Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશરાબ કૌભાંડના રૂપિયા આમ આદમી પાર્ટીએ ગોવાની ચૂંટણીના પ્રચારમાં વાપર્યા હતા: ઇડીનો...

    શરાબ કૌભાંડના રૂપિયા આમ આદમી પાર્ટીએ ગોવાની ચૂંટણીના પ્રચારમાં વાપર્યા હતા: ઇડીનો ચાર્જશીટમાં મોટો ખુલાસો

    એજન્સીએ કોર્ટ સમક્ષ રજૂ કરેલી ચાર્જશીટમાં ઉલ્લેખ કરતાં કહ્યું છે કે, અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ રકમનો કેટલોક હિસ્સો આમ આદમી પાર્ટીના ચૂંટણી અભિયાનમાં પણ વાપરવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    દિલ્હીના શરાબ કૌભાંડની તપાસ કરતી એજન્સી ઇડીએ કોર્ટને જણાવ્યું છે કે આ કૌભાંડમાંથી મળેલા પૈસાનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ ગોવા વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે કર્યો હતો. એજન્સીએ આ કેસને લઈને કોર્ટમાં એક ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં આ ખુલાસા થયા છે. 

    એજન્સીએ કોર્ટ સમક્ષ રજૂ કરેલી ચાર્જશીટમાં ઉલ્લેખ કરતાં કહ્યું છે કે, અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે શરાબ કૌભાંડની આ રકમનો કેટલોક હિસ્સો ગોવા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી અભિયાનમાં પણ વાપરવામાં આવ્યો હતો. 

    ઇડી અનુસાર, ગોવામાં ચૂંટણી પહેલાં કામ કરતી આમ આદમી પાર્ટીની સરવે ટીમોના સભ્યોને લગભગ 70 લાખ રૂપિયા રોકડા પહોંચાડવામાં આવ્યા હતા. એજન્સીએ ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીના કોમ્યુનિકેશન ઇન્ચાર્જ વિજય નાયરનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, તેમણે આ કેમ્પેઈનમાં સામેલ કેટલાક લોકોને રોકડા પૈસા લેવા માટે કહ્યું હતું. 

    - Advertisement -

    ચાર્જશીટમાં ઇડીએ એમ પણ જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી વતી વિજય નાયરે YSRCP સાંસદ મંગુટા શ્રીનિવાસુલુ રેડ્ડી, તેમના પુત્ર રાઘવ મંગુટા, અરબિંદો ફાર્માના ડાયરેક્ટર પી શરત ચંદ્ર રેડ્ડી અને તેલંગાણાના સીએમ કેસીઆરની પુત્રી કવિતા કલવકુંતલાના એક ગ્રુપ પાસેથી 100 કરોડ રૂપિયાની રિશ્વત પ્રાપ્ત કરી હતી. 

    એજન્સી અનુસાર, હૈદરાબાદના એક ઉદ્યોગપતિ અભિષેક બોઇનપલ્લીએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાના નજીકના ગણાતા દિનેશ અરોડા સાથે મળીને આ રકમની હેરફેર કરી હતી. 

    ઇડીએ આ કેસમાં રજૂ કરેલી ચાર્જશીટ પૂરક ચાર્જશીટ (Supplementary Chargesheet) છે, જે ગુરુવારે (2 ફેબ્રુઆરી, 2023) દિલ્હીની રોઝ એવન્યૂ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવી હતી. આ પૂરક ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીના વિજય નાયર, ઉદ્યોગપતિ શરત રેડ્ડી, બિનોય બાબુ, અભિષેક બોઈનપલ્લી અને અમિત અરોડાનાં નામો સામેલ છે. 

    આ નવી ચાર્જશીટમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ અને શરાબ કૌભાંડમાં સંડોવાયેલા મનિષ સિસોદિયાનું નામ નથી. પરંતુ એજન્સીએ કહ્યું છે કે, હાલ તેઓ મામલાની વધુ તપાસ કરી રહ્યા છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે ગોવા વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી, 2022માં યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટી 40માંથી 2 જ  

    અગાઉ પણ તેલંગાણા સીએમની પુત્રીનું નામ ઉછળ્યું હતું 

    દારૂ કૌભાંડ કેસમાં તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાનું પણ નામ સામે આવ્યું હતું. આ મામલે ઇડીએ કોર્ટને જણાવ્યું હતું કે, નવી એક્સાઇઝ પોલિસી બાદ શરાબના હોલસેલ વિક્રેતા પોતાની 12 ટકા કમાણીનો અડધો હિસ્સો AAP નેતાઓને આપતા હતા. તેમજ વિજય નાયરે AAP નેતાઓ તરફથી સાઉથ ગ્રુપ નામના એક સમૂહ પાસેથી ઓછામાં ઓછા 100 કરોડની રિશ્વત લીધી હતી. સાઉથ ગ્રુપ શરત રેડ્ડી, કે કવિતા, મંગુતા શ્રીનિવાસુલુ રેડ્ડી દ્વારા ચલાવવામાં આવે છે. આ બાબતનો ખુલાસો કેસના જ આરોપી અમિત અરોડાએ કર્યો હતો.

    ઇડીએ એ પણ જણાવ્યું હતું કે વિજય નાયર AAPનો સામાન્ય કાર્યકર્તા નહીં પરંતુ સીએમ કેજરીવાલનો નજીકનો વ્યક્તિ હતો. એવો પણ ખુલાસો થયો છે કે શરાબ કૌભાંડથી થતી કમાણીનો મોટો હિસ્સો નાયરના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતાઓ સુધી પહોંચતો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં