Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતાએ આમીરને ડરાવ્યો; પરિવાર સાથે રહેવાનાં નામે હવે થોડો...

    લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતાએ આમીરને ડરાવ્યો; પરિવાર સાથે રહેવાનાં નામે હવે થોડો સમય ફિલ્મોથી પોકારી તોબા

    150 કરોડના ખર્ચે બનેલી ફિલ્મ પહેલા દિવસે માંડ 10-12 કરોડની કમાણી કરી શકી હતી. જે બાદ કલેક્શન સતત ઘટતું રહ્યું અને માંડ 55 કરોડ સુધી પહોંચી શક્યું. અને ત્યાર બાદ પણ મોટાભાગના શૉ ખાલી જતા અનેક થીયેટરોએ ફિલ્મ ઉતારી લીધી હતી.

    - Advertisement -

    લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતા બાદ આમીર ખાન એક્ટિંગ નહિ કરે તેવા સમાચાર સામે આવી રહ્યા છે, થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે આમિર ખાન સ્પેનિશ ફિલ્મ ‘ચેમ્પિયન્સ’ની હિન્દી રિમેક બનાવી રહ્યો છે, જેમાં તે અભિનય પણ કરશે. પરંતુ લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતાએ આમીરને એટલો ડરાવ્યો છે કે હવે આમિરે આ પ્રોજેક્ટમાંથી હાથ પાછા ખેંચી લીધા છે. આમિરે પોતે સ્પષ્ટ કર્યું છે કે તે ‘ચેમ્પિયન્સ’ની રિમેકમાં પણ અભિનય નહીં કરે. પરિવાર સાથે રહેવાનાં નામે આમીરે થોડો સમય ફિલ્મોથી તોબા પોકારી ગયો છે.

    અહેવાલો અનુસાર આમીરે જણાવ્યું હતું કે હાલ તે હાલ થોડો સમય વિરામ લેવા માંગે છે, તે તેના અગામી પ્રોજેક્ટ “ચેમ્પિયન્સ”માં અભિનય કરવા માટે તૈયાર હતો, તેમાં પણ હવે આમીર ખાન અભિનય નહિ કરે અને માત્ર ફિલ્મનું નિર્માણ કરશે તેવી જાહેરાત કરી છે. વાસ્તવમાં આમિર દિલ્હીમાં એક ઈવેન્ટમાં હાજરી આપવા આવ્યો હતો, દરમિયાન વાતચીતમાં આમિર ખાને તેની ભવિષ્યની યોજનાઓ વિશે જણાવ્યું હતું.

    આ દરમિયાન આમીરે જણાવ્યું હતું કે, “જ્યારે હું એક અભિનેતા તરીકે કોઈ ફિલ્મ કરું છું, ત્યારે હું તેમાં એટલો ડૂબી જાઉં છું કે મારા જીવનમાં બીજું કંઈ જ થઇ શકતું નથી. લાલ સિંહ ચઢ્ઢા પછી મારે ચેમ્પિયન્સ ફિલ્મ કરવાની હતી. તે એક અદ્ભુત સ્ક્રિપ્ટ છે, એક સુંદર વાર્તા છે, અને તે ખૂબ જ હ્રદયસ્પર્શી ફિલ્મ છે. પણ મને લાગે છે કે હવે મારે બ્રેક લેવો જોઈએ. હું મારા પરિવાર, મારી માતા, મારા બાળકો સાથે રહેવા માંગુ છું.”

    - Advertisement -

    લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ જવાથી લીધો નિર્ણય?

    ઉલ્લેખનીય છે કે આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંઘ ચઢ્ઢા’ 1994માં આવેલી વિદેશી ફિલ્મ ‘ધ ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશિયલ રિમેક હતી. જોકે, ફિલ્મ પર વિદેશી ફિલ્મની નકલ કરવાનો પણ આરોપ લાગતો રહ્યો હતો. 150 કરોડના ખર્ચે બનેલી ફિલ્મ પહેલા દિવસે માંડ 10-12 કરોડની કમાણી કરી શકી હતી. જે બાદ કલેક્શન સતત ઘટતું રહ્યું અને માંડ 55 કરોડ સુધી પહોંચી શક્યું. અને ત્યાર બાદ પણ મોટાભાગના શૉ ખાલી જતા અનેક થીયેટરોએ ફિલ્મ ઉતારી લીધી હતી.

    જોકે આમિર ખાન ઘણાં વર્ષે પોતાની ફિલ્મ લઈને આવ્યા હતા, પરંતુ ફિલ્મની રિલીઝ પહેલાં જ તેમની જૂની કેટલીક કરતૂતોના કારણે સોશિયલ મીડિયા પર ફિલ્મનો બહિષ્કાર શરૂ થઇ ગયો હતો. જેની સીધી અસર ફિલ્મ રિલીઝ થયા બાદ જોવા મળી હતી. તેવામાં લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતાએ આમીરને એ હદે ડરાવ્યો છે કે તેણે થોડો સમય ફિલ્મો ન કરવાનો નિર્ણય લીધો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં