Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે કરી તપાસ કમિટીનીની રચના, પૂર્વ જજ જસ્ટિસ અભય...

    અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે કરી તપાસ કમિટીનીની રચના, પૂર્વ જજ જસ્ટિસ અભય મનોહર સપ્રેની અધ્યક્ષતામાં થશે તપાસ

    અદાણી-હિંડનબર્ગ કેસમાં વિશેષ કમિટીની રચવાનો નિર્ણય લેવાય તે પહેલા જસુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું હતું કે કોર્ટ પોતે તેના વતી એક કમિટીની રચના કરશે.

    - Advertisement -

    અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટનો વિશેષ કમિટીની રચવાનો નિર્ણય કરીને મોટો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે આ સમગ્ર મામલે એક ખાસ તપાસ કમિટીની રચના કરવાનો નિર્ણય લીધો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ભારતીય રોકાણકારોની સુરક્ષા માટે યોગ્ય તપાસ જરૂરી છે. સુપ્રીમ કોર્ટે પૂર્વ જજ જસ્ટિસ અભય મનોહર સપ્રેની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી છે.

    અદાણી-હિંડનબર્ગ કેસમાં વિશેષ કમિટીની રચવાનો નિર્ણય લેવાય તે પહેલા જસુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું હતું કે કોર્ટ પોતે તેના વતી એક કમિટીની રચના કરશે. સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ અભય મનોહર સપ્રેના નેતૃત્વમાં એક કમિટીની રચના કરી હતી. આ કમિટીમાં જસ્ટિસ ઓ પી ભટ્ટ, જસ્ટિસ જેપી દેવધર, કે.વી.કામથ, નંદન નીલેકણી, શેખર સુંદરેસનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

    આ સાથે જ કોર્ટે કેન્દ્ર, નાણાકીય વૈધાનિક સંસ્થાઓ, સેબીના અધ્યક્ષોને આ સમિતિને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાનો નિર્દેશ આપ્યો હતો. 17 મી ફેબ્રુઆરીએ સર્વોચ્ચ અદાલતે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો અને સીલબંધ કવરમાં સૂચિત નિષ્ણાત પેનલ પર કેન્દ્રના સૂચનને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

    - Advertisement -

    નોંધનીય છે કે અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ દ્વારા રિપોર્ટ પ્રકાશિત કરીને અદાણી જૂથ ઉપર સ્ટોક મનિપ્યુલેશનના આરોપ લગાવવામાં આવ્યા હતા અને લિસ્ટેડ કંપનીઓ ઉપર દેવું વધવાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ગ્રુપને મોટો ફટકો પડ્યો હતો અને શૅર ઘટી ગયા હતા. ત્યાર બાદ દાણી જૂથે અમેરિકી ફર્મ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી હતી.

    ગત 26 જાન્યુઆરી 2023ના રોજ અદાણી જૂથે એક નિવેદન જારી કરીને હિંડનબર્ગના રિપોર્ટને દુર્ભાવનાપૂર્ણ અને યોગ્ય સંશોધન વિનાનો ગણાવ્યો હતો અને ઉમેર્યું કે તેઓ આવા સામાન્ય જનતા અને રોકાણકારોને ગેરમાર્ગે દોરતા અને અદાણી જૂથની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા ઈરાદાપૂર્વકના અને બેદરકારી પૂર્વકના રિપોર્ટથી ખૂબ ચિંતિત છે. ગ્રુપે નિવેદનમાં કહ્યું છે કે કંપનીના FPOને નુકસાન પહોંચાડવા માટે વિદેશી ફર્મ હિંડનબર્ગ દ્વારા જાણીજોઈને પરેશાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેની સામે તેઓ કડક કાર્યવાહી કરશે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હિંડનબર્ગે રિસર્ચ સામે કાયદાકીય અને શિક્ષાત્મક પગલાં લેવા માટે ભારત અને અમેરિકાના કાયદા અને જોગવાઈઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં