Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમિતાભ બચ્ચનની 11 વર્ષની પૌત્રીએ દિલ્હી હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા, યુટ્યુબ ચેનલે...

    અમિતાભ બચ્ચનની 11 વર્ષની પૌત્રીએ દિલ્હી હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા, યુટ્યુબ ચેનલે આરાધ્યાના સ્વાસ્થ્ય અંગે ખોટા સમાચાર ફેલાવ્યા હતા

    2021માં ‘બોબ બિસ્વાસ’ના પ્રમોશન દરમિયાન અભિષેક બચ્ચને પોતાની દીકરીને લઈને નકારાત્મક ટ્રોલ્સ પ્રત્યે ગુસ્સો ઠાલવ્યો હતો. અભિષેક બચ્ચને કહ્યું હતું કે, “આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને હું તેને બિલકુલ સહન નહીં કરું.

    - Advertisement -

    ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં બચ્ચન પરિવાર સૌથી પ્રતિષ્ઠિત પરિવારોમાંથી એક છે. આ જ કારણ છે કે, અમિતાભ બચ્ચનની પૌત્રી કે દોહિત્રી પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બને છે. જોકે, અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચન આ વખતે બીજા જ કારણોસર ચર્ચામાં છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન ફેક ન્યુઝ મામલે દિલ્હી હાઈ કોર્ટ પહોંચી ગઈ છે અને યુટ્યુબ ચેનલ સામે અરજી દાખલ કરી છે.

    આરાધ્યાના સ્વાસ્થ્ય મામલે ખોટા સમાચાર ફેલાવ્યા હતા

    મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા દ્વારા એ યુટ્યુબ ચેનલ સામે અરજી દાખલ કરવામાં આવી છે, જેણે તેના સ્વાસ્થ્યને લઈને ખોટા સમાચાર ફેલાવ્યા હતા અને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. 11 વર્ષની આરાધ્યાએ મીડિયાની ફેક ન્યુઝ સામે મનાઈ હુકમની અરજી કરી છે કારણકે, તે સગીર છે.

    દિલ્હી હાઈકોર્ટની બેંચ આજે સુનાવણી હાથ ધરશે

    રિપોર્ટ મુજબ, આરાધ્યાએ દાખલ કરેલી અરજીમાં 10 સંસ્થાઓને તેના વિડિયોઝ ડિલિસ્ટ અને ડિએક્ટિવેટ કરવા કહેવામાં આવ્યું છે. ગૂગલ LLC અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (ગ્રિવેન્સ સેલ)ને પણ આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટની બેંચ આજે 20 એપ્રિલે આ મામલે સુનાવણી હાથ ધરશે.

    - Advertisement -

    લૉ ફર્મ આનંદ અને નાઈક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, “આરોપીઓનો એક માત્ર ઉદ્દેશ બચ્ચન પરિવારની પ્રતિષ્ઠાનો ગેરકાયદે લાભ ઉઠાવવાનો છે.”

    આરાધ્ય બચ્ચન અવારનવાર ટ્રોલ્સનો ભોગ બને છે

    ઉલ્લેખનીય છે કે, અન્ય સ્ટાર કિડ્સની જેમ આરાધ્યા બચ્ચનને પણ પાપારાઝી કેમેરામાં ઝડપી લેવા ઉત્સુક હોય છે. આરાધ્યાના વિડિયોઝ સોશિયલ મીડિયામાં પોસ્ટ થતાં જ ચર્ચાનું કેન્દ્ર બને છે અને ટ્રોલર્સ તેને અવારનવાર પોતાનું નિશાન બનાવે છે. તો આરાધ્યાના દાદી જયા બચ્ચન પણ તેમના ગુસ્સાને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થતાં રહે છે.

    2021માં ‘બોબ બિસ્વાસ’ના પ્રમોશન દરમિયાન અભિષેક બચ્ચને પોતાની દીકરીને લઈને નકારાત્મક ટ્રોલ્સ પ્રત્યે ગુસ્સો ઠાલવ્યો હતો. અભિષેક બચ્ચને કહ્યું હતું કે, “આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને હું તેને બિલકુલ સહન નહીં કરું. હું એક પબ્લિક ફિગર છું, મારી દીકરીને આની સાથે કંઈ લેવાદેવા નથી. જો તમને કંઈ કહેવું હોય તો મારી સામે આવીને મારા મોઢા પર કહો.”

    અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન 2007માં થયા હતા અને 16 નવેમ્બર, 2011ના રોજ તેમણે પુત્રી આરાધ્યાનું સ્વાગત કર્યું હતું. આરાધ્યા તાજેતરમાં મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રાન્ડ લૉન્ચિંગમાં માતા ઐશ્વર્યા રાય સાથે જોવા મળી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં