મહાકુંભમાં (Prayagraj Mahakumbh 2025) બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લાગ્યા બાદ હવે ઉત્તર પ્રદેશની વિશ્વ વિખ્યાત વ્રજ-મથુરાની હોળીમાં (Mathura-Vrindavan Holi) પણ મુસ્લિમો પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી છે. આ મામલે હિંદુ સંગઠનોએ CM યોગીને (CM Yogi Adityanath) લોહી વડે પત્ર લખ્યો હતો. આ માંગને ભાજપના ધારાસભ્યનું પણ સમર્થન મળ્યું છે. બીજી તરફ અલીગઢના મૌલવી ઇફરાહિમ હુસૈને પણ અ માંગને યોગ્ય ઠેરવી છે.
શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના પ્રમુખ દિનેશ શર્માએ 1 માર્ચે CM યોગીને લોહીથી પત્ર લખીને મુસ્લિમોને હોળીના પવિત્ર તહેવારથી દૂર રાખવા વિનંતી કરી હતી. તેમણે પત્રમાં લખ્યું હતું કે “આ લોકો મીઠાઈ પર થૂંકી શકે છે. રંગોમાં ભેળસેળ કરી શકે છે, તેથી મહાકુંભની જેમ હોળીમાં પણ મુસ્લિમો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.”

અન્ય હિંદુ સંગઠનો અને ભાજપ ધારાસભ્યનું પણ આ માંગને સમર્થન
આ ઉપરાંત અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી જીતેન્દ્રાનંદ સરસ્વતીએ આ માંગને સમર્થન આપતા કહ્યું, “હોળીનો તહેવાર લિંગ ભેદભાવથી ઉપર ઉઠીને સમાનતાનો તહેવાર છે. આ તહેવાર આપણી માતાઓ-બહેનો પણ ઉજવતી હોય છે. અમે યુપી સરકાર પાસે માંગ કરીએ છીએ કે મથુરા-વૃંદાવનમાં હોળીની ઉજવણીમાં બિન-હિંદુઓના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે. સંપૂર્ણપણે પ્રતિબંધિત હોવો જોઈએ.”
#BreakingNews: मथुरा की होली में संतों ने की मुस्लिमों पर बैन की मांग, कहा- हमारे त्योहारों से उनको नफरत#Mathura #Holi #Muslims | @pratyushkkhare pic.twitter.com/TpqZPu5yDy
— Zee News (@ZeeNews) March 3, 2025
મથુરાની માંટ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય રાજેશ ચૌધરીએ પણ આ માંગને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આપણે બધા વ્રજવાસી છીએ અને બધા વ્રજવાસી ખૂબ જ પ્રેમ અને સંવાદિતા સાથે હોળી ઉજવે છે. હોળી એ પવિત્રતા અને પરસ્પર ભાઈચારોનો તહેવાર છે. કોઈ વિધર્મી આવીને આપણા ઉત્સવમાં ખલેલ પહોંચાડે તે કોઈપણ કિંમતે સ્વીકારી શકાય નહીં.”
મઝહબી નેતાની મુસ્લિમોને ‘નસીહત’- વર્તન-આચરણ પર આપો ધ્યાન
બીજી તરફ અલીગઢના મુસ્લિમ મઝહબી નેતા ઇફરાહિમ હુસૈને પણ આ માંગને સમર્થન આપ્યું તથા માંગને યોગ્ય ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, “હોળી દરમિયાન મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ સામે સમાજને કોઈ વાંધો ન હોવો જોઈએ. કારણ કે હોળીમાં રંગોનો ઉપયોગ કરવામાં આવે છે જે ઇસ્લામિક માન્યતાઓ અનુસાર સ્વીકાર્ય નથી. તેથી, જો મુસ્લિમ સમુદાય આ સમય દરમિયાન અંતર જાળવી રાખે તો કોઈ મોટી સમસ્યા ન હોવી જોઈએ.”
તેમણે કહ્યું, “મુસ્લિમ સમાજે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. બિન-મુસ્લિમ સમુદાય આપણાથી કેમ દૂર થઈ રહ્યો છે તે વિચારવાની જરૂર છે. કોઈ પણ વર્તન કારણ વગર થતું નથી, તેથી આપણે આપણા આચરણ અને વર્તન પર ધ્યાન આપવું જોઈએ. ઇસ્લામનો ઉદ્દેશ્ય માનવજાતનું ભલું કરવાનો છે, કોઈને નુકસાન પહોંચાડવાનો નથી.”