Tuesday, October 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભાવનગર પોલીસે રજૂ કરેલા એ પુરાવાઓ જેની સામે ના ચાલી યુવરાજસિંહ જાડેજાની...

    ભાવનગર પોલીસે રજૂ કરેલા એ પુરાવાઓ જેની સામે ના ચાલી યુવરાજસિંહ જાડેજાની ચૂં-કે-ચા: વોટ્સએપ ચેટ, ફોટાઓ, CCTV વિડીયો સહિતના 12 પુરાવાઓ જેના આધારે થઇ AAP નેતાની ધરપકડ

    આ ડમીકાંડમાં એક તોડકાંડ પણ છુપાયેલુ છે તેની સાબિતી આપતા પુરાવાઓ ભાવનગર પોલીસે રજૂ કર્યા. પૂછપરછમાં યુવરાજસિંહ ન આપી શક્યા સંતોષકારક જવાબ. કોર્ટે મંજુર કર્યા છે 7 દિવસના રિમાન્ડ.

    - Advertisement -

    ભાવનગર પોલીસે શુક્રવારે (21 એપ્રિલ, 2023) 1 કરોડ રૂપિયાના તોડકાંડમાં આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી લીધી હતી. યુવરાજ અને તેમના માણસો વિરુદ્ધ IPCની કલમ 386 (બળજબરીથી વસૂલી કરવી), 388 (સજાપાત્ર ગુનાનો આરોપ લગાવવાની ધમકી આપીને ખંડણી ઉઘરાવવી) અને 120B (ગુનાહિત ષડ્યંત્ર) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ પોલીસે મુકેલા પુરાવાઓ જોતા કહી શકાય છે કે આ ધરપકડ માત્ર બિપિન ત્રિવેદીએ લગાવેલા આરોપોના આધારે નહિ પરંતુ નક્કર પુરાવાઓને આધારે આ ધરપકડ કરવામાં આવી હતી.

    21 એપ્રિલના રોજ ભાવનગર પોલીસ દ્વારા 8 કલાક ચાલેલી પૂછપરછમાં પૂરતા જવાબો ન આપી શકવાને કારણે અને વાતો ગોળ ગોળ ફેરવવાની કારણે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરાઈ હતી. જે બાદ શનિવારે ભાવનગર પોલીસે તેમને ભાવનગરની એડિશનલ ચીફ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ મામલે પોલીસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા જેની સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મજૂર કર્યા છે. આમ હવે યુવરાજસિંહ 29 તારીખ સુધી રિમાન્ડ પર રહેશે.

    આ બાદ શનિવારે 1 કરોડ રૂપિયાના તોડકાંડમાં યુવરાજસિંહની ફરી વધુ પૂછપરછ કરાઈ જે બાદ ફરી ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે પત્રકાર પરિષદ કરી હતી અને કેટલાક વધુ ખુલાસાઓ કર્યા હતા.

    - Advertisement -

    ‘મેં જેમના પર આરોપ લગાવ્યા, તેમની વિરુદ્ધ મારી પાસે પુરાવા નથી’- યુવરાજસિંહ

    ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, “યુવરાજસિંહને મેં પૂછ્યું હતું કે, તમે ગઈકાલે કેટલાક રાજકીય નેતાઓ પર આક્ષેપ કર્યા છે તે મામલે કોઈ પુરાવા છે તો તેમણે મારી હાજરમાં સ્પષ્ટ કહ્યું કે તેમની પાસે આ પ્રકારના કોઈ પુરાવા છે નહીં.”

    તેમની વધુ પૂછપરછ કરતા જણાવ્યું કે, “મેં કેટલાક લોકોના કહેવાથી આ નામ આપ્યા હતા. કારણ કે મને ધરપકડની શંકા હતી.” અન્ય કઈ ભરતી પ્રક્રિયામાં કૌભાંડ થયા છે, તે માહિતીની પૂછપરછમાં તેમણે કહ્યું કે “હું સમય આવ્યે તમને જણાવીશ.”

    વધુમાં આઈજીએ જણાવ્યું કે, “આજે બે અન્ય આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે. ઘનશ્યામ લાંધવા અને બિપીન ત્રિવેદીએ તોડકાંડમાં 10 ટકા ભાગ હતો એટલે તે બંન્ને પાસેથી 10 લાખ રૂપિયા રિકવર કરવાની પક્રિયા હાથ ધરાઈ છે.”

    નારી ચોકડી પાસે બેઠક કરવાનું યુવરાજે કબુલ્યું

    ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે વધુમાં કહ્યું, “નારી ચોકડીની બેઠકનું યુવરાજસિહે પણ કબૂલ્યું છે અને કહ્યું અમે ફક્ત મળ્યા હતા. ઘણા CCTV ફૂટેજ ડિલીટ પણ કરવામાં આવ્યા જેણે FSLની મદદથી રિકવર કરવામાં આવશે. તેમજ CDR અને CCTV સહિતના પુરાવા પોલીસ પાસે છે, તમામ આરોપીઓના લોકેશન એક્ઝેટ મેચ થઈ રહ્યાં છે. એક સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ છેલ્લો હપ્તો લઈ કોમ્પ્લેક્ષમાં ચડતો દેખાઈ રહ્યો છે. નાણાંકીય વ્યવહાર પોલીસ તપાસમાં સ્પષ્ટ થયો છે. બિપીન ત્રિવેદી અને યુવરાજસિંહ વચ્ચેની એક ચેટ પણ સામે આવી છે, તમામ પુરાવા મીડિયાને આપવામાં આવશે. હાલમાં શિવુભાની શોધખોળ ચાલી રહી છે તેમજ રાજૂ નામના શખ્સની ઓળખ થઈ ચૂકી છે અને કાર્યવાહી થઈ રહી છે. તેમજ આર.કે.નું આખુ નામ રમેશભાઈ કરમશી છે તેની પણ શોધખોળ ચાલી રહી છે.”

    જે બાદ આ તમામ પુરાવાઓ મીડિયા સમક્ષ મુકવામાં આવ્યા હતા, જેના પર હવે આપણે નજર કરીશું.

    ભાવનગર પોલીસ દ્વારા મીડિયા સમક્ષ મુકાયેલ પુરાવાઓ

    પુરાવો 1 (ફોટો)

    28 માર્ચના દિવસે સાંજે 6 વાગ્યે અને 55 મિનિટે પ્રકાશ કરશનભાઇ (પી.કે) માટે યુવરાજસિંહ સાથે વાત કરવા જઈ લોકોનો ફોટો.

    આ ફોટોમાં સફેદ કલરની અલ્ટો ગાડીમાં ઘનશ્યામ, પ્રકાશ કરશનભાઇ (પી.કે), પી.કે. ના કાકાનો દીકરો રામભાઈ અને પી.કે. ના મામાનો દીકરો ઘનશ્યામ નજરે પડે છે.

    પુરાવો 2 (CCTV ફૂટેજ)

    28 માર્ચના દિવસે સાંજે 6 વાગ્યે અને 55 મિનિટે પ્રકાશ કરશનભાઇ (પી.કે) માટે યુવરાજસિંહ સાથે વાત કરવા જઈ લોકોનું CCTV ફૂટેજ.

    આ ફૂટેજમાં સફેદ કલરની અલ્ટો ગાડીમાં ઘનશ્યામ, પ્રકાશ કરશનભાઇ (પી.કે), પી.કે. ના કાકાનો દીકરો રામભાઈ અને પી.કે. ના મામાનો દીકરો ઘનશ્યામ નજરે પડે છે.

    પુરાવો 3 (CCTV અને ફોટા)

    29 માર્ચના દિવસે નક્કી થયેલ પ્રકાશ કરશનભાઈનું પેમેન્ટ આપવા જઈ રહેલ ઘનશ્યામભાઈ ટાટા નેક્સન ગાડીમાં.

    પુરાવો 4 (CCTV અને ફોટા)

    29 માર્ચના જ દિવસે પુજારા મોબાઈલવાળી ગલીમાં પ્રકાશ કરશનભાઈનું નક્કી કરેલું પેમેન્ટ યુવરાજસિંહના માણસને આપીને ટાટા નેક્સન ગાડીમાં ભાંગેલી ગેટથી પરત ફરી રહેલા ઘનશ્યામભાઈ.

    પુરાવો 5 (CCTV)

    29 માર્ચના જ દિવસે પુજારા મોબાઈલવાળી ગલીમાં પ્રકાશ કરશનભાઈનું નક્કી કરેલું પેમેન્ટ યુવરાજસિંહના માણસને આપીને ટાટા નેક્સન ગાડીમાં ભાંગેલી ગેટથી પરત ફરી રહેલા ઘનશ્યામભાઈ. (CCTV ફૂટેજ)

    પુરાવો 6 (CCTV)

    29 માર્ચના દિવસે ટાટા નેક્સન ગાડીમાં યુવરાજસિંહના માણસને પી.કે. નું નક્કી કરેલ પેમેન્ટ આપવા જઈ રહેલ ઘનશ્યામભાઈ.

    પુરાવો 7 (CCTV)

    3 એપ્રિલના દિવસે ટાટા નેક્સન ગાડીમાં પ્રદિપ અને જીગો પૈસા ભરેલ બેગ લઇને પેમેન્ટ આપવા જાય છે.

    પુરાવો 8 (ફોટો)

    3 એપ્રિલના દિવસે ટાટા નેક્સન ગાડી લઈને આવેલ પ્રદીપ અને જીગો પૈસા ભરેલી બેગ લઈને યુવરાજસિંહના માણસને આપવા જાય છે.

    પુરાવો 9 (CCTV)

    3 એપ્રિલના દિવસે ટાટા નેક્સન ગાડી લઈને આવેલ પ્રદીપ અને જીગો પૈસા ભરેલી બેગ લઈને યુવરાજસિંહના માણસને આપવા જાય છે.

    પુરાવો 10 (CCTV)

    4 એપ્રિલની રાતે 10 વાગ્યે અને 26 મિનિટે કાનભા સફેદ કલરની બેગ લઈને વિક્ટોરિયા પ્રાઈમ બિલ્ડિંગમાં શીવુભાની ઓફિસ મીતાન્શી તરફ જતા CCTV ફુટેજમાં જોઈ શકાય છે.

    પુરાવો 11 (CCTV)

    4 એપ્રિલની રાતે 10 વાગ્યે અને 27 મિનિટે ઘનશ્યામ ધાંધલ અલ્ટો કાર નંબર GJ04BE9869 લઈને આવે છે જેને પ્રદીપ અને જિગો પૈસાની બેગ આપી રીટર્ન થાય છે જે બેગ આપવા ઘનશ્યામ ધાંધલ જાય છે.

    પુરાવો 12 (વોટ્સએપ ચેટ)

    પોલીસ તપાસમાં બિપીન ત્રિવેદી અને યુવરાજસિંહ વચ્ચેની એક ચેટ પણ સામે આવી છે.

    1 કરોડ રૂપિયાના તોડકાંડમાં
    બિપિન ત્રિવેદી સાથે યુવરાજસિંહની ચેટ (ફોટો: GujaratTak)

    આમ શનિવારે ભાવનગર પોલીસ દ્વારા મીડિયા સમક્ષ મુકાયેલ આ પુરાવાઓ આ ડમી ઉમેદવાર કાંડમાં ક્યાંક તોડકાંડ પણ સંવાયેલો છે તેની સાક્ષી પુરે છે. હાલમાં 1 કરોડ રૂપિયાના તોડકાંડમાં પોલીસે કોર્ટ પાસેથી AAP નેતા યુવરાજસિંહ જાડેજાના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. માટે પુરી શક્યતા છે કે આ રિમાન્ડ દરમિયાન અન્ય ઘણા ખુલાસાઓ થઇ શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં