Sunday, April 21, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદને અશાંત કરવાનો અસફળ પ્રયાસ: જુહાપુરામાં મુસ્લિમોએ નુપુર શર્માનો વિરોધ કરવા રેલી...

  અમદાવાદને અશાંત કરવાનો અસફળ પ્રયાસ: જુહાપુરામાં મુસ્લિમોએ નુપુર શર્માનો વિરોધ કરવા રેલી કાઢી, પોલીસે 30ની કરી ધરપકડ

  શુક્રવારે જુમમાની નમાજ બાદ અમદાવાદમાં ઠેર ઠેર ઉન્માદી ટોળાં ઉમડી પડ્યા હતા.

  - Advertisement -

  ગયા શુક્રવારની નમાજ બાદ શરૂ થયેલ હવે થોભવાનું નામ નથી લઈ રહી. એક બાદ એક શહેરોમાં કટ્ટરવાદી માનસિકતાવાળા લોકો ટોળાં બનાવીને રસ્તે ઉતરતા નજરે પડી રહ્યા છે. આ જ શ્રેણીમાં હવે ગુજરાત પણ આવી રહ્યું છે. આજે અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં મુસ્લિમોએ મોટી સંખ્યામાં એકઠા થઈને નૂપુર શર્મા વિરુદ્ધ રેલી કાઢી હતી.

  આજે સવારે અમદાવાદના જુહાપુરામાં નૂપુર શર્મા નિવેદનનો વિરોધ કરવા માટે નૂપુર શર્મા વિરુદ્ધ રેલી કરવા ટોળું એકત્રિત થયું હતું. જુહાપુરા ખાતેના ભારત પાન પાર્લર પાસે મુસ્લિમોનું મોટું ટોળું એકત્રિત થતાં તુરંત જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.

  શાંતિ ભંગ ન થાય તેના માટે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી પોલીસ અને એજન્સી ખડકી દેવામાં આવી છે. પોલીસ દ્વારા લોકોને શાંતિ માટે સમજાવવાના પ્રયત્નો થયા હતા પરંતુ ટોળાએ પોલીસની વાતા ન માનતા કટ્ટરવાદીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું . જેથી પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

  - Advertisement -

  ટોળાંમાંથી ખાસ કરીને મુસ્લિમ મહિલાઓને આગળ કરવામાં આવી રહી હતી. અને પોલીસના જણાવ્યા મુજબ તે મહિલાઓ પોલીસની કોઈ વાત નહોતી માની રહી અને પોલીસ સાથે તેમણે વધુ તકરાર કરતાં આ સમગ્ર ઘર્ષણ શરૂ થયું હતું. જે બાદ મહિલા પોલીસ દ્વારા આ તોફાની મહિલાઓની અટકાયત કરવાની ફરજ પડી હતી.

  ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ગઈ કાલે જ આ લોકો દ્વારા વોટ્સએપ પર એક નનામો મેસેજ વાઇરલ કરવામાં આવ્યો હતો જેમાં આજે જુહાપુરામાં રેલી કરવાની સૂચના હતી અને મહિલાઓ તથા બાળકોને પણ આ રેલીમાં જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. પોલીસને ગઈ કાલથી જ આ જાણકારી માલ્ટા તેમણે પહેલાથી પૂર્વ તૈયારી કરી રાખી હતી અને જેના લીધે આજે આ પ્રયાસ નિષ્ફળ કરી શકાયો હતો.

  હાલમાં પોલીસ દ્વારા રેલી કાઢવાનો પ્રયાસ કરનાર 30 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. જે બાદ જુહાપુરામાં હાલ શાંતિપૂર્ણ માહોલ છતાં પણ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

  અત્રે નોંધનીય છે કે ગુજરાતની શાંતિ ભંગ કરવાનો આ પ્રથમ પ્રયશ નથી. ગયા શુક્રવારની નમાજથી શરૂ કરીને હમણાં સુધી અનેક નાના મોટા પ્રયત્નો થયા છે ગુજરાતમાં કોમી તોફાનો કરાવવા માટેના. જેમાં સૌ પહેલા જુમ્માની નમાજ બાદ અમદાવાદનાં મિર્ઝાપુર તથા વડોદરાના ગોરવા ખાતે મુશલીમ ભીડે રસ્તા પર તોફાન કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ ગઈ કાલે સુરતમાં એક બ્રિજ પર નૂપુર શર્માના પોસ્ટરો લગાવીને ફરી ધમાલ કરવાનો પ્રયત્ન થયો હતો.

  જે બાદ કાલે મોડી રાતે આણંદ જિલ્લાના બોરસદમાં કોમી ધિંગાણું થયું હતું જેમાં એક પોલીસ કર્મી સહિત 5 લોકો ઘાયલ થયા હતા. અને હવે અમદાવાદના જુહાપુરાથી આ સમાચાર આવી રહ્યા છે. તો એક જોતાં આ બધી ઘટનાઓ કોઈ એક પૂર્વ આયોજન સાથે થઈ રહી હોય એવું માનવમાં આવી રહ્યું છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં