અમદાવાદની યુવતીની મુસ્લિમ યુવક દ્વારા પજવણીનો એક તાજો કિસ્સો ખૂબ ચર્ચામાં છે. જેમાં તેને સોશિયલ મીડિયા મારફતે યુવતી પર કાબૂ મેળવીને તેને પોતાના વશમાં કરી, અને બાદ તેની પાસે મન ફાવે તે કામ કરાવતો. ક્યારેલ અશ્લીલ ફોટા વિડીયો મંગાવતો, તો ક્યારેક સિગરેટના ડામ અપાવતો. યુવતીના પરિવારને ખ્યાલ આવતા તેઓએ પુણેના સાહિલ સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તાજી જાણકારી મુજબ અમદાવાદ પોલીસે પુણેથી આ રાક્ષસની ધરપકડ કરી લીધી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી સાહિલ પુણેનો નિવાસી છે અને ત્યાં ફળ વેચવાનું કામ કરે છે. આરોપી સોશિયલ મીડિયા દ્વારા યુવતી પાછળ પડ્યો હતો અને એનકેન પ્રકારે તેને ફસાવી હતી. બાદમાં તેના અશ્લીલ વિડીયો ઉતારીને તેને બ્લેકમેલ કરતો હતો. ક્યારેક ચાલુ ફોન પર કપડા ઉતરાવતો, તો ક્યારેક સિગારેટ પીવા મજબૂર કરતો હતો. ઘણીવાર તે ચાલુ ફોન પર યુવતીને જાતે જ સિગારેટના ડામ લેવા મજબૂર કરતો હતો.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તે યુવતીને પૈસા માટે પણ બ્લેકમેલ કરતો હતો. ઘણીવાર જુદા જુદા QR કોડ મોકલીને પૈસા મંગાવતો હતો. જો યુવતી પાસે પૈસા ના હોય તો તે પોતાના પરિવારના સભ્યો પાસે ઉધાર લઈને પણ સાહિલને મોકલાવતી હતી. અહેવાલો અનુસાર પોલીસ હાલ આ મામલે લવજેહાદના એન્ગલની પણ તપાસ કરી રહી છે.
આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ અમદાવાદની બોપલ પોલીસ સ્ટેશનના પોઈસ ઇન્સ્પેકટર B.T ગોહિલનો સંપર્ક કર્યો હતો. તેમણે કેસ વિષે વિગતે માહિતી આપતા જણાવ્યું હતું કે, “યુવતી માત્ર 20 વર્ષની છે અને બોપલ ખાતે પરિવાર સાથે રહે છે. તે ઈન્સ્ટાગ્રામ મારફતે પૂણેના સાહિલના સંપર્કમાં આવી હતી. શરૂઆતની સારી-સારી વાતચીત બાદ તે તેના માટે ખૂબ પઝેસીવ થઇ ચૂકી હતી. જેવું યુવક કહેતો તેમજ યુવતી કરતી. અંતે તેણે તેના આપત્તિજનક ફોટા વિડીયો મેળવી લઈને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. યુવતી એ હદે માનસિક ટોર્ચર થઇ કે તે સાહિલની તમામ વાતો માનીને તેનું અનુકરણ કરવા લાગી.”
હાલ આરોપી પોલીસની પકડમાં છે એટલે પૂછપરછમાં વધુ ખુલાસાની શકયતા છે.