Saturday, November 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબદલવામાં આવશે આદિપુરૂષ ફિલ્મના વાંધાજનક ડાયલૉગ્સ, ભારે વિવાદ બાદ નિર્માતાઓનો નિર્ણય: લેખક...

    બદલવામાં આવશે આદિપુરૂષ ફિલ્મના વાંધાજનક ડાયલૉગ્સ, ભારે વિવાદ બાદ નિર્માતાઓનો નિર્ણય: લેખક મનોજ મુંતશિરે કહ્યું- એક અઠવાડિયામાં નવા સંવાદ ઉમેરીશું

    મેં અને ફિલ્મના નિર્માતા-નિર્દેશકે નિર્ણય લીધો છે કે જે સંવાદો તમને ઠેસ પહોંચાડી રહ્યા છે તેને અમે સંશોધિત કરીશું અને આ જ અઠવાડિયે ફિલ્મમાં સામેલ કરીશું: મનોજ મુંતશિર

    - Advertisement -

    તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘આદિપુરૂષ’ તેના ડાયલૉગ્સના કારણે વિવાદોમાં છે. આ સંવાદો જાણીતા લેખક-ગીતકાર મનોજ મુંતશિરે લખ્યા છે. હનુમાનજીના પાત્ર દ્વારા બોલાતા અને અન્ય સંવાદોની ભાષાને લઈને લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર નારાજગી ઠાલવી હતી. હવે આદિપુરૂષના નિર્માતાઓએ આ ડાયલૉગ્સ બદલવાનો કરવાનો નિર્ણય કર્યો છે. 

    લેખક મનોજ મુંતશિરે રવિવારે (18 જૂન, 2023) એક ટ્વિટ કરીને આ બાબતની જાણકારી આપી. તેમણે લખ્યું કે, ‘મારા માટે તમારા સૌની ભાવનાઓથી આગળ વધીને કશું જ નથી. હું મારા સંવાદોના પક્ષમાં અગણિત તર્ક આપી શકું છું પરંતુ તેનાથી તમારી પીડા ઓછી નહીં થાય. મેં અને ફિલ્મના નિર્માતા-નિર્દેશકે નિર્ણય લીધો છે કે જે સંવાદો તમને ઠેસ પહોંચાડી રહ્યા છે તેને અમે સંશોધિત કરીશું અને આ જ અઠવાડિયે ફિલ્મમાં સામેલ કરીશું.’

    ટ્વિટમાં મનોજ મુંતશિરે કહ્યું કે, તેમણે લખેલા પાંચ સંવાદોના કારણે લાગણીઓને ઠેસ પહોંચી છે પરંતુ અન્ય પંક્તિઓમાં શ્રીરામનું યશગાન કર્યું, માતા સીતાના સતીત્વનું વર્ણન કર્યું તેમના માટે જે પ્રશંસા મળવી જોઈતી હતી તે ન મળી. સાથે તેમણે સોશિયલ મીડિયા પર લોકોએ તેમની વિરુદ્ધ ઠાલવેલા ગુસ્સાનો પણ ઉલ્લેખ કર્યો અને આડકતરી રીતે નારાજગી વ્યક્ત કરી હતી. 

    - Advertisement -

    લેખકે લખ્યું કે, તેમને સનાતન-દ્રોહી કહી દેવાની ઉતાવળ કેમ કરવામાં આવી તે તેમને સમજાતું નથી. સાથે તેમણે અગાઉ લખેલાં ભજન અને દેશભક્તિ ગીતોનો પણ ઉલ્લેખ કર્યો હતો. જોકે, એમ પણ કહ્યું કે તેમને દર્શકો કે ચાહકો સામે કોઈ ફરિયાદ નથી.

    ઉલ્લેખનીય છે કે ફિલ્મ આદિપુરુષ આવી અને જેમ-જેમ લોકો જોતા ગયા તેમ તેની પ્રશંસા ઓછી અને ટીકા વધુ થવા માંડી અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર લોકોએ મોરચો માંડી દીધો. ફિલ્મના નબળા ચિત્રણ, પાત્રો અને VFXની તો ટીકા થઇ જ પરંતુ વિશેષ કરીને સંવાદો પર લોકોએ વાંધો ઉઠાવ્યો. ફિલ્મમાં એક દ્રશ્યમાં હનુમાનજીનું પાત્ર ‘કપડા તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી ઔર જલેગી ભી તેરે બાપ કી..’ જેવા સંવાદ બોલે છે. અન્ય પણ કેટલાક સંવાદો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. 

    હવે ભારે વિવાદ અને ટીકા બાદ ફિલ્મ નિર્માતાઓએ આદિપુરૂષના ડાયલૉગ્સ બદલવાનો નિર્ણય કર્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં