Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅદાણી જૂથને મોટી રાહત: હિંડનબર્ગના આરોપોને લઈને સુપ્રીમ કોર્ટ પેનલે ક્લીન ચિટ...

    અદાણી જૂથને મોટી રાહત: હિંડનબર્ગના આરોપોને લઈને સુપ્રીમ કોર્ટ પેનલે ક્લીન ચિટ આપી, કહ્યું- નિયમોના ઉલ્લંઘનના કોઈ પુરાવા ન મળ્યા

    આ તબક્કે સમિતિ એ નિષ્કર્ષ ઉપર ન પહોંચી શકે કે પ્રાઈઝ મનિપ્યુલેશન કે પછી અન્ય કોઈ પ્રકારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે: રિપોર્ટ

    - Advertisement -

    અમેરિકી ફર્મ હિંડનબર્ગે દેશના અગ્રણી ઉદ્યોગપતિ જૂથ અદાણી પર સ્ટોક મનિપ્યુલેશન સહિતના આરોપો લગાવ્યા બાદ દેશમાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો અને તપાસની માંગ કરી હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચતાં કોર્ટે એક નિષ્ણાત સમિતિની રચના કરી હતી, જેણે કોર્ટને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. આ એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ શુક્રવારે (19 મે, 2023) સાર્વજનિક કરવામાં આવ્યો છે. 

    સુપ્રીમ કોર્ટ રચિત સમિતિએ અદાણી જૂથને ક્લીન ચિટ આપી છે અને જણાવ્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન હોવાનું સામે આવ્યું નથી તેમજ અદાણી જૂથ દ્વારા પ્રાઈઝ મનિપ્યુલેશન કરવામાં આવ્યું હોય તેવી કોઈ બાબત ધ્યાને આવી નથી કે એક જ પાર્ટીઓ વચ્ચે અનેક વખત આર્ટિફિશિયલ ટ્રેડ કે વૉશ ટ્રેડની પણ કોઈ પેટર્ન મળી નથી. જેથી આ તબક્કે સમિતિ એ નિષ્કર્ષ ઉપર ન પહોંચી શકે કે પ્રાઈઝ મનિપ્યુલેશન કે પછી અન્ય કોઈ પ્રકારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. 

    સમિતિએ રિપોર્ટમાં જણાવ્યું કે, અદાણી જૂથે સ્ટોક એક્સચેન્જને તમામ જરૂરી જાણકારી આપી હતી અને ગ્રુપના શૅર પહેલેથી જ એડિશનલ સર્વિલાન્સ મેસર્સની નજર હેઠળ હતા. આગળ જણાવવામાં આવ્યું કે, સેબીએ 13 ટ્રાન્ઝેક્શનની ઓળખ કરી છે અને હાલ તપાસ ચાલી રહી છે કે તેમાં કોઈ પ્રકારની ગડબડ કરવામાં આવી છે કે નહીં. SEBI આ મામલે જાણકારી મેળવી રહ્યું છે, જેથી આ મામલે હાલ કોઈ ટિપ્પણી કરી શકાય નહીં. આ ઉપરાંત, સમિતિએ જણાવ્યું કે, અદાણી જૂથ દ્વારા મિનિમમ પબ્લિક શેર હોલ્ડિંગનું ઉલ્લંઘન થયું હોવાનું પણ જાણવા મળ્યું નથી. 

    - Advertisement -

    અદાણી જૂથને રાહત આપતો કમિટીનો આ રિપોર્ટ સામે આવ્યા બાદ ગ્રુપની કંપનીઓના શૅરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. શેર બજારમાં લિસ્ટેડ 10માંથી 9 કંપનીઓના શેરમાં તેજી જોવા મળી રહી છે. રિપોર્ટ અનુસાર, અદાણી એન્ટરપ્રાઇઝ 2.20 ટકા તેજી સાથે 1931.60 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે અદાણી પાવરમાં 3.27ની તેજી જોવા મળી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે ગત જાન્યુઆરીમાં અમેરિકી ફર્મ હિંડનબર્ગે એક રિપોર્ટ પ્રકાશિત કરીને અદાણી જૂથ પર સ્ટોક મનિપ્યુલેશન સહિતના વિવિધ આરોપો લગાવ્યા હતા. આ સાથે અદાણી જૂથની કંપનીઓના શૅરના વેલ્યુએશનમાં હેરફેરનો આરોપ લગાવ્યો હતો અને એમ પણ કહેવામાં આવ્યું કે આવા ઘણા મામલાઓમાં તપાસની જરૂર છે, જેમાં મની લોન્ડરિંગ, ટેક્સ ડૉલરની ચોરી અને ભ્રષ્ટાચારના આરોપો સામેલ છે. રિપોર્ટમાં એમ પણ દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી જૂથની મુખ્ય લિસ્ટેડ કંપનીઓ ઉપર નોંધપાત્ર પ્રમાણમાં દેવું છે. આ આરોપો બાદ અદાણી જૂથના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો તો બીજી તરફ રાજકીય સ્તરે પણ બયાનબાજી શરૂ થઇ ગઈ હતી.

    મામલો સુપ્રીમ કોર્ટ પહોંચતાં કોર્ટે 2 માર્ચ, 2023ના રોજ હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી જૂથના શેરમાં ઘટાડા અને નાના રોકાણકારોના હિતોની રક્ષા માટે SEBIના વર્તમાન રેગ્યુલેટરી મેકેનિઝ્મની સમીક્ષા માટે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક નિષ્ણાત સમિતિની રચના કરી હતી. આ સમિતિમાં પૂર્વ જજ એએમ સપ્રે, ICICI બેન્કના પૂર્વ CEO કેવી કામથ, ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નિલેકણી, SBIના પૂર્વ ચેરમેન ઓ.પી ભટ્ટ, જસ્ટિસ જે. પી દેવધર અને શોમશેખર સન્દ્રેશન સામેલ હતા. કોર્ટે સમિતિને 2 મહિનામાં રિપોર્ટ જમા કરાવવા માટે કહ્યું હતું. બુધવારે આ રિપોર્ટ જમા થયા બાદ શુક્રવારે સાર્વજનિક કરવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં