Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ"નાટુ નાટુ" ને ઓસ્કર મળ્યાં બાદ થયો વિવાદ: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ગાયક...

    “નાટુ નાટુ” ને ઓસ્કર મળ્યાં બાદ થયો વિવાદ: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ગાયક કલાકાર અદનાન સામી વચ્ચે છેડાયું ટ્વીટર યુદ્ધ, કહ્યું- સંકુચિત માનસિકતાના કુવાના દેડકા…

    ત્યાર બાદ અદનાન સામીનું આ ટ્વિટ વાયરલ થઈ ગયું હતું. આ ટ્વીટ માટે કેટલાક યૂઝર્સે તેમને ટ્રોલ કરવાની કોશિશ પણ કરી હતી.

    - Advertisement -

    તાજેતરમાં યોજાયેલ ઓસ્કર એવોર્ડમાં ભારતીય ફિલ્મ RRRના નાટુ-નાટુ ગીતને ઓસ્કર મળ્યાં બાદ ભારતીય ફિલ્મ જગત ખુબ ગૌરવ અનુભવી રહ્યું છે, તેવામાં વિવાદનો એક નાનકડો ચમકારો પણ જોવા મળ્યો છે. નાટુ-નાટુને ઓસ્કર મળ્યાં બાદ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી કે ફિલ્મ RRRના ગીત ‘નાટુ-નાટુ‘ને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. આ ટ્વીટમાં સીએમ રેડ્ડીએ લખ્યું, ‘તેલુગુ ધ્વજ ઉંચો ફરકી રહ્યો છે’. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા કરાયેલા આ ટ્વિટ પર સિંગર અદનાન સામી વાંધો ઉઠાવતા હોય તેમ સીએમ રેડ્ડીની આલોચના કરતા કહ્યું છે કે આ તેમની સંકુચિત માનસિકતા દર્શાવે છે.

    રીપોર્ટ મુજબ જગન મોહન રેડ્ડીએ ટ્વિટમાં લખ્યું હતું કે, “આભાર એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર, રામ ચરણ, એમએમ કેરાવાની, ચંદ્ર બોઝ અને આરઆરઆર ફિલ્મની સમગ્ર ટીમ. મને અને કરોડો તેલુગુઓ અને વિશ્વભરના તમામ ભારતીયોને ગૌરવ અપાવવા બદલ આખી ટીમનો આભાર. ભારતીયો અવિશ્વસનીય રીતે ગર્વ અનુભવે છે તેમની આ સફળતાથી તેલુગુ ધ્વજ ઉંચો ફરકી રહ્યો છે.” આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી દ્વરા કરાયેલા ટ્વીટ બાદ અદનાન સામી દ્વારા તેમને ઘેરવામાં આવ્યાં હતા.

    આ પછી અદનાન સામીએ જગન મોહન રેડ્ડીના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી હતી અને તેમની ‘તેલુગુ વિચારસરણી’ની ટીકા કરી હતી. અદનાન સામીએ ટ્વીટ કરી લખ્યું હતું કે, “આ સંકુચિત વિચારવાળા કુવાના દેડકા છે, જે સમુદ્ર વિશે વિચારી પણ શકતા નથી… કારણ કે તે તેમના ઈજ્જત વાળા નાના નાકની પહોંચથી બહાર છે…!! પ્રાદેશિક વિભાગોને પ્રોત્સાહન આપવામાં તમને શરમ આવવી જોઈએ. રાષ્ટ્રીય ગૌરવને સ્વીકારવામાં અને તેનો પ્રચાર કરવામાં અસમર્થ હોવા બદલ તમારા પર શરમ આવે છે! જય હિન્દ!”

    - Advertisement -

    ત્યાર બાદ અદનાન સામીનું આ ટ્વિટ વાયરલ થઈ ગયું હતું. આ ટ્વીટ માટે કેટલાક યૂઝર્સે તેમને ટ્રોલ કરવાની કોશિશ પણ કરી હતી. એક યુઝરે ટ્વિટ કર્યું હતું કે, ” જેવી રીતે દક્ષિણ ભારતીયો હિન્દી બોલતા શીખે છે તેમ ઉત્તર ભારતીયો પણ દક્ષિણ ભારતની ભાષા કેમ નથી શીખતા.”

    અદનાન સામીએ આ ટ્વિટનો પણ જવાબ આપતા કહ્યું હતું કે, “વેલ, આવી સ્થિતિમાં તમારે તમારી ફિલ્મોને હિન્દીમાં ડબ ન કરવી જોઈએ. જેના કારણે તેની ફિલ્મો મોટી હિટ થાય છે. તેને પ્રાદેશિક ભાષામાં જ રાખો!! જ્યારે દરેક ભાષા કિંમતી છે અને બધા પ્રેમ અને આદરને પાત્ર છે, ત્યારે તમારે આ હાસ્યાસ્પદ બકવાસ બંધ કરવાની અને બહુમતીને સ્વીકારવાની જરૂર છે. “

    આ સિવાય અદનાન સામીએ અન્ય એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “મારો મુદ્દો ક્યારેય ભાષાને લગતો રહ્યો નથી. મારી વાત ખૂબ જ સરળ રહી છે… બધી જ ભાષાઓ, તેમના મૂળ અને બોલીને ધ્યાનમાં લીધા વિના, છેવટે આપણે બધા એક ભારતીય છીએ અને પછી જ કંઈક બીજા છીએ. બસ! મેં બધી ભાષાઓને સમાન દર્શાવી છે અને પ્રાદેશિક ભાષાઓમાં આદર સાથે અસંખ્ય ગીતો ગાયા છે. ”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં