Friday, September 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવધુ એક ઓપિનિયન પોલમાં ભાજપની સ્પષ્ટ જીત, વાંચો રિપબ્લિક ટીવીના P-MARQ સાથેના...

    વધુ એક ઓપિનિયન પોલમાં ભાજપની સ્પષ્ટ જીત, વાંચો રિપબ્લિક ટીવીના P-MARQ સાથેના પોલ્સ શું કહે છે

    સતત ચોથા સરવેમાં પણ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ અને ભારે બહુમતીથી જીતી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, તમામ રાજકીય પાર્ટીઓએ પ્રચાર-પ્રસાર પુરજોશમાં કર્યા છે, તો બીજી તરફ એજન્સીઓએ પણ સરવે કરવા માંડ્યા છે. અનેક સરવેમાં અંદાજા લગાવવામાં આવ્યાં છે કે ગુજરાતમાં ફરી એક વાર કમળ ખીલશે તેવામાં વધુ એક ઓપિનિયન પોલ બહાર આવ્યો છે, તાજેતરમાં થયેલા રિપબ્લિક ટીવીના P-MARQ સાથેના પોલ્સ મુજબ ભાજપની સ્પષ્ટ જીતની આગાહી પણ કરવામાં આવી છે.

    અહેવાલો અનુસાર તાજેતરમાં થયેલા રિપબ્લિક ટીવીના P-MARQ સાથેના પોલ્સ મુજબના પરિણામો રજૂ કર્યા હતા . રિપબ્લિક ટીવીના પોલ્સ મુજબ ભાજપને 127-140 બેઠકો મળી શકે તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે, જયારે કોંગ્રેસને 24-36 બેઠકો અને આમ આદમી પાર્ટીને 9-21 બેઠકો મળશે, અ ઉપરાંત અન્યને 0-2 બેઠકો મળી શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે.

    રિપબ્લિક ટીવીના P-MARQ સાથેના ઓપિનિયન પોલ મુજબ ભાજપ માટે 46.2% વોટ મળવાની શક્યતાઓ છે, તો બીજી તરફ કોંગ્રેસને 28.4% મત જયારે AAPને 20.6% ઉપરાંત અન્ય માટે 4.8% વોટ શેર મળવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

    - Advertisement -

    આ પહેલા સામે આવેલા પોલ મુજબ પણ ગુજરાતમાં કમળ ખીલવાના આસાર

    ઉલ્લેખનીય છે કે આ પહેલા ટાઈમ્સ નાઉ નવભારતે કરેલા સરવે મુજબ ગુજરાત અને હિમાચલ પ્રદેશ, બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી ફરીથી સરકાર બનાવી રહી છે. એટલું જ નહીં, પરંતુ બંને રાજ્યોમાં જંગી બહુમતીથી પાર્ટીની સરકાર બની રહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

    સરવે અનુસાર, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 125 થી 131 બેઠકો જીતશે તેવી સંભાવના દર્શાવવામાં આવી હતી. જયારે કોંગ્રેસને ફાળે 29 થી 33 બેઠકો અને આમ આદમી પાર્ટીને 18 થી 22 બેઠકો મળતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશમાં પણ ભાજપ 38થી 42, કોંગ્રેસ 25થી 29 અને આમ આદમી પાર્ટીને 0 થી 1 બેઠકો મળતી હોવાનો અંદાજો લગાવવામાં આવ્યો હતો. ટાઈમ્સ નાઉ નવભારતના સરવે મુજબ ગુજરાતમાં બહુમતીનો આંકડો 92 જ્યારે હિમાચલમાં 35 દર્શાવવામાં આવ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 182 બેઠકોવાળી વિધાનસભા છે અને તેની ચૂંટણી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાવા જઈ રહી છે. ત્યારે જો વિવિધ એજન્સીઓના સરવેની વાત માનવામાં આવે તો અગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ફરી એક વખત બહુમતી સાથે પોતાની સરકાર બનાવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં