Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘યુવરાજસિંહ જાડેજા 5 કરોડ રૂપિયા કમાયો છે, પૈસા માટે જ આ બધું...

    ‘યુવરાજસિંહ જાડેજા 5 કરોડ રૂપિયા કમાયો છે, પૈસા માટે જ આ બધું કર્યું હતું’: ડમીકાંડના આરોપીની પત્નીના ગંભીર આરોપ, કહ્યું- મારા પતિ પાસે પણ પૈસા માંગ્યા હતા

    "યુવરાજે શરદ પાસે પણ પૈસા માંગ્યા હતા પરંતુ અમારી પરિસ્થિતિ ન હતી કે તેને પૈસા આપીને મોઢું બંધ કરાવી શકીએ."

    - Advertisement -

    1 કરોડ રૂપિયા પડાવી લેવાના આરોપસર જેલમાં બંધ આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજાને લઈને ડમીકાંડના આરોપી શરદ પનોતની પત્નીએ મોટો ખુલાસો કર્યો છે. તેણે આરોપ લગાવ્યો કે યુવરાજે માત્ર એક કરોડ નહીં પરંતુ આ કાંડમાંથી 5 કરોડ જેટલા રૂપિયા કમાઈ લીધા છે. 

    સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી વિદ્યાર્થીઓ બેસાડીને કૌભાંડ આચરવાના ગુનામાં હાલ શરદ પનોત જેલમાં છે. તેની પત્ની મીના પનોતે મીડિયા સાથે પતિ પરના આરોપોને લઈને વાતચીત કરી હતી અને જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. 

    મીનાએ કહ્યું કે, ડમીકાંડનો ભાંડો ફોડ્યો તે પહેલાં યુવરાજસિંહ જાડેજાએ તોડપાણી કરીને 5 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. તેણે પૈસા કમાવા માટે જ આ બધું કર્યું પરંતુ ગરીબ માણસોને પાયમાલ કરી નાંખ્યા.

    - Advertisement -

    ‘મારા પતિ પાસે પણ પૈસા માંગ્યા હતા, પરંતુ અમારી પરિસ્થિતિ એટલી સારી નથી’

    એટલું જ નહીં, મીનાએ એવો પણ દાવો કર્યો છે કે ડમીકાંડનો પર્દાફાશ કરવા પહેલાં યુવરાજે તેના પતિ શરદ પનોતનો પણ સંપર્ક કર્યો હતો અને તેની પાસેથી પૈસા માંગ્યા હતા. પરંતુ તેણે પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. મીનાએ કહ્યું, “યુવરાજે મારા પતિને વિડીયો કોલ કર્યો હતો. જેમાં તેણે કંઈક કહ્યું હતું. યુવરાજસિંહ અમારી જ્ઞાતિમાંથી આ રીતે પાંચ કરોડ રૂપિયા કમાઈ ગયો છે. ત્યારબાદ તેણે ડમીકાંડનો ભાંડો ફોડ્યો હતો. આ કેસમાં પૈસા લેનારો માત્ર એક વ્યક્તિ નથી પરંતુ બીજા ઘણા લોકો સામેલ છે.”

    મીનાએ કહ્યું કે, “યુવરાજે શરદ પાસે પણ પૈસા માંગ્યા હતા પરંતુ અમારી પરિસ્થિતિ ન હતી કે તેને પૈસા આપીને મોઢું બંધ કરાવી શકીએ. જેથી મારા પતિએ ના પાડીને કહ્યું હતું કે, એક પણ રૂપિયો આપવાનો થતો નથી.” જોકે તેણે કહ્યું કે, જેણે યુવરાજને પૈસા આપ્યા તેનું પણ નામ હવે સામે આવ્યું છે. 

    1 કરોડના તોડકાંડમાં જેલહવાલે યુવરાજ 

    1 કરોડ રૂપિયાનો તોડ કરવાના આરોપસર પકડાયેલા AAP નેતા યુવરાજસિંહ જાડેજાના રિમાન્ડ આજે પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતાં કોર્ટે તેમને જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. તેમની સાથે અન્ય બે આરોપીઓ કાનભા ગોહિલ અને અલ્ફાઝ પઠાણ ઉર્ફે રાજુને પણ જેલમાં મોકલવામાં આવ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં