Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅદાણી પર રોકાણકારોનો ભરોસો અકબંધ: હિંડનબર્ગે સર્જેલા નકારાત્મક માહોલ વચ્ચે પણ કંપનીના...

    અદાણી પર રોકાણકારોનો ભરોસો અકબંધ: હિંડનબર્ગે સર્જેલા નકારાત્મક માહોલ વચ્ચે પણ કંપનીના FPOમાં હજારો કરોડનું રોકાણ

    હિડનબર્ગના અહેવાલ બાદ પણ અદાણીના FPOમાં હજારો કરોડનું રોકાણ થતા હવે હિંડનબર્ગ રિપોર્ટના પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

    - Advertisement -

    હિંડનબર્ગના અહેવાલને કારણે અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો આવ્યા બાદ પણ અદાણી જૂથ માટે એક સારા સમાચાર છે. હિડનબર્ગના અહેવાલ બાદ અદાણીના FPOમાં એટલે કે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ દ્વારા શુક્રવારે (27 જાન્યુઆરી 2023) ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) જાહેર કરવામાં આવી હતી. FPOના છેલ્લા દિવસે મંગળવારે (31 જાન્યુઆરી, 2023) તે સંપૂર્ણ રીતે સબસ્ક્રાઈબ થઈ ગયું છે. શેરબજારના ડેટા અનુસાર છેલ્લા દિવસે રૂ. 20,000 કરોડના FPO ને નોન-રિટેલ રોકાણકારો તરફથી પણ કંપનીને ભારે ટેકો મળ્યો હતો. હિડનબર્ગના અહેવાલ બાદ પણ અદાણીના FPOમાં હજારો કરોડનું રોકાણ થયું હતું.

    અહેવાલો મુજબ હિંડનબર્ગના અહેવાલ બાદ પણ અદાણીના FPOમાં હજારો કરોડનું રોકાણ થતા હવે તેની ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝ 27 જાન્યુઆરી, 2023ના રોજ રૂ. 20,000 કરોડની કિંમતનો એફપીઓ લાવવાની હતી. આના થોડા દિવસો પહેલાં, 24 જાન્યુઆરી 2023ના રોજ હિંડનબર્ગે તેનો અહેવાલ પ્રકાશિત કર્યો. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું અદાણીના એફપીઓને નુકસાન પહોંચાડવા માટે આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો? જોકે FPOમાં હજારો કરોડનું રોકાણ થતા હિંડનબર્ગ રિપોર્ટની કોઈ ખાસ અસર નથી થઈ તે સાબિત થાય છે.

    અદાણી એન્ટરપ્રાઈઝને IHCનું સમર્થન

    નોંધનીય છે કે અદાણી એન્ટરપ્રાઇઝિસને એન્કર રોકાણકારોનો પણ સારો ટેકો મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝને એન્કર રોકાણકારો તરફથી 5985 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે. તો બીજી તરફ એન્ટરપ્રાઈઝને અબુ ધાબીની ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) નું સમર્થન પણ મળ્યું છે. કંપનીએ 30 જાન્યુઆરીએ કહ્યું હતું કે તે તેની પેટા કંપની ગ્રીન ટ્રાન્સમિશન ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ RSC લિમિટેડ દ્વારા અદાણી એન્ટરપ્રાઇઝિસની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO)માં $400 મિલિયનનું રોકાણ કરશે.

    - Advertisement -

    હિંડનબર્ગ દ્વારા કરાયા હતા ગંભીર આક્ષેપો

    નોંધનીય છે કે હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી જૂથ પર અનેક આક્ષેપો કર્યા હતા. જેમાં મની લોન્ડરિંગ, અનધિકૃત ટ્રેડિંગ, નાણાકીય અનિયમિતતા, જંગી લોન સહિતના ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ અદાણી જૂથે પણ અમેરિકન રિસર્ચ કંપની હિંડનબર્ગને આપેલા 413 પાનાના જવાબમાં આરોપોને ખોટા ગણાવ્યા હતા. કંપનીએ કહ્યું હતું કે, આ આરોપો ભારત અને તેની કંપનીઓ અને દેશના વિકાસ પર કરવામાં આવેલો એક સુયોજિત હુમલો છે.

    હિંડનબર્ગના અહેવાલ પર પ્રતિક્રિયા આપતા અદાણી જૂથે કહ્યું હતું કે હિંડનબર્ગે 88 પ્રશ્નોના જવાબ માંગ્યા હતા. આમાંથી 65 પ્રશ્નોના જવાબો અદાણી પોર્ટફોલિયો કંપનીઓની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. વેબસાઇટમાં કંપનીઓના વાર્ષિક અહેવાલોમાં પણ આ તમામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમય સમય પર મેમોરેન્ડમ, નાણાકીય નિવેદનો અને સ્ટોક એક્સચેન્જનો પણ વેબસાઇટ પર ઉલ્લેખ કરવામાં આવે જ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં