Thursday, November 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅદાણી ગેસે CNG અને PNG ગ્રાહકોને રાહત આપતા ભાવમાં કર્યો મોટો ઘટાડો:...

    અદાણી ગેસે CNG અને PNG ગ્રાહકોને રાહત આપતા ભાવમાં કર્યો મોટો ઘટાડો: હવેથી નવી ફોર્મ્યુલા હેઠળ દર મહિને નક્કી થશે કિંમત

    CNG અને PNG ની નવી કિંમતો 8 એપ્રિલની મધરાત 12 થી અમલમાં આવી છે. સીએનજીમાં ભાવ ઘટાડાને લીધે રિક્ષાચાલકોને ફાયદો થશે. તેમજ પીએનજી ગેસનો ભાવ ઘટતા ગૃહિણીઓના બજેટમાં પણ રાહત મળશે.

    - Advertisement -

    કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે લાખો લોકોને રાહત આપતા મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) અને પાઈપ નેચરલ ગેસ (PNG)ની કિંમતો નવી ફોર્મ્યુલા હેઠળ નક્કી કરવામાં આવશે. આ સાથે જ અદાણી ગેસ દ્વારા CNG અને PNG ની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. CNG ના ભાવમાં પ્રતિકિલો રૂ. 8.13 નો અને PNGના પ્રતિ ઘન સેન્ટીમીટરના ભાવમાં રૂ. 5.06 નો ઘટાડો કરવામાં આવ્યો છે.

    અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL)ની CNG અને PNG ની નવી કિંમતો 8 એપ્રિલની મધરાત 12 થી અમલમાં આવી છે. સીએનજીમાં ભાવ ઘટાડાને લીધે રિક્ષાચાલકોને ફાયદો થશે. તેમજ પીએનજી ગેસનો ભાવ ઘટતા ગૃહિણીઓના બજેટમાં પણ રાહત મળશે.

    અમદાવાદમાં CNG અને PNG ની કિંમત

    અમદાવાદમાં ગઈ કાલે CNGનો ભાવ 80.34 રૂપિયા પ્રતિ કિલો હતો અને હવે 6.05 રૂપિયાનો ઘટાડો થતાં નવો ભાવ 74.29 થયો છે. તો PNGના ભાવમાં પ્રતિ ઘન સેન્ટીમીટરના 5.06 રૂપિયાનો ઘટાડો થયો છે એટલે હવે 49.83 પ્રતિ ઘન સેન્ટીમીટર ચૂકવવાના રહેશે.

    - Advertisement -

    કુદરતી ગેસની કિંમતો નક્કી કરવાની નવી ફોર્મ્યુલા શું છે?

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુરુવારે કેબિનેટે પ્રાકૃતિક ગેસની કિંમતો નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી હતી. જૂની ફોર્મ્યુલા હેઠળ દર છ મહિને ગેસનો ભાવ નક્કી કરવામાં આવતો હતો, જ્યારે નવી ફોર્મ્યુલા હેઠળ ગેસની કિંમત દર મહિને નક્કી કરવામાં આવશે.

    આ નવી ફોર્મ્યુલા હેઠળ હવે સ્થાનિક કુદરતી ગેસની કિંમત ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમતના આધારે નક્કી કરવામાં આવશે. અત્યાર સુધી સ્થાનિક કુદરતી ગેસની કિંમત વિશ્વના ચાર મુખ્ય ગેસ ટ્રેડિંગ હબ- હેનરી હબ, અલ્બેના, નેશનલ બેલેન્સિંગ પોઈન્ટ યુકે અને રશિયન ગેસના ભાવના આધારે નક્કી કરવામાં આવતી હતી.

    કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક દરમિયાન પેટ્રોલિયમ મંત્રાલયને લગતો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે નેચરલ ગેસની કિંમત નક્કી કરવા માટે નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી દીધી છે.

    અનુરાગ ઠાકુરે કહ્યું કે, મંત્રીમંડળે APM ગેસ માટે 4 ડોલર પ્રતિ MMBTUના આધારે મૂલ્યને મંજૂરી આપી હતી અને મહત્તમ મૂલ્ય 6.5 ડોલર પ્રતિ MMBTU રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ એવું પણ જણાવ્યું કે, નવી ફોર્મ્યુલાને કારણે દેશભરમાં CNG અને PNGની કિંમતોમાં 7થી 10 ટકાની રાહત મળશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં