Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશું સૈફ અલી ખાનના કારણે ફ્લોપ થશે 'આદિપુરુષ'? જાણો ફિલ્મના ટીઝર રીલીઝ...

    શું સૈફ અલી ખાનના કારણે ફ્લોપ થશે ‘આદિપુરુષ’? જાણો ફિલ્મના ટીઝર રીલીઝ થયા બાદ સામે આવતાં તારણો

    આદિપુરુષને લઈને દર્શકોને ખૂબ આશા હતી પરંતુ ટીઝર લૉન્ચ થયા બાદ જુદી જ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

    - Advertisement -

    સૈફ અલી ખાન અને પ્રભાસ સ્ટારર ફિલ્મ આદિપુરુષનું ટીઝર હાલમાં જ રિલીઝ થયું હતું. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે આદિપુરુષ ફિલ્મનું ટીઝર જોઈ દર્શકો નારાજ થયા હતા. દર્શકોની નારાજગી આમ તો અનેક બાબતોને લઈને છે, પણ સૈફ અલી ખાનના ભગવાન રામને લઈને ભૂતકાળના નિવેદનો અને તેના ફિલ્મમાં પહેરાયેલા વસ્ત્રો જોઇને નારાજગી વધુ જોવા મળી રહી છે. આદિપુરુષ ફિલ્મનું ટીઝર જોઈ દર્શકો સૈફને રાવણની બદલે ખીલજી ગણાવી રહ્યા છે.

    હાલ લોકો આદિપુરુષ ફિલ્મમાં સૈફના રોલ અને તેના ભૂતકાળના નિવેદનોના કારણે ઘેરી રહ્યા છે.

    સૈફ અલી ખાનનું ભગવાન રામ પર નિવેદન

    - Advertisement -

    આ દિવસોમાં એક્ટર્સ જૂના નિવેદનોને કારણે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહ્યા છે. આદિપુરુષની રિલીઝ પહેલા સૈફ અલી ખાનનું પણ ભૂતકાળનું આવું જ નિવેદન સામે આવ્યું છે. વીડિયોમાં સૈફ અલી ખાન કહેતો જોવા મળી રહ્યો છે કે તે પોતાના પુત્રનું નામ રામના નામ પર રાખી શકતો નથી. વીડિયોમાં સૈફ કહેતા જોવા મળે છે કે, “હું મારા પુત્રનું નામ સિકંદર નથી રાખી શકતો અને તેનું નામ વાસ્તવિક રીતે રામ તો રાખી જ ન શકું, તો પછી સારું મુસ્લિમ નામ કેમ ન રાખું? પરંતુ તૈમૂર અથવા એવું કોઈ નામ રાખવામાં તેને અનુકુળતા લાગે છે.”

    સૈફ અલી ખાનનો રાવણનો લુક

    આદિપુરુષ સૈફ અલી ખાનનો લુકપણ વિવાદોનું કારણ બન્યો છે. એક તરફ જ્યાં રામનું પાત્ર મૂછ સાથે બતાવવામાં આવ્યું છે, ત્યાં બીજી તરફ રાવણના પાત્રની લાંબી દાઢી છે. લોકો સૈફ અલી ખાનના રાવણ લુકની તુલના અલાઉદ્દીન ખિલજી સાથે કરી રહ્યા છે. ઘણા દર્શકોને રાવણનો ગેટઅપ પસંદ નથી આવી રહ્યો. જનોઈ વગરના રાવણ તેમજ તેના સુપરહીરો કે વિલન જેવા પોશાક, હેરસ્ટાઈલ લોકોને પસંદ નથી આવ્યા, ઘણા લોકોએ એમ પણ કહ્યું કે સૈફ રાવણ નહીં પણ ખિલજી જેવો દેખાય છે.

    પ્રભાસે ભજવેલા રામનો લુક અને અભિનય

    ભગવાન શ્રી રામનું પાત્ર ભજવીને અનેક કલાકારોનું કરિયર બની ગયું છે, પરંતુ પ્રભાસ સાથે આવું કશું થશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે, કારણ કે પ્રથમ તો સોશિયલ મીડિયા પર લોકો ફિલ્મમાં પ્રભાસના રામ લુકથી બહુ સંતુષ્ટ જોવા નથી મળી રહ્યા, અને ફિલ્મમાં ભગવાન રામને મૂછો વાળા દેખાડવા પર પણ કેટલાક લોકોએ આપત્તિ જતાવી છે.

    VFX ના નામે એનિમેશન ફિલ્મ

    આદિપુરુષ ફિલ્મ ફ્લોપ જવાની પ્રબળ સંભાવના છે અને તેનું મુખ્ય કારણ ફિલ્મનું VFX વર્ક છે. ફિલ્મના VFX એટલા ખરાબ છે કે VFXને બદલે તેને કાર્ટૂન અથવા એનિમેશન મૂવી કહીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં