાન ભારતીય સેનાના ત્રણ જવાનો વીરગતિ પામ્યા હતા. જેમાંથી એક મૂળ સુરેન્દ્રનગરના મહિપાલસિંહ વાળા પણ હતા. આતંકવાદીઓ સામે લડતાં-લડતાં તેમણે સર્વોચ્ચ બલિદાન આપ્યું.

    કાશ્મીરના કુલગામના હલાન જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સંતાયેલા હોવાની બાતમીના આધારે સુરક્ષાબળોએ એક વિશેષ ઓપરેશન શરૂ કર્યું હતું. અહીં જવાનો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા તે દરમિયાન ઝાડીમાં છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ તેમની ઉપર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં સેનાના ત્રણ જવાનોને ગોળી વાગી ગઈ હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. કુલગામમાં સર્વોચ્ચ બલિદાન આપનારા ત્રણ જવાનોમાં મહિપાલસિંહ વાળા ઉપરાંત, બાબુલાલ હરિતવાલ અને વસીમ સરવરનો સમાવેશ થાય છે.

    લીલાનગર ઇંગ્લિશ પબ્લિક સ્ફૂલને વીરગતિ પ્રાપ્ત જવાન શશીપ્રભાકર વીરેન્દ્રસિંહ રાજપૂતનું નામ આપવામાં આવ્યું છે. સપ્ટેમ્બર 2005માં તેઓ જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં આતંકવાદીઓ સામે લડતાં-લડતાં વીરગતિ પામ્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં