Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાતજુહાપુરામાં ફરી વળ્યું બુલડોઝર…: ગણતરીના કલાકોમાં 17 મકાનો જમીનદોસ્ત, અમદાવાદ મહાનગરપાલિકાની કાર્યવાહી,...

    જુહાપુરામાં ફરી વળ્યું બુલડોઝર…: ગણતરીના કલાકોમાં 17 મકાનો જમીનદોસ્ત, અમદાવાદ મહાનગરપાલિકાની કાર્યવાહી, અગાઉ અપાઈ હતી નોટિસ

    મદાવાદ મ્યુનિ.એ વેજલપુર પોલસીની સુરક્ષા મેળવી બે બુલડોઝર, બે હીટાચી મશીન અને મજૂરોના કાફલા સાથે જુહાપુરા વિસ્તારમાં 17 જેટલા ગેરકાયદે નિર્માણ પામેલા મકાનો તોડવાની કામગીરી હાથ ધરી હતી. ડિમોલિશન અટકાવવા માટે ગેરકાયદે બાંધકામ કરનારા તત્વોએ માથાકૂટ પણ કરી તેમ છતાં તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

    - Advertisement -

    અમદાવાદના મુસ્લિમબહુલ વિસ્તાર જુહાપુરાથી એક સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ગેરકાયદે બાંધકામો માટે કુખ્યાત વિસ્તાર ગણાતા જુહાપુરા-મક્તમપુરા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. આ ડિમોલિશન દરમિયાન બે માળના 17 ગેરકાયદે બનેલા મકાનો જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

    અહેવાલોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારના મક્તમપુરા વોર્ડમાં એક કેનાલની પાછળ ખાનગી માલિકીની જગ્યામાં બે માળના મકાન બની રહ્યા હતા. આ મકાન બનાવવા માટે મ્યુનિસિપાલિટીની મંજૂરી લેવામાં આવી નહોતી. આ બાબતની જાણ એસ્ટેડ-ટીડીઓ ખાતાને થઈ હતી. એસ્ટેડ-ટીડીઓ વિભાગે ગેરકાયદે બાંધકામ કરનારને નિયમ પ્રમાણે નોટિસો પણ ફટકારી હતી. તેમ છતાં મકાન બાંધકામનું કાર્ય અટકાવવામાં આવ્યું નહોતું.

    ત્યારબાદ અમદાવાદ મ્યુનિ.એ વેજલપુર પોલસીની સુરક્ષા મેળવી બે બુલડોઝર, બે હીટાચી મશીન અને મજૂરોના કાફલા સાથે જુહાપુરા વિસ્તારમાં 17 જેટલા ગેરકાયદે નિર્માણ પામેલા મકાનો તોડવાની કામગીરી હાથ ધરી હતી. ડિમોલિશન અટકાવવા માટે ગેરકાયદે બાંધકામ કરનારા તત્વોએ માથાકૂટ પણ કરી તેમ છતાં તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

    - Advertisement -

    દાદાગીરી, બબલ, ધમાલ અને ડ્રગ્સ માટે કુખ્યાત છે જુહાપુરા

    આ પહેલા પણ જુહાપુરા વિસ્તારમાંથી શાંતિ ડોળવાના અનેક પ્રયાસો થતાં રહ્યા છે. વર્ષ 2022માં અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મુસ્લિમોએ મોટી સંખ્યામાં એકઠા થઈને તત્કાલીન ભાજપ પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ રેલી કાઢી હતી. જુહાપુરા ખાતેના ભારત પાન પાર્લર પાસે મુસ્લિમોનું મોટું ટોળું એકત્રિત થતાં તુરંત જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. શાંતિ ભંગ ન થાય તેના માટે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી પોલીસ અને એજન્સી ખડકી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા લોકોને શાંતિ માટે સમજાવવાના પ્રયત્નો થયા હતા પરંતુ ટોળાએ પોલીસની વાતા ન માનતા કટ્ટરવાદી ટોળાં અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું . જેથી પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

    ટોળાંમાંથી ખાસ કરીને મુસ્લિમ મહિલાઓને આગળ કરવામાં આવી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે તે મહિલાઓ પોલીસની કોઈ વાત નહોતી માની રહી અને પોલીસ સાથે તેમણે વધુ તકરાર કરતાં આ સમગ્ર ઘર્ષણ શરૂ થયું હતું. જે બાદ મહિલા પોલીસ દ્વારા આ તોફાની મહિલાઓની અટકાયત કરવાની ફરજ પડી હતી.

    આ પહેલા પણ જુહાપુરા વિસ્તારના રિંગરોડ પર મુસ્લિમ યુવકોએ એક મુસ્લિમ યુવતીને અભદ્ર ગાળો આપી હતી. જેનું કારણ માત્ર એટલું હતું કે તે મુસ્લિમ યુવતી તેના એક હિંદુ મિત્ર સાથે ફરી રહી હતી. મુસ્લિમ યુવકોએ રસ્તામાં એકલી ચાલી જતી એ યુવતીનો પીછો કરીને ઊભી રાખી હતી અને તેનું નામ, પિતાનું નામ અને સરનામું પૂછ્યું હતું. આ બધા પ્રશ્નોના જવાબ યુવતીએ શાંતિપૂર્વક આપ્યા હતા. જે બાદ મુસ્લિમ યુવક ગંદી ગાળો આપીને કહેવા લાગ્યો હતો કે, “કાફિર સાથે ફરે છે આટલા બધા મુસલમાન છે તો પણ! તારી જેવીઓના લીધે બીજી મુસ્લિમ છોકરીઓ બગડે છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં