Thursday, September 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ"તેણે બાળકોને દુબઈમાં છોડી દીધા, 10 લાખ/મહિને ચૂકવ્યા…": પત્ની આલિયાના આરોપો પર...

    “તેણે બાળકોને દુબઈમાં છોડી દીધા, 10 લાખ/મહિને ચૂકવ્યા…”: પત્ની આલિયાના આરોપો પર અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ તોડ્યું મૌન

    અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ તેની પત્ની આલિયાના આરોપોનો જવાબ આપ્યો અને કહ્યું કે તે આ બધું તેને બ્લેકમેલ કરવા માટે કરી રહી છે.

    - Advertisement -

    બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની છૂટા પડી ગયેલી પત્ની આલિયાએ તાજેતરમાં જ દાવો કર્યો હતો કે તેણે તેને અને તેમના બે બાળકોને તેના ઘરની બહાર કાઢી મૂક્યા હતા. તેના આઘાતજનક દાવાઓના દિવસો પછી, નવાઝે તેની સાથેની કાનૂની લડાઈ વચ્ચે પોતાનું મૌન તોડ્યું. સોમવારે, તેમણે આરોપોને સંબોધતા એક લાંબું નિવેદન શેર કર્યું હતું. તેમણે કહ્યું કે તે તેના પર માત્ર એ માટે પ્રતિક્રિયા આપી રહ્યો છે કારણ કે દરેક તેને ‘ખરાબ વ્યક્તિ’ તરીકે ઓળખાવી રહ્યા છે.

    જાણીતા અભિનેતાએ કહ્યું કે તેણે તેની છૂટી ગયેલી પત્ની સાથેની લડાઈ વચ્ચે ગૌરવપૂર્ણ મૌન જાળવી રાખ્યું કારણ કે આ તમામ તમાશા ક્યાંક તેમના નાના બાળકો વાંચશે. તેમણે કહ્યું કે “એકતરફી અને હેરાફેરીવાળા વીડિયો”ના આધારે તેનું ચારિત્ર્યહનન કરવામાં આવી રહ્યું છે.” તેમણે આગળ ઘણા મુદ્દાઓ દ્વારા પોતાની વાત મૂકી હતી.

    નવાઝુદ્દીન સિદ્દીકીનો જવાબ

    “સૌપ્રથમ તો હું અને આલિયા ઘણા વર્ષોથી સાથે નથી રહેતા, અમે પહેલેથી જ છૂટાછેડા લઈ ચૂક્યા છીએ, પરંતુ અમે ચોક્કસપણે અમારા બાળકો માટે જ સમજૂતી ધરાવતા હતા,” તેમણે લખ્યું અને ઉમેર્યું, “શું કોઈને ખબર છે કે મારા બાળકો ભારતમાં કેમ છે અને 45 દિવસથી શાળામાં કેમ હાજરી આપતા નથી? શાળા મને દરરોજ પત્રો મોકલે છે કે ગેરહાજરી ઘણી લાંબી થઈ ગઈ છે. મારા બાળકોને છેલ્લા 45 દિવસથી બંધક બનાવવામાં આવ્યા છે અને તેઓ દુબઈમાં તેમની શાળામાં ભણવાનું ચૂકી રહ્યા છે.”

    - Advertisement -

    અભિનેતાએ એવો પણ દાવો કર્યો હતો કે તેની પૂર્વ પત્નીએ તેની પાસેથી પૈસાની માંગણી કરવાના બહાને “બાળકોને દુબઈમાં છોડી દીધા હતા”. “સરેરાશ, તેને છેલ્લા 2 વર્ષથી શાળાની ફી, તબીબી, મુસાફરી અને અન્ય લેઝર પ્રવૃત્તિઓને બાદ કરતાં દર મહિને આશરે 10 લાખ ચુકવવામાં આવે છે. મારા બાળકો સાથે દુબઈ જતા પહેલા તેને દર મહિને 5-7 લાખ ચૂકવવામાં આવતા હતા.”

    આ સિવાય સિદ્દીકીએ કહ્યું કે તેણે તેના બાળકો માટે દુબઇ અને ભારતમાં ઘણા એપાર્ટમેન્ટ અને ગાડીઓ આપેલ છે. જેનો ઉપયોગ પણ તેની પૂર્વ પત્ની આલિયા જ કરે છે.

    અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે આલિયાએ તેની અને તેના પરિવાર વિરુદ્ધ માત્ર એટલા માટે કેસ કર્યા છે કારણ કે તેને પૈસા જોઈએ છે. “તેણે ભૂતકાળમાં પણ આવું જ કર્યું છે અને જ્યારે તેની માંગણી મુજબ ચૂકવણી કરવામાં આવે ત્યારે તે કેસ પાછો ખેંચી લે છે.”

    આ ઉપરાંત અભિનેતાએ આલિયાના તાજેતરના વિડીયો બાબતે કહ્યું કે તે માત્ર વધુ રૂપિયા પડાવવા માટે બ્લેકમેલ કરવાનો એક સ્ટંટ છે.

    આલિયાનો વાઇરલ વિડીયો

    2જી માર્ચના દિવસે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કરીને પોતાના પતિ પર ઘણા આરોપો લગાવ્યા હતા.

    આલિયાએ વીડિયો શેર કર્યો છે કે તેને રાત્રે 11.30 વાગ્યે નવાઝના બંગલામાંથી બહાર કાઢવામાં આવી છે અને વીડિયોમાં તે તેના બે બાળકો સાથે રસ્તા પર ઉભી જોવા મળી રહી હતી. આલિયા સિદ્દીકીએ કહ્યું કે, “હવે મારી પાસે માત્ર 81 રૂપિયા છે, મને સમજાતું નથી કે શું કરવું. મારી બાળકી ત્યાં રડતી ઊભી છે…”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં