Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ વિરોધી છબી ધરાવતા આપ પ્રદેશ પ્રમુખ અને નાંદોદ આપ ધારાસભ્ય ઉમેદવાર...

    હિંદુ વિરોધી છબી ધરાવતા આપ પ્રદેશ પ્રમુખ અને નાંદોદ આપ ધારાસભ્ય ઉમેદવાર વિરુદ્ધ લાગ્યા “હાય હાય”ના નારાઃ ડિપોઝીટ જપ્ત થશે તેવો ઘાટ

    એક ટ્વિટમાં ‘આપ’ના ઉમેદવાર પ્રફુલ વસાવાએ ભારતના કોઈ પણ ધર્મની પરંપરાઓ આદિવાસીઓની પરંપરાથી અલગ હોવાનું કહીને ધાર્મિક માન્યતાઓ પણ જુદી હોવાથી આદિવાસીઓ અન્ય કોઈ ધર્મ અપનાવે તે ખોટું હોવાનું જણાવ્યું હતું.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીએ આગામી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીની ત્રીજી યાદી જાહેર કરી છે, પણ આ ત્રીજી યાદી પાર્ટી માટે માથાનો દુખાવો સાબિત થઇ રહી છે. વેજલપુરના ઉમેદવાર કલ્પેશ પટેલની દારૂ પાર્ટી વાયરલ થયા બાદ હવે હિંદુ વિરોધી નિવેદનો આપનાર નાંદોદ આપના ઉમેદવારનો તેમની જ પાર્ટીનો વિરોધ, પાર્ટીના કાર્યકર્તાઓ ગોપાલ ઈટાલીયા, પ્રફુલ વસવા સુત્રોચાર સંભાળવા મળ્યા છે.

    મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચુંટણી માટે બુધવારે ઉમેદવારોનું ત્રીજું લીસ્ટ જાહેર કર્યું હતું. જેમાં 148 નાંદોદ વિધાનસભા બેઠક માટે તથાકથિત કેવડીયા બચાઓ આંદોલન સમિતિના ડો.પ્રફુલ્લ વસાવાનું નામ જાહેર કર્યું હતું. ઉમેદવારની જાહેરાતના ગણતરીના કલાકોમાં જ પ્રફુલ્લ વસાવાનો નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના સંગઠનના કાર્યકરો અને હોદ્દેદારોએ ઉગ્ર રીતે વિરોધ કર્યો છે. રાજપીપળા સ્થિત આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે હોદ્દેદારો અને કાર્યકરો એકત્ર થયા હતા અને પોતાની નારાજગી દર્શાવી હતી. તમામ કાર્યકરોએ ગોપાલ ઇટાલિયા, અર્જુન રાઠવા અને ઉમેદવાર ડો.પ્રફુલ્લ વસાવા હાય-હાયના નારા લગાવ્યા હતા.

    પ્રફુલ્લ વસાવા આયાતી ઉમેદવાર, અમને સ્થાનિક જોઈએ: નાંદોદ આપ કાર્યકર્તાઓ

    - Advertisement -

    એક મીડિયા અહેવાલ મુજબ નાંદોદ વિધાનસભાના આપના સંગઠન મંત્રી વિજયસિંહ રાવલે જણાવ્યું હતું કે, “ડો. પ્રફુલ્લ વસાવા આયાતી ઉમેદવાર છે, અમે સ્થાનિક ઉમેદવારની માંગ કરી હતી. જો ઉમેદવાર બદલવામાં નહિ આવે તો અમે સંગઠનનું કોઈ કામ કરીશું નહીં, કાર્યાલય પર તાળા મારી દઈશું અને રાજીનામા ધરી દઈશું. જ્યારે અન્ય કાર્યકર અર્જુન વસાવાએ જણાવ્યું હતું કે દિલ્હીથી સર્વે કરવા આવેલા આમ આદમી પાર્ટીના નેતા પૈસા લઈને જતાં રહ્યા છે, સ્થાનિક સંગઠનને વિશ્વાસમાં લીધા વગર પ્રદેશે ઉમેદવારની જાહેરાત કરી છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટી મહિલા મોરચા પ્રમુખ અરુણાબેન તડવીએ પણ વિરોધ નોંધાવી સ્થાનિક ઉમેદવારની માંગ કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના અમુક હોદ્દેદારોએ ગોપાલ ઇટાલિયાને રૂબરૂ મળી ઉમેદવાર બદલવાની પણ માંગ કરી છે

    પ્રફુલ વસાવાના હિંદુ વિરોધી નિવેદનો

    પ્રફુલ વસવાએ ભૂતકાળમાં અનેક વિવાદાસ્પદ નિવેદનો આપેલા છે. જેના કારણે અનેક વાર તેમના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં રોષ જોવા મળ્યો છે. પોતાના એક ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે, આદિવાસીઓનો કોઈ ધર્મ નથી, જેથી વસ્તીગણતરીમાં તેમનો સમાવેશ કોઈ પણ ધર્મમાં કરવામાં આવવો ન જોઈએ. એટલું જ નહીં, પરંતુ તેમણે આદિવાસીઓ માટે અલગ ધર્મની પણ માંગ કરી હતી. અન્ય એક ટ્વિટમાં ‘આપ’ના ઉમેદવાર પ્રફુલ વસાવાએ ભારતના કોઈ પણ ધર્મની પરંપરાઓ આદિવાસીઓની પરંપરાથી અલગ હોવાનું કહીને ધાર્મિક માન્યતાઓ પણ જુદી હોવાથી આદિવાસીઓ અન્ય કોઈ ધર્મ અપનાવે તે ખોટું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત, અન્ય એક ટ્વિટમાં તેમણે ગાયનો ઉલ્લેખ કરીને ગાયને માતા માનનારાઓને હિંદુત્વના નામે આતંક ફેલાવનારા પણ કહ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં