Wednesday, November 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજે અભિનેત્રી સાથે આમિર ખાનના ત્રીજા નિકાહની ચર્ચાઓએ જોર પકડ્યું હતું તેને...

    જે અભિનેત્રી સાથે આમિર ખાનના ત્રીજા નિકાહની ચર્ચાઓએ જોર પકડ્યું હતું તેને વાઈ આવે છે, દુર્ગંધ મારતા જોડા પણ સુંઘાડયા; દવાની આડ અસર થઈ

    ફાતિમા સના શેખે વધુમાં જણાવ્યું કે તે આ બીમારીને નિયંત્રણમાં રાખવા માટે વર્કઆઉટ કરે છે. દવાઓના કારણે આડઅસર પણ થઈ હતી, પરંતુ હવે તે સામાન્ય અને સ્થિર છે.

    - Advertisement -

    કિરણ રાવથી તલાક બાદ જે અભિનેત્રી સાથે આમિર ખાનના ત્રીજા નિકાહની ચર્ચાઓ વહેતી થઈ હતી, તે આ દિવસોમાં વાઈની બીમારીથી પીડાઈ રહી છે. વાસ્તવમાં ‘દંગલ’ ફિલ્મની અભિનેત્રી ફાતિમા સના શેખને વાઈ આવે છે અને તે દવાઓ અને વર્કઆઉટ દ્વારા પોતાનો ઈલાજ કરવાની કોશિશ કરી રહી છે. આ વાતનો ખુલાસો ફાતિમા સના શેખે ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથેની વાતચીત દરમિયાન કર્યો હતો.

    ફાતિમા સના શેખને વાઈ આવે છે તે સામે આવ્યા બાદ તેણે જણાવ્યું હતું કે એપીલેપ્સી (વાઈ) ની બીમારીએ તેના અંગત અને વ્યાવસાયિક જીવન પર કેવી અસર કરી છે. તેણે સોમવારે (14 નવેમ્બર, 2022) તેના ઇન્સ્ટાગ્રામ પર એપીલેપ્સી સંબંધિત ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. કુસ્તીબાજ મહાવીર સિંહ ફોગટ અને તેમની પુત્રીઓ પર બનેલી ફિલ્મ ‘દંગલ’માં આમિર ખાનની પુત્રીની ભૂમિકા ભજવીને ફાતિમા સના શેખે પ્રસિદ્ધિ મેળવી હતી. ફિલ્મમાં તેણે કુસ્તીબાજ ગીતા ફોગટની ભૂમિકા ભજવી હતી.

    ફાતિમાને પૂછવામાં આવ્યું કે એપિલેપ્સીએ તેને પ્રોફેશનલ રીતે કેવી અસર કરી છે? તેના જવાબમાં ફાતિમાએ કહ્યું કે, “અન્ય લોકો કરતા થોડું ધીમુ ચાલવું પડે છે, પરંતુ તે બધું જ કરી શકું છું જે સામાન્ય લોકો કરી શકે છે. આ કેટલાક વિચિત્ર અને મુશ્કેલ દિવસો છે, આ સમયને થોડો ધીમો કરી દઈએ.” જો કે, સના પોતાને નસીબદાર માને છે કે તે જે લોકો સાથે કામ કરવા માંગતી હતી તેમની સાથે કામ કરી શકી. આગળ તેણે કહ્યું, “આનાથી મારા જુસ્સામાં ઘટાડો થયો નથી અને આ બીમારીએ મને મારું બેસ્ટ આપવાથી ક્યારેય રોકી નથી. વાસ્તવમાં તે મને વધુ મહેનત કરવા માટે પણ પ્રેરિત કરે છે.” ફાતિમાએ જણાવ્યું કે તેનો કૂતરો બિજલી તેના માટે ઉપચાર સમાન છે.

    - Advertisement -
    ફોટો સાભાર ऑपइंडिया

    જયારે તેને પૂછવામાં આવ્યું કે વાઈના દર્દીઓને દુર્ગંધવાળા શૂઝ સુંઘવાની ફરજ કેમ પડે છે. આ વાતને ફગાવી દેતાં અભિનેત્રીએ કહ્યું કે, “આ એક મિથ્યા છે. પ્લીઝ આવું કશું ન કરતા. આમ પણ તેમાંથી બહાર નીકળવું ખૂબ જ ભયાનક છે. છેલ્લી વસ્તુ જે તમે ઇચ્છો છો તે છે દુર્ગંધવાળા જૂતાની ગંધ. હાહાહા. લોકોએ મારી સાથે આવું કર્યું હતું. અને તે ભયાનક હતું.” ફાતિમા સના શેખે વધુમાં જણાવ્યું કે તે આ બીમારીને નિયંત્રણમાં રાખવા માટે વર્કઆઉટ કરે છે. દવાઓના કારણે આડઅસર પણ થઈ હતી, પરંતુ હવે તે સામાન્ય અને સ્થિર છે.

    ફોટો સાભાર ऑपइंडिया

    ઉલ્લેખનીય છે કે ફાતિમાએ ફિલ્મ ‘દંગલ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે આમિર ખાનની દીકરીનો રોલ કર્યો હતો. પરંતુ, આ વર્ષે જુલાઈમાં આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવના તલાક પછી, ‘દંગલ’ ફેમ અભિનેત્રી ફાતિમા સના શેખ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગી. લોકો તેનું નામ આમિર ખાન સાથે જોડવા લાગ્યા હતા. લોકોએ ફાતિમા સના શેખ જ આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડાનું મુખ્ય કારણ હોવાનું પણ જણાવ્યું. ફાતિમા સના શેખ અને આમિર ખાનને અભિનંદન આપતી વખતે એક સોશિયલ મીડિયા યુઝરે તો ઈચ્છા પણ વ્યક્ત કરી હતી કે તેમનો સંબંધ લાંબો ચાલે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં